યોગ દિવસે યોગી બન્યા મોદી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

યોગ દિવસે યોગી બન્યા મોદી

યોગ દિવસે યોગી બન્યા મોદી

આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિવિધ યોગાસન કરીને તમામ લોકોને યોગ દ્વારા પોતાના સ્વાસ્થયને સુધારવાની અપીલ કરી.

ભારતે એક દિવસમાં બે વિશ્વ રેકોર્ડ બનાવ્યા

ભારતે એક દિવસમાં બે વિશ્વ રેકોર્ડ બનાવ્યા

રવિવારે, આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતે સાચા શબ્દોમાં એક કાંકરે બે નિશાન તાક્યા. આ દિવસે ભારતના નામ પર બે વિશ્વ રોકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધયા. જેમાં એક જગ્યાએ સૌથી વધુ લોકોએ યોગ કરવો અને એક સાથે સૌથી વધુ દેશાના લોકો સાથે યોગ કરવાનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે.

રેત માફિયાનો આતંક વધુ એક પત્રકારને જીવતો સળગાવ્યો

રેત માફિયાનો આતંક વધુ એક પત્રકારને જીવતો સળગાવ્યો

ઉત્તરપ્રદેશ બાદ મધ્યપ્રદેશમાં પણ એક પત્રકારને જીવતો સળગાવામાં આવ્યો. મધ્યપ્રદેશના બાલાધાટમાં 19 જૂનથી ગુમ થયેલા એક પત્રકાર સંદીપ કોઠારીની બળેલી લાશ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મળી. જે બાદ પોલિસે બે લોકોની આ મામલે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

યોગ દિવસ પર ઉપરાષ્ટ્રપતિને જ ભૂલી ગયા!

યોગ દિવસ પર ઉપરાષ્ટ્રપતિને જ ભૂલી ગયા!

ભાજપના મહાસચિવ રામ માધવે ઉપરાષ્ટ્રપતિ હમિદ અંસારીની ગેરહાજરી મામલે ટિપ્પણી તો કરી પણ, તેમાં તે હવે પોતે જ ફસાઇ ગયા. તેમણે યોગ દિવસ પર ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરી અંગે ટિપ્પણી કરી હતી. જે બાદ તેમણે સોશ્યલ મીડિયા પર આ અંગે માફી પણ માંગી. જો કે સામે પક્ષે ઉપરાષ્ટ્રપતિ કાર્યક્રમમાં આમંત્રિત ન કરાયા હોવાનું જાણાવીને સ્પષ્ટતા આપી.

જેને શીર્ષાસનની આદત હોય તે યોગસન કેવી રીતે કરે!

જેને શીર્ષાસનની આદત હોય તે યોગસન કેવી રીતે કરે!

આંતરાષ્ટ્રિય યોગ દિવસ પર ક્રોંગ્રેસ અને ભાજપ વચ્ચે આખો દિવસ આરોપ પ્રત્યારોપ ચાલતો રહ્યો. આ મામલે ક્રોંગ્રેસે જ્યાં ભાજપને યોગ દ્વારા રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો ત્યાં જ આમંત્રણ બાદ પર ક્રોંગ્રેસી નેતાઓની ગેરહાજરી મામલે ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે "ક્રોંગ્રેસને શીર્ષાસન કરવાની આદત છે તો તે યોગસન કેવી રીતે કરે?

નેવીએ

નેવીએ "જિંદલ કામાક્ષી"ના 20 સદસ્યોને બચાયા

મુંબઇ પાસે અરબ સાગરમાં ડૂબતા વેપારી જહાર જિંદલ કામાક્ષીના તમામ 20 સદસ્યોને ભારતીય નૌકાદળે સફળતાપૂર્વક બચાવી લીધા છે. એક તરફ ઝૂકેલા આ જહાજે મદદ માંગતા વસઇ તટ પર હાજર હેલિકોપ્ટર દ્વારા તમામ લોકોને બચાવવામાં આવ્યા છે.

