મોદીની ત્રિચી રેલી સામે વિરોધ પ્રદર્શન, 200 લોકોની ધરપકડ

ત્રિચરાપલ્લી, 26 સપ્ટેમ્બર : તમિળનાડુના ત્રિચીમાં આજે યોજનારી નરેન્દ્ર મોદીની રેલીની સામે પ્રદર્શન શરૂ થઇ ગયું છે. ઘણા સંગઠન મોદીની આ રેલીની સામે પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા 200 લોકોની ધરપકડ કરી લીધી છે.

ભાજપાના વડાપ્રધા પદના ઉમેદવાર બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતમાં આજે પોતાની પહેલી રેલીને સંબોધવા જઇ રહ્યા છે. માટે તેમની લોકપ્રિયતાને ધ્યાનમા રાખતા તેમની રેલીમાં સામેલ થવાની ફીસ 10 રૂપિયા રાખવામાં આવી છે.

modi
અત્રે ઉલ્લેખનીય છે કે પૂનમલઇ વિસ્તારના ગોલ્ડન રોક રેલવે ગ્રાઉન્ડમાં યોજાનાર આ રેલીમાં ભારે ભીડ એકઠી થવાની સંભાવના છે. આ રેલીમાં સુપર સ્ટાર રજનીકાંત પણ હાજરી આપે તેવી ચર્ચા છે. ત્યાં જ તિરુચિરાપલ્લી યાત્રા પહેલા બોમ્બ મૂકાયાની સૂચના બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

મોદીએ સવારે પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરમાં મસ્તક ટેકવીને આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટરથી કોલ્લમ જિલ્લાના વલ્લિકવુમાં માતા અમૃતાનન્દમયી મઠ જવા માટે રવાના થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X