For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

18 August Covid Update : કોરોના સંક્રમણમાં 39.1 ટકા વધારો, 72 દર્દીના મોત

18 August Covid Update : ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં 39.1 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12,608 નવા કેસ નોંધાયા છે અને 72 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 101,343 છે.

|
Google Oneindia Gujarati News

18 August Covid Update : ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં 39.1 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12,608 નવા કેસ નોંધાયા છે અને 72 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 101,343 છે. છેલ્લા 24 કલાકમાં 16,251 લોકો કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે.

આવા સમયે, અત્યાર સુધીમાં કુલ 43,670,315 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 5,27,206 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 38,64,471 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,08,95,79,722 રસીકરણ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ

દિલ્હીમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોનાના કેસ વધવાથી લોકોમાં ડર વધી ગયો છે. દેશની રાજધાનીમાં બુધવારના રોજ જાહેર કરવામાં આવેલાઆંકડા મુજબ - 24 કલાકમાં 1652 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 8 દર્દીઓના સંક્રમણને કારણે મોત થયા છે.

તે રાહતની વાત છે કેબુધવારની સરખામણીમાં પોઝિટિવિટી રેટ અડધો થઈ ગયો છે, તે 10 ટકા (9.92 ટકા) ની નજીક છે. દિલ્હીમાં કોરાનાના સક્રિય કેસોનીસંખ્યા 6809 છે.

ત્રણ લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા

ત્રણ લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા

સ્વાસ્થ્ય મંત્રાલયના બુલેટિન અનુસાર, 24 કલાકમાં દિલ્હીમાં 16,658 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલકેસની સંખ્યા 19,88,391 પર પહોંચી ગઈ છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 26,400 લોકોના મોત થયા છે.

મંગળવારનારોજ દિલ્હીમાં કોરોનાના 917 કેસ નોંધાયા હતા, જ્યારે પોઝિટિવિટી રેટ 19.20 ટકા હતો, જ્યારે ત્રણ લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયાહતા.

મિઝોરમમાં કોરોનાના 222 નવા કેસ નોંધાયા

મિઝોરમમાં કોરોનાના 222 નવા કેસ નોંધાયા

મિઝોરમમાં કોરોના વાયરસના સંક્રમણના 222 નવા કેસ સામે આવ્યા બાદ બુધવારના રોજ કુલ કોરોના કેસની સંખ્યા વધીને 2,35,529થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈ જાનહાનિ નથી, આ સાથે કુલ મૃત્યુઆંક 717 છે. અધિકારીએ જણાવ્યું કે, આઇઝોલ જિલ્લામાં સૌથી વધુ 74 નવા કેસ નોંધાયા છે. આ પછી લુંગલીમાં 40 અને સૈતુલમાં 23 કેસ નોંધાયા છે.

તેમણે જણાવ્યું હતું કે,મંગળવારના રોજ પોઝિટિવિટી રેટ 34.10 ટકા હતો, જે બુધવારના રોજ ઘટીને 21 ટકા થઈ ગયો હતો. મંગળવારના રોજ 1,055 નમૂનાઓનુંપરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આસામમાં કોરોના વાયરસના સંક્રમણના 202 નવા કેસ

આસામમાં કોરોના વાયરસના સંક્રમણના 202 નવા કેસ

આસામમાં કોવિડ-19ના કેસમાં આઠ ગણાથી વધુનો વધારો થયો છે. નેશનલ હેલ્થ મિશન (NHM) એ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે,કોરોના વાયરસ સંક્રમણના 202 નવા કેસ સામે આવ્યા બાદ બુધવારના રોજ આસામમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 7,43,048 થઈગઈ છે.

બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રોગચાળાને કારણે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મૃત્યુ થવાને કારણે મૃત્યુઆંક 8,026થયો છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 383 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 664 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન ગાંધીનગર અને આણંદમાં 1-1કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3197 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3197 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,996 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,52,358 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3197 થઇ છે. જેમાંથી 23 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,02,96,495 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 12,02,96,495 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.88 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,14,084 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 12,02,96,495 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.

English summary
18 August Covid Update: 39.1 percent increase in corona infection, 72 patients died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X