કાશ્મીરમાં આતંકી હુમલો બે આંતકી સમેત એક નાગરિકની મોત

કાશ્મીરમાં આતંકી હુમલો બે આંતકી સમેત એક નાગરિકની મોત

જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાબળો અને આંતકી બળો વચ્ચે રવિવાર રાતથી ચાલુ થયેલ એન્કાઉન્ટમાં બે આતંકઓને સેનાએ મારી નાંખ્યા છે. જો કે આ ધટનામાં એક સ્થાનિક નાગરિકની પણ મોત થઇ છે.

દિલ્હીના 15 હજાર ડોક્ટર હડતાલ પર

દિલ્હીના 15 હજાર ડોક્ટર હડતાલ પર

દિલ્હીના સરકારી હોસ્પિટલના લગભગ 15 હજાર ડોક્ટરો આજે હડતાલ પર ઉતર્યા છે. આ રેઝિડંટ ડોક્ટરો પ્રશાન દ્વારા અપાતી કંગાળ સ્થિતિનો વિરોધમાં હડતાલ પર છે. તેમનું કહેવું છે કે તેમની પાસે ઇલાજ માટે ના કોઇ દવાઓ છે ના જ મશીન. વધુમાં સાફ સફાઇની પણ હાલત ગંભીર છે. જો કે ડોક્ટરોની હડતાલના કારણે ગરીબ દર્દીઓની હાલત કફોડી થઇ ગઇ છે.

8 દિવસ છે, 2005 પહેલાના નોટ પરત કરવા માટે

8 દિવસ છે, 2005 પહેલાના નોટ પરત કરવા માટે

જો તમારી પાસે વર્ષ 2005 પહેલાની કોઇ નોટ હોય તો તેને બેંકમાં બદલાવા માટે હવે તમારી પાસે ખાલી 8 દિવસ છે. 30 જૂન સુધી આ તમામ 500 થી લઇને 1000 રૂપિયાના નોટ બેંકમાં જમા કરવાના છે. રિઝર્વ બેંકે વર્ષ 2005ના પહેલાની નોટને રદ્દ કરવાનું જાહેર કર્યું છે જે અંતર્ગત તમારી પાસે પણ કોઇ આવી નોટ હોય તો તેને નજીકની બેંકમાં જમા કરાવો.

મોદીને કરી અપીલ કહ્યું

મોદીને કરી અપીલ કહ્યું "યોગને કમોડિટી ન બનાવો"

રવિવારે, આંતરાષ્ટ્રિય યોગ દિવસ પર આયોજીત આંતરાષ્ટ્રિય સેમિનારમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગે કરોડો લોકોના સ્વાસ્થયને ઠીક કર્યું છે. તેનો વેપાર ના થવો જોઇએ. અને તેને બધાના માટે ખુલ્લુ મૂકવું જોઇએ.

જગેન્દ્ર હત્યા કેસ મામલે સુપ્રિમ કોર્ટે આપી નોટિસ

જગેન્દ્ર હત્યા કેસ મામલે સુપ્રિમ કોર્ટે આપી નોટિસ

ઉત્તર પ્રદેશમાં પત્રકાર જગેન્દ્રને જીવતો બાળ્યા બાદ સુપ્રિમ કોર્ટે નોટિસ ફટકારીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આ મામલે જવાબ માંગ્યો છે. વધુમાં તેણે સીબીઆઇની તપાસની માંગ કરી છે. તથા કોઇ પણ પત્રકારની સંદિગ્ધ હાલતમાં હત્યા થાય તો તેની તપાસ કોર્ટની દેખરેખમાં થશે તેવી જાહેરાત કરી છે.

લાલૂ કહ્યું ભાજપના નેતાઓની ચરબી વધી ગઇ છે

લાલૂ કહ્યું ભાજપના નેતાઓની ચરબી વધી ગઇ છે

યોગ દિવસ પર આરજેડી પ્રમુખ લાલુ યાદવે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ગરીબ માણસને યોગ કરવાની જરૂર નથી પડતી. ગરીબોનું ભોજન ચોરી કરીને ખાનાર ભાજપના નેતાઓની ચરબી વધી ગઇ છે. માટે મોદી તેમને યોગ કરાવે છે. વધુમાં તેમણે કહ્યું કે ખરેખરમાં આ યોગ નથી આ યોગ પર રાજનિતિ છે.

