રસ્તા પર ઉતર્યું યુદ્ધ વિમાન મિરાઝ 2000

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રસ્તા પર ઉતર્યું યુદ્ધ વિમાન મિરાઝ 2000

રસ્તા પર ઉતર્યું યુદ્ધ વિમાન મિરાઝ 2000

આજે સવારે એરફોર્સના યુદ્ધ વિમાન મિરાઝ 2000ને ટ્રાયલ માટે યમુના એક્સપ્રેસ પર બે વાર લેન્ડ કરાવામાં આવ્યું. આ માટે સવારથી જ યમુના એક્સપ્રેસને બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેનાના અનેક મોટા અધિકારીઓ હાજર હતા. નોંધનીય છે કે ભારતમાં પહેલી વાર આ રીતે એક્સપ્રેસ હાઇવેને એર સ્ટ્રિપ તરીકે ઉપયોગના લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

રાજીવ ગાંધીની પૂણ્યતિથિ, સોનિયા-રાહુલે આપી શ્રદ્ધાજંલિ

રાજીવ ગાંધીની પૂણ્યતિથિ, સોનિયા-રાહુલે આપી શ્રદ્ધાજંલિ

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પૂણ્યતિથિ છે. ત્યારે વીરભૂમિ જઇને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીને શ્રદ્ધાજંલિ આપી. આ સાથે જ પ્રિયંકા ગાંધી અને રાબર્ટ વાડ્રા સાથે અનેક ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરભૂમિ પહોંચ્યા.

ઇર્દગાહ માર્ચને લઇને શ્રીનગરમાં કડક બંદોવસ્ત

ઇર્દગાહ માર્ચને લઇને શ્રીનગરમાં કડક બંદોવસ્ત

સરકારે મીરવાઇઝ મૌલવી ઉમર ફારુખના પિતાની વર્ષગાંઠ પર થનાર ઇર્દગાહ માર્ચ વિફળ કરવા માટે ખાસ પગલા ભર્યા છે. આજે કાશ્મીર બંધનું એલાન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હુર્રિયતે ઇર્દગાહ પર લોકોને એકત્રિત થવાનું કહ્યું છે. બુધવારે પણ એક રેલી દરમિયાન પાકિસ્તાનના ઝંડા લહેરાવામાં આવ્યા હતા. તેને જોતા આજે સરકારે સખ્ત પગલા લીધા છે.

પશ્ચિમ બંગાળમાં રાજકીય સંધર્ષ

પશ્ચિમ બંગાળમાં રાજકીય સંધર્ષ

પશ્ચિમ બંગાળના બિરભુમ વિસ્તારમાં રાજકીય સંધર્ષ થયા બાદ કોમ્બેટ દળના કર્મચારીઓ વિસ્તારનું પેટ્રોલિંગ કરી રહ્યા છે.

સફેદ પર્વત પર એક પશુપાલક

સફેદ પર્વત પર એક પશુપાલક

જમ્મુ કાશ્મીરના ડુબગન વિસ્તારમાં એક પશુપાલક તેના ઘેટા બકારાની સાથે આ હિમઇચ્છાદિત પર્વતોમાં લીલા ઘાસ અને સારો ચારો શોધી રહ્યો છે.

મનોજ વશિષ્ઠને તેની જ ગોળીએ માર્યો

મનોજ વશિષ્ઠને તેની જ ગોળીએ માર્યો

દિલ્હીમાં મનોજ વશિષ્ઠ એન્કાઉન્ટર મામલે એક નવો વળાંક આવ્યો છે. પોલિસ સાથેની હાથફાઇમાં મનોજને પોતાની પિસ્તોલથી નીકળેલી ગોળી વાગી છે તેવો માહિતી ફોરેસિંક, બૈલિસ્ટિક અને પોસ્ટમાર્ટમની રિપોર્ટમાં બહાર આવી છે.

મોદી ભારત-સિંગાપોરના સભ્યોને મળ્યા

મોદી ભારત-સિંગાપોરના સભ્યોને મળ્યા

બુધવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-સિંગાપુર વ્યૂહાત્મક સંવાલના સભ્યાને સાથે એક બેઠક કરી.

ગુડગાંવમાં મણીપુરી યુવકની થઇ પીટાઇ

ગુડગાંવમાં મણીપુરી યુવકની થઇ પીટાઇ

રવિવારે ગુંડગાંવમાં એક મણિપુરી યુવકની પીટાઇ મામલે બુધવારે, ડીસીપીની ઓફિસની બહાર નોર્થઇસ્ટ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું.

રંગીન ફુવારાએ બન્યા આકર્ષણનું કેન્દ્ર

રંગીન ફુવારાએ બન્યા આકર્ષણનું કેન્દ્ર

નવી દિલ્હીના રેઇસેના હિલ ખાતે ફુવારાઓમાં લાઇટનીંગ કરવામાં આવી ત્યારે તેનો નજરો ખરેખરમાં જોવા લાયક હતો.

રેલપ્રધાન ટ્રેનને માં અને બુલેટ ટ્રેનને પત્ની કહી

રેલપ્રધાન ટ્રેનને માં અને બુલેટ ટ્રેનને પત્ની કહી

કેન્દ્રીય રેલપ્રધાન સુરેશ પ્રભુ તેમના હાસ્યાસ્પદ નિવેદનો માટે જાણીતા છે માટે જ પ્રભુને જ્યારે ખરાબ રેલ પ્રશાસન અને રેલ અકસ્માતો પર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઇક આ ઉત્તર આપ્યો. અમે બન્ને (ટ્રેન અને બુલેટ) પર કામ કરીએ છીએ. ઠીક તેવી જ રીતે જે રીતે હું મારી માંને પ્રેમ કરું છું એનો મતબલ એમ નહીં કે હું મારી પત્નીને પ્રેમ નથી કરતો.

ઘર્મશાળા રેપકેસ મુખ્યમંત્રીએ કહ્યું

ઘર્મશાળા રેપકેસ મુખ્યમંત્રીએ કહ્યું "રેપ નથી થયો"

સોશ્યલ મીડિયા પર ચાર દિવસોથી સમાચારમાં રહેનારી ખબર કે જેમાં ઘર્મશાળામાં એક યુવતી જોડે બળાત્કાર થયો છે તે અંગે આજે મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે કહ્યું કે આ મામલે છોકરીની ભાળ મેળવવામાં આવી છે અને છોકરી તેની સાથે બળાત્કાર ન થયો હોવાની વાત કબૂલી છે. વધુમાં તેમણે કહ્યું કે આ મીડિયાનું કાવતરું છે.

મુસ્લિમ હોવાના કારણે કંપનીએ નોકરી ના આપી

મુસ્લિમ હોવાના કારણે કંપનીએ નોકરી ના આપી

મુંબઇમાં એક ડાયમંડ કંપનીએ એક યુવકને તે મુસ્લિમ છે તે કારણે તેને નોકરી ના આપવાનું કહેતા આ યુવક આજે પોલિસ સ્ટેશન પહોંચ્યો. જીશાન અલી ખાન નામના આ યુવક જોડે તે કંપનીનો મેલ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X