વન રેન્ક વન પેન્શન મામલે સૈનિકો ઉતર્યા ભૂખહડતાલ પર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વન રેન્ક વન પેન્શન મામલે સૈનિકો ઉતર્યા ભૂખહડતાલ પર

વન રેન્ક વન પેન્શન મામલે સૈનિકો ઉતર્યા ભૂખહડતાલ પર

જંતર મંતર પર પાછલા કેટલાય દિવસથી વન રેન્ક વન પેન્શનની માંગ સાથે વિરોધ કરી રહેલા ભૂતપૂર્વ લશ્કરના જવાનોએ હવે તેમની માંગને જલ્દી જ પૂર્ણ કરવા માટે આમરણ ભૂખહડતાલ પર ઉતર્યા છે. કર્નલ પુષ્પેન્દ્ર સિંગ અને હલવદાર મેજર સિંગ નામના બે ભૂતપૂર્વ સૈનિકોએ આ માંગ સાથે ભૂખહડતાલ પર ઉતરવાની જાહેરાત આજે દિલ્હીમાં કરી હતી.

પટિયાલા હાઉસ કોર્ટે આતંકી નાવેદની પોલિગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી આપી

પટિયાલા હાઉસ કોર્ટે આતંકી નાવેદની પોલિગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી આપી

ઉધમપુર આંતકી હુમલાનો આરોપી તેવા પાકિસ્તાની નાવેદને આજે દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સાથે જ કોર્ટે તેના પર પોલીગ્રાફ ટેસ્ટ કરવાની પણ અનુમતિ આપી છે.

સંધર્ષ વિરામ મામલે પાક.ની પલ્ટી, ભારત પર લગાયો આરોપ

સંધર્ષ વિરામ મામલે પાક.ની પલ્ટી, ભારત પર લગાયો આરોપ

પાછલા કેટલાક દિવસની સીમા પર થઇ રહેલા સીઝફાયરના કારણે વિદેશ મંત્રાલયે આજે પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતને હાજર રહેવાનું કહ્યું હતું. જે બાદ બાસિત વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી ભારતને આ માટે જવાબદાર ગણાવ્યા છે. નોંધનીય છે કે પાકિસ્તાન સાથેની આ સીઝફાયરમાં અત્યાર સુધી 6 લોકોની મોત થઇ ગઇ છે.

કોલસા કૌભાંડ: મધુ કોડોની અપીલ, મનમોહન સિંહને બનાવો આરોપી

કોલસા કૌભાંડ: મધુ કોડોની અપીલ, મનમોહન સિંહને બનાવો આરોપી

કોલસા કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આરોપી બનાવવાની માંગ સાથે અરજી દાખલ કરી છે. જે જોતા મનમોહન સિંહની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધી જાય તો નવાઇ નહીં.

સિંગાપુરમાં લલિત મોદીના બે એકાઉન્ટને ઇડીએ કર્યા સીલ

સિંગાપુરમાં લલિત મોદીના બે એકાઉન્ટને ઇડીએ કર્યા સીલ

ભૂતપૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીની કંપનીઓના બે ખાતાને ઇડીએ સીલ કર્યા છે. નોંધનીય છે કે ઇડીએ લલિત મોદીની વિરુદ્ધમાં રેડ કાર્નર નોટિસ જાહેર કરી છે. જે અંતર્ગત આ બે ખાતા સીલ કરાવ્યા છે.

NCDRCએ મેગીને મોકલ્યું નોટિસ

NCDRCએ મેગીને મોકલ્યું નોટિસ

રાષ્ટ્રિય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ (NCDRC) એ નેસ્લેને 640 કરોડ રૂપિયાનું વળતર ચૂકવા મામલે નોટિસ મોકલી છે. NCDRCએ આ નોટિસ કેન્દ્ર સરકારે મોકલેલી અરજીના આધારે મોકલી છે. એનસીડીઆરસીનું કહેવું છે કે નેસ્લે કંપનીએ તેના ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા છે જે મામલે તેને વળતર ચૂકવું પડશે.

ગાયક અરિજીત સિંહને મળી ધમકી

ગાયક અરિજીત સિંહને મળી ધમકી

પ્રસિદ્ધ ગાયક અરિજીત સિંહને મુંબઇના કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી તરફથી ધમકી ભરેલા ફોન મળી રહ્યા છે. પુજારીએ અરિજીતથી ફોન પર પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. જે મામલે ઓશિવારા પોલિસ સ્ટેશનમાં અરિજીત દ્વારા ફરિયાદ નોંધાતા પોલિસે તપાસ હાથ ધરી છે.

પાકે સોજિયામાં મોર્ટાર સેલ કર્યું ફાયરિંગ

પાકે સોજિયામાં મોર્ટાર સેલ કર્યું ફાયરિંગ

પાછલા કેટલાય દિવસથી પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રવિવાર રાતે પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવ્યું અને 120 એમએમ અને 80 એમએમના મોર્ટાર સેલ ફેંકાતા આ વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ આખી રાત ભયમાં વિતાવી હતી.

ફરિદાબાદમાં પૂરના લીધે જનજીવન થયું અસ્તવ્યસ્ત

ફરિદાબાદમાં પૂરના લીધે જનજીવન થયું અસ્તવ્યસ્ત

હરિયાણાના ફરીદાબાદ વિસ્તારમાં પૂરના કારણે હજારો લોકો બેઘર થયા છે અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે કેટલાક લોકો તેમનો જરૂરી અને કિંમતી સામાન સલામત સ્થળે લઇ જઇ રહ્યા છે.

ગુવાહાટીમાં નીકળી કળશ યાત્રા

ગુવાહાટીમાં નીકળી કળશ યાત્રા

રવિવારે, ગુવાહાટીમાં હરિદ્વાર, અલ્હાબાદ અને કોલકત્તાની આવેલા નાગા સાધુઓએ ફતશાલી અમ્બારીમાં નીકાળી કળશ યાત્રા.

શિવરાજ: મતદાતાઓએ નકારાત્મક રાજનિતિને નકારી છે

શિવરાજ: મતદાતાઓએ નકારાત્મક રાજનિતિને નકારી છે

મધ્યપ્રદેશના ભોપાલમાં નગરપાલિકાના ચૂંટણીમાં ભાજપની ભારે બહુમતીથી થયેલી જીત બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ક્રોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મતદારોએ ક્રોંગ્રેસને જવાબ આપી દીધો છે કે તેમની નકારાત્મક રાજનિતી અહીં નહીં ચાલે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X