કિરણ બેદીએ કહ્યું યોગથી વરસાદ આવ્યો

કિરણ બેદીએ કહ્યું યોગથી વરસાદ આવ્યો

ભાજપના નેતા એવા કિરણ બેદીએ યોગ દિવસ પર વિચિત્ર નિવેદન કર્યું. તેમણે કહ્યું કે "યોગનો ચમત્કાર તો જુઓ દિલ્હીમાં વરસાદ શરૂ થઇ ગયો" જે બાદ સોશ્યલ મીડિયા પર બેદીની આ ટ્વિટ પર લોકોને તેમની ભારે મજાક ઉડાવી હતી. નોંધનીય છે કે રવિવારે દિલ્હી ખાતે યોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ ત્યાં જોરદાર વરસાદ થયો.

રાષ્ટ્રપતિએ કરી યોગ દિવસની શરૂઆત

રાષ્ટ્રપતિએ કરી યોગ દિવસની શરૂઆત

રવિવારે, આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે માસ યોગ ઇવેન્ટની આ રીતે ઢોલ વગાડીને શરૂઆત કરી.

કેજરીવાલે યોગ દિવસ પર આપી યોગી સેલ્ફી

કેજરીવાલે યોગ દિવસ પર આપી યોગી સેલ્ફી

રવિવારે, દિલ્હીમાં યોજવામાં આવેલ આંતરાષ્ટ્રિય યોગ દિવસ પર દિલ્હીના મુખ્યમંત્રી તેમના તમામ મોટા વરિષ્ઠ નેતાઓ સાથે રાજપથ પર યોજવામાં આવે મેગા યોગ ઇવેન્ટમાં હાજર રહ્યા. જ્યાં ઇવેન્ટ બાદ કેટલાક શુભેચ્છકો જોડે તેમણે સેલ્ફી પર પડાવ્યા.

જાતિ અને ધર્મની સીમામાં યોગને ના બાંધો

જાતિ અને ધર્મની સીમામાં યોગને ના બાંધો

રવિવારે, લખનઉમાં આંતરાષ્ટ્રિય યોગ દિવસ પર કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સીઆરપીએફ અને સેનાના જવાનો સાથે મળી યોગ કર્યો. જેમાં મુસ્લિમ સમાજના પણ અનેક લોકોએ હાજરી આપી. આ પર પૂછતા તેમણે કહ્યું કે યોગને ધર્મની સીમામાં ના બાંધવો જોઇએ.

કોલકત્તાના નાના ભૂલકાઓ કર્યો યોગ

કોલકત્તાના નાના ભૂલકાઓ કર્યો યોગ

રવિવારે, આંતરાષ્ટ્રિય યોગ દિવસ પર કોલકત્તામાં પણ માસ યોગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નાના બાળકોએ પણ યોગની વિવિધ કસરતો કરીને લોકોને ચકિત કરી દીધા.

દિલ્હીમાં વિંકલાંગએ બતાવ્યું યોગનું મહત્વ

દિલ્હીમાં વિંકલાંગએ બતાવ્યું યોગનું મહત્વ

રવિવારે, દિલ્હીમાં આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે વિંકલાગ લોકોએ યોગના વિવિધ આસનો કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.

દુનિયાની સૌથી ઊંચી અને વિષમ જગ્યાએ પણ યોગ

દુનિયાની સૌથી ઊંચી અને વિષમ જગ્યાએ પણ યોગ

સિયાચીનને ભારતની સૌથી ઊંચી અને વિષમ જગ્યા માનવામાં આવે છે. અને આ જગ્યાએ ભારતીય સૈન્ય દિવસ રાત ખડેપગે દેશની રક્ષા કરે છે. ત્યારે રવિવારે, આંતરાષ્ટ્રિય યોગ દિવસે સીયાચીનના ભારતીય સેનાના જવાનોએ કાતિલ ઠંડી વચ્ચે યોગ કાર્યક્રમ કર્યો.

