For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇટલરની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ફટકારી CBIને નોટીસ

|
Google Oneindia Gujarati News

jagdish tytler
નવી દિલ્હી, 3 જુલાઇ : દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલરની અરજી પર કેન્દ્રીય તપાસ બ્યૂરોને બુધવારે નોટિસ ફટકારી છે. ટાઇટલરે પોતાની અરજીમાં એક સ્થાનીય કોર્ટના એ આદેશને પડકાર ફેંક્યો છે, જેમાં 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલ તેમની વિરોધના એક કેસને ફરી ઓપન કરવાનું કહેવામાં આવ્યું છે.

ન્યાયમૂર્તિ એસ.પી ગર્ગે સીબીઆઇની સાથે જ ટાઇટલરની પ્રતિવાદી લખવિંદર કૌરને પણ નોટિસ આપીને ચાર સપ્તાહમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. ન્યાયમૂર્તિ ગર્ગે આની સાથે જ ટાઇટલરની સામે નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ તપાસના આદેશ પર સ્ટે લાદવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે 'માત્ર તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને કોર્ટ તપાસને રોકશે નહી.'

નીચલી કોર્ટે 10 એપ્રિલને ટાઇટલરની સામે મામલાને ફરી ખોલવાનો આદેશ કર્યો હતો. તેણે સીબીઆઇ દ્વારા ટાઇટલરને આપવામાં આવેલી ક્લીન ચિટનો અસ્વીકાર કરી દીધો. પોતાની અરજીમાં ટાઇટલરે કહ્યું કે નીચલી કોર્ટનો આદેશ ક્રાઇમ પ્રક્રિયા સંહિતાની વિરુદ્ધ છે. કોઇપણ તપાસની પ્રક્રિયા અને શૈલી તપાસ એજન્સીનો વિશેષાધિકાર હોય છે. કોર્ટને આ આદેશ આપવાનો અધિકાર નથી કે કયા સાક્ષી સાથે કેવી રીતે પૂછપરછ કરવામાં આવે.

નીચલી કોર્ટે 29 વર્ષ વર્ષ જૂના કેસમાં એક પીડિતા લખવિંદર કૌરની અરજી પર કેસને ફરી ઓપન કરવાનો આદેશ આપ્યો હતો. કૌરનો આરોપ છે કે ટાઇટલર દ્વારા ભડકાવવાના કારણે એક હિંસક ભીડે પલ્લરાની દિલ્હીના ગુરુ દ્વારા પુલ બંગશની નીજીક ત્રણ વ્યક્તિઓની હત્યા કરી હતી. માર્યા ગયેલા લોકોના નામ બાદલ સિંહ, ઠાકુર સિંહ અને ગુરુચરણ સિંહ હતા.

સીબીઆઇએ પોતાના તપાસ અહેવાલમાં દાવો કર્યો છે કે જ્યારે એક નવેમ્બર, 1984ના રોજ આ ઘટના ઘટી હતી, ત્યારે ટાઇટલર ત્રણ મૂર્તિ ભવનમાં હતા. જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી ઇંદીરા ગાંધીના મૃત શરીરને રાખવામાં આવ્યું હતું.

English summary
The Delhi High Court Wednesday issued notice to the Central Bureau of Investigation (CBI) on an appeal of Congress leader Jagdish Tytler against a trial court order reopening a case against him related to the 1984 anti-Sikh riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X