For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 22 વિપક્ષોની માંગ, 'અમ્ફાન'ને રાષ્ટ્રીય વિપત્તિ ઘોષિત કરો

વિપક્ષી દળોએ એક સૂરમાં મોદી સરકારને અમ્ફાન વાવાઝોડાને રાષ્ટ્રીય વિપત્તિ ઘોષિત કરવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારતને સંપૂર્ણપણે પોતાની ચપેટમાં લઈ લીધુ છે. દરેક સંભવ કોશિશો બાદ પણ સંક્રમણના ફેલાવ પર કાબુ મેળવી શકાયો નથી. આના માટે વિપક્ષે સીધી રીતે મોદી સરકારની નબળી રણનીતિને જવાબદાર ગણાવી છે. કોરોના વાયરસ માટે 22 વિપક્ષી દળોએ શુક્રવારે બેઠક કરી હતી. આ બેઠકમાં ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભીષણ વિનાશ કરનાર વાવાઝોડા અમ્ફાન વિશે વાત કરવામાં આવી. વિપક્ષી દળોએ એક સૂરમાં મોદી સરકારને અમ્ફાન વાવાઝોડાને રાષ્ટ્રીય વિપત્તિ ઘોષિત કરવાની માંગ કરી છે.

sonia ganhdi

ઉલ્લેખનીય છે કે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી ચક્રવાતી વાવાઝોડાથી 76 લોકોના જીવ જઈ ચૂક્યા છે. સરકારે મૃતકો માટે 2-2 લાખ રૂપિયાના વળતરનુ એલાન કર્યુ છે અને ખુદ પીએમ મોદીએ શુક્રવારે હેલીકૉપ્ટરથી વાવાઝોડાના વિનાશનુ નિરીક્ષણ કર્યુ. બેઠકમાં વિપક્ષે સરકારને ઘેરીને અમ્ફાનને રાષ્ટ્રીય વિપત્તી ઘોષિત કરવાની માંગ કરી છે. જો કે આ બેઠકથી સપા, બસપાઅને આપે અંતર જાળવ્યુ છે.

કોંગ્રેસ પ્રવકતા આરએ સુરજેવાલાએ પોતાના એક ટ્વિટમાં જણાવ્યુ કે કોરોના વાયરસ અને આર્થિક મહામારી પર ચર્ચા માટે 22 રાજકીય દળોની બેઠક બોલાવવામાં આવી. આ દરમિયાન પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન સાયક્લોનથી થયેલા મોત પર શોક વ્યક્ત કરવામાં આવ્યો. બેઠકમાં વિપક્ષી દળોએ કુદરતી આફતનો સામનો કરવામાં રાજ્યની પૂરતી મદદનુ આહ્વવાન કર્યુ. 22 દળોના નેતાઓએ આ અંગે એક પ્રસ્તાવ પણ પાસ કર્યો છે. સોનિયા ગાંધીના આહ્વવાન પર આયોજિત કરવામાં આવેલી આ બેઠકમાં પૂર્વ પીએમએચડી દેવગૌડા, રાહુલ ગાંધી, શરદ પવાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહ્યા.

ડૉ. હર્ષવર્ધને WHO એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેનનો પદભાર સંભાળ્યો, નિભાવશે મહત્વની ભૂમિકાડૉ. હર્ષવર્ધને WHO એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેનનો પદભાર સંભાળ્યો, નિભાવશે મહત્વની ભૂમિકા

English summary
22 Opposition parties chaired demand to declare Amphan as national disaster
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X