નાવેદ કર્યો ખુલાસો, અન્ય બે આંતકીઓનો સ્કેચ જાહેર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નાવેદ કર્યો ખુલાસો, અન્ય બે આંતકીઓનો સ્કેચ જાહેર

નાવેદ કર્યો ખુલાસો, અન્ય બે આંતકીઓનો સ્કેચ જાહેર

ઉધમપુરના નરસૂ વિસ્તારમાં સીમા સુરક્ષા બળની બસ પર હુમલો કરનાર અને જીવતો પકડાનાર પાકિસ્તાની આતંકી નાવેદનો આજે પોલિગ્રાફ ટેસ્ટ થયો જેમાં તેની સધન પૂછપરછમાં તેણે અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા છે. સાથે જ તેની વાત પર બે અન્ય આંતકિઓના સ્કેચ પણ એનઆઇએ જાહેર કર્યા છે.

નરેન્દ્ર મોદી પહોંચ્યા આરા, બિહારને મળશે કરોડો રૂપિયાની યોજનાઓ

નરેન્દ્ર મોદી પહોંચ્યા આરા, બિહારને મળશે કરોડો રૂપિયાની યોજનાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોજપુરમાં આવેલ કુંવર સિંહ રમના મેદાનમાં તેમને જાહેર રેલીને સંબોધવા માટે પહોંચી ચૂક્યા છે. જ્યાં તેમનું સ્વાગત કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીએ કર્યું હતું.
આરામાં વડાપ્રધાન આજે અરબો રૂપિયાની યોજનાઓની જાહેરાત કરવાના છે. જો કે મોદીની સુરક્ષાને જોતા 5000 જવાનોએ આ સમગ્ર શહેર પર સખ્ત કિલ્લાબંધી કરી છે. નોંધનીય છે કે મોદી અહીં 700 કિલોમીટર લાંબા 11માં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાનું શિલાન્યાસ કરશે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પત્ની શુભ્રા મુખર્જીનું નિધન

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પત્ની શુભ્રા મુખર્જીનું નિધન

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પત્ની શુભ્રા મુખર્જીનું આજે સવારે લાંબી બિમારીના ચલતા નિધન થયું છે. પાછલા નવ દિવસથી તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. શુભ્રાજીને પાછલા કેટલાય સમયની શ્વાસની બિમારી હતી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ પાછલા બે દિવસથી ઓડિસ્સાના પ્રવાસ પર હતા. પણ તેમની પત્નીની તબિયત લથડતા તે દિલ્હી પરત ફર્યા હતા.

સુપ્રિમ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી, સુરક્ષા વધારાઇ

સુપ્રિમ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી, સુરક્ષા વધારાઇ

મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી યાકૂબ મેમણને આપવામાં આવેલી ફાંસીની સજા બાદ દિલ્હી પોલિસને એક ઇમેલ દ્વારા સુપ્રિમ કોર્ટનો બોમ્બથીવ ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ તેની સુરક્ષા વધારવામાં આવી છે. સાથે જ યાકૂબની ફાંસી પર મહોર લગાવનાર સુપ્રીમ કોર્ટના જજ દિપક મિશ્રાને પણ સુરક્ષા વધારવામાં આવી છે.

બેંગકોક બોમ્બ વિસ્ફોટમાં જેનેલિયા ડિસૂઝાનો આબાદ બચાવ

બેંગકોક બોમ્બ વિસ્ફોટમાં જેનેલિયા ડિસૂઝાનો આબાદ બચાવ

બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને રિતેશ દેશમુખની પત્ની જેનિલિયા ડિસૂઝાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું છે કે બેંગકોકમાં થયેલા જબરદસ્ત બોમ્બ વિસ્ફોટ વખતે જેનેલિયા પર એક એડના શૂટિંગ માટે ત્યાં જ હાજર હતી. જો કે તે બોમ્બ વિસ્ફોટના સ્થળથી દૂર હતી પણ તેણે જણાવ્યું કે તેને બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. અને તેનો સેટ આ વિસ્ટફોટની સામે જ હતો. જો કે જેનેલિયા જણાવ્યું છે કે તેને કોઇ નુક્શાન નથી થયું અને તેણે આ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ઘાજંલિ પણ આર્પી છે.

