ઉત્તર પ્રદેશમાં વિજળી પડતા 20 લોકોના મોત

આ પ્રાકૃતિક આપદાથી બે ડઝન લોકો દાઝ્યા અને મોટી સંખ્યામાં ઢોર મર્યા હોવાની સાથો-સાથ ખેડુતોની મોટા પાકને આગ લાગી હોવાની પણ માહિતી છે. લખીમપુર-ખીરી જનપદના તહસીલ મોહમ્મદી ક્ષેત્રમાં વિજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં કિશોર સહિત ચાર લોકોના મૃત્યું થયા છે.
એક બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. બીજી તરફ બે ભેંસોનું મૃત્યું પણ વિજળી પડવાથી થયું છે અને એક છપ્પર સળગી ગયું છે. વિજળીની ઝપેટમાં આવીને બન્ને જિલ્લાઓમાં કુલ 11 ઢોરો પણ કાળના મૂખમાં જતા રહ્યાં છે.












Click it and Unblock the Notifications
