For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં યેદીયુરપ્પા સરકારમાં 17 મંત્રીઓ શામિલ થયા

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના પડી ભાંગ્યા પછી મુખ્યમંત્રી પદના શપથ લેનારા ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 25 દિવસ બાદ આજે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના પડી ભાંગ્યા પછી મુખ્યમંત્રી પદના શપથ લેનારા ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 25 દિવસ બાદ આજે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે, જેમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે. માનવામાં આવે છે કે રાજ્યમાં સરકાર રચવા કરતાં વધુ મુશ્કેલ પડકાર ભાજપ સમક્ષ કેબિનેટ તૈયાર કરવાનું હતું.

bs Yediyurappa

મંત્રી મંડળ માટે મુખ્યમંત્રીએ કુલ 17 ધારાસભ્યોના નામ રાજ્યપાલને મોકલ્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ આજે ​​રાજભવન ખાતે આ તમામ ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. જણાવી દઈએ કે જેડીએસ અને કોંગ્રેસની સરકારના પતન પછી, 26 જુલાઇએ ભાજપાએ રાજ્યમાં સરકાર બનાવી અને યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. જો કે, હજુ પણ કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને ભાજપ મંત્રીપદ આપે છે કે કેમ તે સવાલ હજી બાકી છે.

જે 17 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ લીધી છે તેમના નામ જગદીશ શેટ્ટર, કેએસ ઇશ્ર્વરપ્પા, આર અશોક, શ્રીનિવાસ પૂજારી, એચ નાગેશ, લક્ષ્મણ સવદી, ગોવિંદ એમ કર્કાજોલ, અશ્વથ નારાયણ સીએન, બી શ્રીરામુલુ, એસ સુરેશ કુમાર, વી સોમાન્ના, સીટી રવિ, બસવરાજ બોમ્માઇ, જેસી મધુ સ્વામી, સીસી પાટિલ, પ્રભુ ચૌહાણ, શશીકલા જોલે અન્નાસાહેબ છે. આ લોકોમાં, શશીકલા એકમાત્ર મહિલા ધારાસભ્ય છે જેમણે પદના શપથ લીધા છે. આપને જણાવી કે કર્ણાટકમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 34 હોઈ શકે છે.

આ પણ વાંચો: જીવની પરવા કર્યા વિના એમ્બ્યુલન્સને રસ્તો દેખાડવા 12 વર્ષનો બાળક પાણીમાં કૂદી ગયો

English summary
17 ministers involved in the Yediyurappa government in Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X