નવરોજ મુબારક, પારસી સમાજનું આજે છે નવ વર્ષ

નવરોજ મુબારક, પારસી સમાજનું આજે છે નવ વર્ષ

આજે પારસી લોકોનું નવ વર્ષ છે. ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારસી સમાજને લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.

ક્રોંગ્રેસનું એલાન બંગાળ બંધ

ક્રોંગ્રેસનું એલાન બંગાળ બંધ

પ્રદેશ ક્રોંગ્રેસે સત્તારૂઢ તૃણમૂલ ક્રોગ્રેસ પર આતંક અને હિંસા ફેલાવવાના આરોપ હેઠળ મંગળવારે 12 કલાકનો રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરી છે. જો કે સામે પક્ષ તૃણમૂલે પણ આ બંધને વિફળ કરવાના તમામ પ્રયાસો કરી રહી છે.

રાહુલ ગાંધી બે દિવસીય અમેઠી પ્રવાસ પર

રાહુલ ગાંધી બે દિવસીય અમેઠી પ્રવાસ પર

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આજથી તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીની બે દિવસીય મુલાકાત પર છે. જે માટે તે લખનઉ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે બપોરે અમેઠી પહોંચીને રાહુલ અહીં જનસંપર્ક કરશે.

આતંકી નાવેદનો આજે થશે પોલિગ્રાફ ટેસ્ટ

આતંકી નાવેદનો આજે થશે પોલિગ્રાફ ટેસ્ટ

પટિયાલા હાઉસ કોર્ટ તરફથી પાકિસ્તાની આતંકી મોહમ્મદ નાવેદને પોલિગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી અપાતા. આજે દિલ્હીના લોઘી રોડ સ્થિત સેન્ટ્રલ ફોરેંસિક સાઇયન્સ લેબમાં નાવેદને પોલિગ્રાફ ટેસ્ટ કરવા માટે લઇ જવામાં આવ્યો.

પાકિસ્તાને આરએસપુરા અને બાલાકોટમાં કર્યું ફાયરિંગ

પાકિસ્તાને આરએસપુરા અને બાલાકોટમાં કર્યું ફાયરિંગ

પાછલા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થઇ રહેલા ફાયરિંગ સોમવાર રાતથી આરએસ પુરા સેક્ટર અને બાલાકોટમાં પણ ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ છે. જ્યારે જાનમાલને પણ મોટા પ્રમાણમાં નુક્શાન થયું છે. જો કે ભારતીય સેના પણ પાકિસ્તાનના ફાયરિંગ બાદ પાક. સેનાને કરારો વળતો જવાબ આપ્યો હતો.

CAGનો ખુલાસો, દિલ્હીમાં વિજળી કંપનીઓએ લગાવ્યો 8000 કરોડનો ચૂનો

CAGનો ખુલાસો, દિલ્હીમાં વિજળી કંપનીઓએ લગાવ્યો 8000 કરોડનો ચૂનો

કેગના રિપોર્ટમાં દિલ્હીની વિજ કંપનીનો કાળો ચિઠ્ઠો બહાર આવ્યો છે. દિલ્હીમાં વિજળી આપતી ત્રણ કંપનીઓએ લગભગ 8000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે તે વાત કેગે બહાર પાડી છે. જેમાં બીએસઇએસ યમુના પાવર લિમિટેડ, બીએસઇએસ રાજધાની પાવર લિમિટેડ અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યૂશન લિમેટેડ કંપનીઓના નામ બહાર આવ્યા છે.

સંપૂર્ણ પણે સૌર ઊર્જાથી ચાલશે કોચ્ચીનું હવાઇ મથક

સંપૂર્ણ પણે સૌર ઊર્જાથી ચાલશે કોચ્ચીનું હવાઇ મથક

કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, દેશનો પહેલો તેવું હવાઇ મથક બન્યું છે જે સંપૂર્ણ પણે સૌરઊર્જાથી સંચાલિત છે. ઓમન ચાંડી સીઆઇએએલ દ્વારા હાથમાં ધરવામાં આવેલ આ પ્રયાસમાં 12 મેગાવોટ સૌરઊર્જા આ હવાઇમથકના પરિસરમાં બનાવવામાં આવશે. ત્યારે હાલમાં આ યોજનાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનની ગોળીએ હજી એક નિર્દોષના પ્રાણ લીધા

પાકિસ્તાનની ગોળીએ હજી એક નિર્દોષના પ્રાણ લીધા

સોમવારે, પુંછના બાલાકોટમાં પાકિસ્તાન તરફી થયેલી ગોળીબારીમાં મારી ગયેલ સરપંચ કરમત હુસૈનના પરિવારવાળા તેની મૃત્યુ પર શોક મનાવી રહ્યા છે. નોંધનીય છે કે પાક. તરફથી થયેલી ફાયરિંગમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયાની ખબર છે. ત્યારે હજી પાક.ની આ ગોળીઓ કેટલા નિર્દોષના પ્રાણ લેશે તે સવાલ છે?

