સીએમ યોગીએ બનાવી તપાસ માટે હાઇ લેવલની તપાસ કમિટી,17 પોલીસવાળા સસ્પેન્ડ
પ્રાયગરાજમાં ગોળી મારીને થયેલી અતીક અહમદ અને તેના ભાઇ અશરફની હત્યાના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી કાર્યવાહી કરતા 17 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામ પોલીસ કર્મચારીઓ અતીક અહેમદની સુરક્ષામાં તેનાત હતા. સીએમ યોગીએ હત્યાની તપાસ માટે હાઇ લેવલ કમિટીની રચના પણ કરી છે.

પ્રયાગરાજ અતીક અહેમદની હત્યાની ઘટનાના તુંરત પલગા લેતા સીએમ યોગી આદિત્યાનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમત્રીએ ત્રણ સભ્યોની જ્યુડીશિયલ કમિશનની રચના કરવાના નિદ્રેશ આપ્યા છે. ત્રણ સદસીય ન્યાયિક આયોગ આ ડબલ મર્ડરની તપાસ કરશે.
સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા તેમના આવાસ પર હાજર રહ્યા હતા. જ્યાં હાઇલેવલની બેઠકી મળી હતી. જીડીપી આર કે, વિશ્વકર્મા, સ્પેશિયલ, ડીજી કાયદો વ્યવસ્થા પ્રશાંત કુમાર, મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ મોટા અધિકાીરઓને ય્રાયગરાજ મોકલવામાં આવ્યા હતા.
પ્રોયાગરાજ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને ત્યાં કડક સુરક્ષા ગોઠવીને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. આજુ બાજુના જિલ્લાઓમાં પણ પોલીસ ફોર્સ મોકલી દેવામાં આવી છે. સાથે પીએસી અને આરએફએ લગાવી દેવામાં આવી છે.
સીએમ યોગીએ નિર્દેશ આપાત યુપીના 75 જિલ્લામાં ડીએમ અને એસપીને અલર્ટ કરતા શહેરમાં નજર રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ સીએમ આવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
પોલીસે ઘટના સ્થળ પરથી હુમાલાખોર યુવકોને ઝડપી પાડ્યો હતો. જેમના નામ લવલેશ, શની, અરુણ મોર્ય હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે તેમની પુછપરછ કરી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ હ્ત્યારા પહેલાથીજ નરજ રાખીને બેઠા હતા.












Click it and Unblock the Notifications
