સતત હાવી થઈ રહ્યો છે કોરોના વાયરસ, 24 કલાકમાં મળ્યા 26291 દર્દી, સક્રિય કેસ પણ વધ્યા

મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસોએ આરોગ્ય મંત્રાલયની ચિંતાઓ વધારી દીધી છે.

નવી દિલ્લીઃ મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસોએ આરોગ્ય મંત્રાલયની ચિંતાઓ વધારી દીધી છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસ દરમિયાન દેશમાં કોરોના વાયરસના 26,291 નવા દર્દી મળ્યા છે. આ ઉપરાંત 118 લોકોના જીવ કોરોના વાયરસના કારણે ગયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા વધીને 1,13,85,339 થઈ ગઈ છે જેમાંથી 1,10,07,352 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા આવી ચૂક્યા છે.

coronavirus

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં રિકવર થનાર લોકોની સંખ્યા 17455 રહી જે કોરોના વાયરસના નવા મળેલા દર્દીઓની સંખ્યાથી ઓછી છે અને આના કારણે સક્રિય કેસ વધીને 2,19,262 થઈ ગયા છે. વળી, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 1,58,725 લોકોના જીવ જઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં હાલમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કાના રસીરકરણ અભિયાનમાં અત્યાર સુધી 2,99,08,038 લોકોને કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લૉકડાઉન

તમને જણાવી દઈએ કે હાલમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળી રહ્યા છે. સતત વધી રહેલા મામલાને જોતા મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં લૉકડાઉન પણ લગાવી દેવામાં આવ્યુ છે. એકલા નાગપુરમાં રવિવારે કોરોના વાયરસના 2252 નવા કેસ મળ્યા છે. નાગપુરમાં સરકાર પહેલેથી જ 15 માર્ચથી લઈને 21 માર્ચ સુધી સંપૂર્ણ લૉકડાઉનનુ એલાન કરી ચૂકી છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ કોરોના વાયરસના દૈનિક કેસોમાં વધારો થયો છે ત્યારબાદ રાજ્ય સરકારે લોકોને નિયમોનુ પાલન કરવાની અપીલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X