કારગીલમાં પણ ઉજવાયો યોગ મહોત્સવ

કારગીલમાં પણ ઉજવાયો યોગ મહોત્સવ

રવિવારે, કારગિલમાં સેનાના જવાનોએ માસ યોગ ઇવેન્ટમાં ભાગ લઇને યોગ દ્વારા શાંતિના સંદેશો દુનિયાને આપ્યો.

અનંતનાગમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ કર્યો યોગ

અનંતનાગમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ કર્યો યોગ

રવિવારે, આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે કાશ્મીર શાળાની વિદ્યાર્થીઓએ યોગ કરી સાબિત કર્યું કે યોગને ધર્મ સાથે ના સાંકળવો જોઇએ.

આગ્રામાં RSSએ કર્યું યોગ

આગ્રામાં RSSએ કર્યું યોગ

રવિવારે, આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે આગ્રામાં તાજ મહેલ પાસે RSSના કાર્યકર્તાઓએ યોગ અને સૂર્યનમસ્કાર કરીને યોગનું મહત્વ લોકોને સમજાયું.

ભોપાલમાં જેલ કેદીઓએ કર્યું યોગ

ભોપાલમાં જેલ કેદીઓએ કર્યું યોગ

રવિવારે, ભોપાલમાં સેન્ટ્રલ જેલના કેદીઓએ આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે યોગ કરીને તન અને મનની શાંતિ અનુભવવાનો પ્રયાસ કર્યો.

કોલકત્તામાં પાયેલા પ્રાણીઓ સાથે માલિકો કર્યો વોટર યોગા

કોલકત્તામાં પાયેલા પ્રાણીઓ સાથે માલિકો કર્યો વોટર યોગા

રવિવારે, આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે પેટ આક્વા જીમ ખાતે લોકોએ તેમના પાયેલા પ્રાણીઓ સાથે વોટર યોગા કર્યું. આ અનોખા યોગામાં પાયેલા પ્રાણીઓ અને તેના માલિકો બન્નેની કસરત થઇ.

બેંગ્લોરમાં શિલ્પા શેટ્ટીએ લોકોને કરાવ્યું યોગ

બેંગ્લોરમાં શિલ્પા શેટ્ટીએ લોકોને કરાવ્યું યોગ

રવિવારે, આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એક માસ યોગા ઇવેન્ટમાં ભાગ લીધો. જેમાં તેણે લોકોને અનેક યોગ આસન કરીને બતાવ્યા. વધુમાં તેણે યોગ ગુરુ વચનાનંદ અને કર્ણાટકાના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સાથે એક સેલ્ફી પણ ખેંચ્યું.

ટાઇગર શ્રોફ અને કિર્તીએ પણ કર્યું યોગ

ટાઇગર શ્રોફ અને કિર્તીએ પણ કર્યું યોગ

રવિવારે, મુંબઇમાં આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે યોજવામાં આવેલે એક ઇવેન્ટમાં ટાઇગર શ્રોફ અને કિર્તિ સનોને યોગ કરીને લોકોને પણ યોગ દ્વારા સ્વસ્થ રહેવાની અપીલ કરી.

રાખી સાવંત અને રાજૂ શ્રીવાસ્તવે કર્યું યોગ

રાખી સાવંત અને રાજૂ શ્રીવાસ્તવે કર્યું યોગ

તો બીજી તરફ રવિવારે, મુંબઇમાં આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંત અને જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવે પણ યોગ કર્યું

ગુવાહાટીમાં અમ્બુબાચી મેળાનો અંતિમ દિવસ

ગુવાહાટીમાં અમ્બુબાચી મેળાનો અંતિમ દિવસ

રવિવારે, ગુવાહાટીમાં માં કામાખ્યાના મંદિર ખાતે અમ્બુબાચી મેળાની પૂર્વ સંધ્યાએ નાગા બાવાઓ મોટું સરધસ નીકાળીને માતાના આગમનને વધાવ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X