ભારતે અમેરિકાને કહ્યું; 1 વર્ષ માટે હેડલીને સોંપો

પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી સુધી પહોંચ પ્રાપ્ત કરવાના પોતાના તાજા પ્રયત્ન હેઠળ ભારતે અમેરિકી અધિકારીઓને આગ્રહ કર્યો છે કે તે હેડલીને એક વર્ષ માટે 'અસ્થાઇ' રીતે તેમને સોંપી દે. અમેરિકાએ હેડલીના પ્રત્યાર્પણમાં અક્ષમતા દર્શાવી હતી ત્યારબાદ ભારતે આ આગ્રહ કર્યો હતો. આ આગ્રહ ગત મહિને વોશિંગ્ટનમાં આયોજીત ભારત-અમેરિકા ગૃહ સુરક્ષા વાર્તા દરમિયાન કરવામાં આવ્યો હતો.
આ વાતચીતમાં ભાગ લઇ ચૂકેલા એક ઉચ્ચ ભારતીય અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે અમેરિકી વાર્તાકારોએ આ આગ્રહ પર સક્રિયતાપૂર્વક વિચાર કરવાનું અમને આશ્વાસન આપ્યું છે. અમેરિકાએ ભારતને એ પણ આશ્વાસન આપ્યું છે કે તે હેડલીને પાકિસ્તાની મૂળના કનાડાઇ મિત્ર રાણાના પ્રત્યર્પણ પર સકારાત્મક રૂપથી વિચાર કરશે. રાણાએ પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબા માટે 26 નવેમ્બરના રોજ હુમલાની સમીક્ષા માટે હેડલીની મદદ લીધી હતી.












Click it and Unblock the Notifications