લખનઉમાં રાજ બબ્બરને યુપી સરકાર વિરુદ્ધ નીકાળ્યો મોર્ચો

લખનઉમાં રાજ બબ્બરને યુપી સરકાર વિરુદ્ધ નીકાળ્યો મોર્ચો

સોમવારે, લખનઉમાં ઉત્તર પ્રદેશ સરકારની વિરુદ્ઘ ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા રાજ બબ્બરે એક વિરોધ રેલી નીકાળી હતી. જો કે વિધાન સભા પહોંચ્યા પહેલા જ પોલિસે તેમની અટકાયત કરી હતી.

પાણી, મોજ મસ્ત અને મિત્રો પછી બીજું શું જોઇએ!

પાણી, મોજ મસ્ત અને મિત્રો પછી બીજું શું જોઇએ!

મુંબઇમાં કેટલાક યુવાનો મરીન ડ્રાઇવ પર હાઇ ટાઇડની મઝા તેમના મિત્રો સાથે માણી રહ્યા છે.

જ્યારે પોલિસે 7 વર્ષના પવનની ઇચ્છા પૂરી કરી ત્યારે!

જ્યારે પોલિસે 7 વર્ષના પવનની ઇચ્છા પૂરી કરી ત્યારે!

સોમવારે, હૈદરાબાદમાં 7 વર્ષીય પવને કેબીઆર પાર્ક રોડ પર એક ઇલેક્ટ્રિક બાઇક ચલાવી. બિમાર પવનની રસ્તા પર બાઇક ચલાવવાની ઇચ્છાને મેક વિશ ફાઉન્ડેશન અને હૈદરાબાદ ટ્રાફિક પોલિસે મળીને કંઇક આ રીતે પૂરી કરી. અને પવનનો ચહેરા પર અપાર ખુશી લાવી દીધી.

શ્રીનગરથી હજ યાત્રીઓનો પહેલો જથ્થો થયો રવાના

શ્રીનગરથી હજ યાત્રીઓનો પહેલો જથ્થો થયો રવાના

સોમવારે, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સૈયદે શ્રીનગરની મક્કા જઇ રહેલા પહેલા હજ યાત્રીઓના જથ્થાને શુભેચ્છા પાઠવી.

ઉજ્જૈનમાં મહાકાલે કરી નગર યાત્રા

ઉજ્જૈનમાં મહાકાલે કરી નગર યાત્રા

સોમવારે, શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે પ્રસિદ્ધ મહાકાળના મંદિરથી મહાકાળની સવારી નગરયાત્રા માટે નીકળી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહીને મહાકાળના દર્શન કર્યા હતા.

જયપુરમાં ધામધૂમથી ઉજવાઇ તેજ

જયપુરમાં ધામધૂમથી ઉજવાઇ તેજ

સોમવારે, જયપુરમાં ધામધૂમથી પરંપરાગત રીતે તેજ શોભાયાત્રાને નીકાળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં મહિલાની બોગીના મામલે થયો વિવાદ

પશ્ચિમ બંગાળમાં મહિલાની બોગીના મામલે થયો વિવાદ

સોમવારે, પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણામાં મહિલાઓના ડબ્બાની સંખ્યાનો વધારો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલિસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.

બ્રધર્સની ટીમે મહિલાઓને કરી સન્માનિત

બ્રધર્સની ટીમે મહિલાઓને કરી સન્માનિત

સોમવારે, મુંબઇમાં ફિલ્મ બ્રધર્સની ટીમના મુખ્ય કલાકારા અક્ષય કુમાર, જેકલિન ફર્નાડિઝ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ મહિલાઓના આત્મરક્ષા કેન્દ્રના સ્નાતક પદવી સમારંભમાં હાજર રહીને મહિલાઓને તેમની પદવીથી સન્માનિત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X