14 ઓગસ્ટે કોર્પ્સ કમાન્ડર લેવલની વાતચીતનો 19મો રાઉન્ડ, ભારત અને ચીન મુદ્દાઓ પર કરશે ચર્ચા
ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક થવા જઈ રહી છે. બંને દેશો વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી સૈન્ય ગતિરોધને ઉકેલવા માટે 19મા રાઉન્ડની બેઠક યોજાવાની છે.
આ બેઠક સોમવારના રોજ એટલે કે 14 ઓગસ્ટે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ચુશુલ-મોલ્ડો મીટિંગ પોઈન્ટ પર થવાની સંભાવના છે. લગભગ ચાર મહિનાના અંતરાલ બાદ આ બેઠક યોજાઈ રહી છે. આ પહેલા 23 એપ્રિલના રોજ ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડરની 18મી મંત્રણા યોજાઈ હતી.

ANIના અહેવાલ મુજબ, ભારતીય પક્ષનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલી કરશે. વિદેશ મંત્રાલય અને ITBPના અધિકારીઓ પણ વાટાઘાટોનો ભાગ બને તેવી અપેક્ષા છે.
બંને પક્ષો અન્ય બાબતોની સાથે DBO અને CNN જંકશનને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. સંરક્ષણ સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે, આ વાતચીત દરમિયાન પૂર્વ લદ્દાખ મોરચેથી સૈનિકો પાછા ખેંચવા માટે પણ દબાણ કરી શકે છે. આ બેઠક થવાના અહેવાલો વચ્ચે બંને પક્ષો પોતપોતાની સ્થિતિને મજબૂત કરવા માટે સરહદી વિસ્તારોમાં ઝડપી બાંધકામ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય પક્ષ આ ક્ષેત્રમાં તમામ ભારતીય હિતોની રક્ષા કરતી વખતે વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા આતુર છે, અને તેણે પૂર્વ લદ્દાખના વિરોધી વિસ્તારોમાં ચીની તૈનાતીની સમકક્ષ 50,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે.












Click it and Unblock the Notifications
