મરકજ બિલ્ડિંગમાં હાજર 24 લોકો પૉઝિટીવ, કેજરીવાલે બોલાવી હાઈ લેવલ બેઠક

નિઝામુદ્દીનમાં સ્થિત મરકજ ભવનના મુદ્દે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.

દેશમાં કોરોના વાયરસ (કોવિડ-19)ના ઝડપથી વધી રહેલા કેસોને રોકવા માટે કેનદ્ર અને રાજ્ય સરકારો પૂરી કોશિશમાં લાગેલી છે. વળી, દિલ્લીના નિઝામુદ્દીનમાં તબ્લીગ-એ-જમાતમાં ભાગ લેનારાઓના કારણે સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. અહીંથી 860 લોકોને બહાર કાઢીને અલગ અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે 24 લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.

સ્ક્રીનિંગ ચાલી રહી છે

સ્ક્રીનિંગ ચાલી રહી છે

દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ, ‘અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ત્યાં 1500-1700ની આસપાસ લોકો છે. 1033 લોકોને બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 334 લોકોને હોસ્પિટલ અને 700 આસપાસ લોકોને ક્વૉરંટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સ્ક્રીનિંગ ચાલી રહ્યુ છે. મરકજમાં રોકાયેલા 24 લોકો પૉઝિટીવ મળી આવ્યા છે.'

તેમણે બહુ મોટો ગુનો કર્યો છે

તેમણે બહુ મોટો ગુનો કર્યો છે

તેમણે આગળ કહ્યુ કે, ‘જે આયોજક છે તેમણે બહુ મોટો ગુનો કર્યો છે. આખા દેશ અને દિલ્લીન અંદર ઈમરજન્સી અને મહામારી રોગ એક્ટ લાગુ હતો. મે ખુદ લેફ્ટનન્ટ ગવર્નરને આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે. દિલ્લી સરકારે આ લોકો સે એફઆઈઆર નોંધવાના નિર્દેશ આપ્યા છે.'

સીએમ આવાસ પર ઉચ્ચ-સ્તરીય બેઠક

સીએમ આવાસ પર ઉચ્ચ-સ્તરીય બેઠક

નિઝામુદ્દીનમાં સ્થિત મરકજ ભવનના મુદ્દે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર છે. તમને જણાવી દઈએ કે દિલ્લીના હજરત નિઝામુદ્દીન સ્થિત મરકજમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, સઉદી અરબ અને કિર્ગિસ્તાન સહિત ઘણા દેશોના લગભગ 2500થી વધુ લોકોએ 1થી 15 માર્ચ સુધી તબ્લીગ-એ-જમાતમાં ભૈગ લીધો હતો.

1400 લોકો અહીં રોકાયા હતા

1400 લોકો અહીં રોકાયા હતા

માહિતી અનુસાર 1 માર્ચ અને 14 માર્ચ બાદ પણ અહીં 1400 લોકો રોકાયા હતા. ગયા સોમવારે નિઝામુદ્દીન સ્થિત મરકજમાં શામેલ થનારા છ લોકોની તેલંગાનામાં કોરોના વાયરસના કારણે મોત થઈ ગયુ. વળી, અંદમાનમાં 10 લોકોના રિપોર્ટમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ. આ 10માંથી 9 લોકો એ છે જે દિલ્લીની મરકજમાં શામેલ થયાહતા. 10મી સંક્રમિત મહિલા પણ આમાંથી એકની પત્ની છે જે દિલ્લીના નિઝામુદ્દીન સ્થિત મરકજમાં શામેલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X