For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીઃ મિંટો બ્રિજ નીચે બે બસ પાણીમાં ડૂબી, એક શખ્સનું મોત

દિલ્હીઃ મિંટો બ્રિજ નીચે બે બસ પાણીમાં ડૂબી, એક શખ્સનું મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં મૉનસૂનની તેજીથી વાપસી થઇ છે. જેના કારણે ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે. આની સાથે જ કેટલાય વિસ્તારોમાં પાણઈ ભરાઇ ગયા છે. આ દરમિયાન મિંટો બ્રિજ નીચે એકઠું થયેલ પાણીમાં બે બસ ડૂબી ગઇ. જેને પગલે એક ડ્રાઇવરનું મોત થયું છે. આ દરમિયાન ફાયર બ્રિગેડે મોર્ચો સંભાળતા કેટલાય લોકોને રેસ્ક્યૂ કર્યા. રાજધાનીના અન્ય ભાગોમાં પણ હાલાત ખરાબ છે.

bus drown

જાણકારી મુજબ દિલ્હી રેલવે સ્ટેશન પાસે મિંટો બ્રિજ નીચે ભારે વરસાદ બાદ પાણી ભરાઇ ગયું. આ દરમિયાન ત્યાં ડીટીસીની બે બસ ફસાઇ ગઇ. જેની થોડી વાર બાદ નવી દિલ્હી યાર્ડના એક કર્મચારીને ત્યાં એક મૃતદેહ તરતો મળ્યો. ટ્રૈકમૈન રામનિવાસ મીણા મુજબ તેમણે પાટા પર ડ્યૂટી દરમિયાન એક મૃતદેહ જોયો. તેઓ તરીને ગયા અને દેહને બહાર કાઢ્યો. તેમને બસની સામે મૃતદેહ તરતી હાલતમાં મળ્યો હતો. બસ ઉપરાંત કેટલાક નાના વાહનો પણ ડૂબી ગયાં છે. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડ કર્મચારીઓએ કેટલાય લોકોને રેસ્ક્યૂ કર્યા. દિલ્હી પોલીસ મુજબ મૃતકોની ઓળખ 60 વર્ષીય કુંદનના રૂપમાં થઇ છે. જે સીપીથી બસ લઇ આવી રહ્યો હતો આ દરમિયાન તેમની બસ પાણીમાં ડૂબી ગઇ હતી. તેમણે નીકળવાની કોશિશ કરી પણ સફળ ના થઇ શક્યા. તેમના શરીર પર ઇજાના ઘા નથી, એવામાં લાગી રહ્યું છે કે ડૂબવાથી તેમનું મોત થયું છે.

દિલ્હીમાં ઓરેન્જ અલર્ટ

જૂનના અંતમાં મૉનસૂન દિલ્હી પહોંચી ગયું હતું. જે બાદથી અહીં ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે. આ અઠવાડિયે વરસાદ અપેક્ષાથી ઓછો થયો હતો. હવામાન વિભાગ મુજબ શનિવારથી મૉનસૂને તેજી પકડી છે. જે કારણે સોમવાર સુધી દિલ્હીમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. આના માટે ઓરેન્જ અલર્ટ પણ જાહેર કરાયું છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમે શોધી કોરોના વેક્સિન, સપ્ટેમ્બર સુધીમાં મળશેઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમે શોધી કોરોના વેક્સિન, સપ્ટેમ્બર સુધીમાં મળશે

English summary
2 buses drown under bridge in delhi, 1 man died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X