4 વર્ષમાં 170 કોંગ્રેસી ધારાસભ્યએ પાર્ટી છોડી, જાણો ભાજપમાં કેટલા સામેલ થયા
વર્ષ 2016થી 2020 વચ્ચે વિવિધ ચૂંટણી દરમ્યાન દેશભરમાં કોંગ્રેસના ઓછામા ઓછા 170 ધારાસભ્યોએ પાર્ટીને અલવિદા કહી અન્ય પાર્ટીઓમાં સામેલ થઈ ગયા હતા. ચૂંટણી સંબંધિ એક સંસ્થા એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સે આ રિપોર્ટ જાહેર કર્યો છે. માત્ર કોંગ્રેસના ધારાસભ્યોએ જ પાર્ટી છોડી હોય તેવું નથી. બીજી પાર્ટીઓના ધારાસભ્યોએ પણ પોતાની પાર્ટી છોડી બીજા પક્ષમાં જોડાયા છે. આ દરમ્યાન ભાજપમાંથી 18 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું અને અન્ય પાર્ટીઓની ટિકિટ પર ચૂંટણી લડી છે. પશ્ચિમ બંગાળમાં તો હાલના દિવસોમાં આવું બહુ જોવા મળે છે, જ્યારે સત્તાધારી ટીએમસીના ધારાસભ્ય પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઈ ગયા.

170 ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી
એડીઆરના એક રિપોર્ટ મુજબ વર્ષ 2016થી 2020 દરમ્યાન ચાર વર્ષમાં દેશમાં કુલ 405 ધારાસભ્યોએ બીજીવાર ચૂંટણી લડવા માટે પોતાની પાર્ટીને અલવિદા કહી દીધી. જેમાં 38 ધારસભ્ય અન્ય પાર્ટીઓમાંથી કોંગ્રેસમાં સામેલ થયા અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં પણ 25 ધારાસભ્ય બીજા દળોથી સામેલ થઈ તેના ચૂંટણી ચિહ્ન પર પોતાનું ભાગ્ય અજમાવ્યું. રિપોર્ટ મુજબ ધ્યાન આપવાની વાત એ છે કે મધ્ય પ્રદેશ, મણિપુર, ગોવા, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભાઓમાં પાછલા દિવસોમાં જે સરકાર પડી ભાંગી તે એમએલએના પક્ષપલટાને કારણે જ પડી છે. અને આ તમામ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યોએ જ રાજીનામાં આપ્યાં છે. પરંતુ, આ આંકડાઓમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ કોંગ્રેસ સાથે જોડાયેલો છે, જેના 170 સીટિંગ ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો.

અન્ય પાર્ટીઓના 182 ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા
જો ભાજપના ધારાસભ્યોની યાદી પર નજર ફેરવીએ તો તેને ચાર વર્ષમાં 18 ધારાસભ્યોએ ઝાટકો આપ્યો છે, કુલ 405 ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો જેમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે 182 ધારાસભ્યોએ ભાજપ જોઈન કરી અને તેની ટિકિટ પર પણ ચૂંટણી લડી. આ રિપોર્ટ મુજબ માત્ર 2019ની લોકસભા ચૂંટણી દરમ્યાન ભાજપના 5 લોકસભા સાંસદોએ પાર્ટી છોડી અન્ય પાર્ટીઓનો ખેસ ધારણ કર્યો હતો.

રાજ્યસભાના 10માંથી 7 સાંસદો પણ ભાજપમાં ચાલ્યા ગયા
ભાજપે માત્ર ધારાસભ્યો મામલે જ બાજી નથી મારી. રિપોર્ટ મુજબ આ ચાર વર્ષોમાં જે 16 રાજ્યસભા સાંસદોએ બીજીવાર ચૂંટણી લડવા માટે નવી પાર્ટીઓ જોઈન કરી તેમાંથી 10 ભાજપમાં સામેલ થયા અને 2019ની લોકસભા ચૂંટણી દરમ્યાન ચૂંટણી ટિકિટ માટે પક્ષપલટો કરનાર 12 લોકસભા સાંસદોમાંથી 5એ કોંગ્રેસનો હાથ થામ્યો હતો. નેશનલ ઈલેક્શન વૉચ અને એડીઆરનું આ વિશ્લેષણ 433 સાંસદો અને ધારાસભ્યોના ચૂંટણી એફિડેવિટમાં તેમના તરફથી આપવામાં આવેલી જાણકારી પર આધારિત છે. જણાવી દઈએ કે અત્યારે થઈ રહેલ વિધાનસભા ચૂંટણીમાં આવા પ્રકારના સૌથી વધુ ઝાટકા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને લાગ્યા છે, જેના કેટલાય ધારાસભ્યોએ પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. પાછલા 8 માર્ચે પણ પાર્ટીના 5 સીટિંગ ધારાસભ્યોએ ટીએમસી છોડી ભગવો ખેસ ધારણ કરી લીધો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું- હવે લોકશાહી દેશ નહી રહ્યો ભારત, સ્વીડન ઇંસ્ટીટ્યુટની રિપોર્ટ કરી શેર