એક હોનારતે જીવનનો નજરીયો બદલી નાંખ્યો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભૂંકપમાં માર્યા ગયેલા લોકોના પરિવારને મળશે 6 લાખ રૂપિયા

ભૂકંપનાના લીધે ભારતના દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામમાં વિસ્તારોમાં અત્યારસુધીમાં 101 લોકોની મૃત્યુ થઇ છે.ત્યારે કેન્દ્ર સરકારે ભૂકંપમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 6 લાખ રૂપિયાની સહાય અને ગંભીરરૂપે ગાયલ લોકોને 50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.

5 હજારથી પણ વધુ પ્રવાસીઓ ભારત

5 હજારથી પણ વધુ પ્રવાસીઓ ભારત

પરત ફર્યા નેપાળમાંથી આવેલા ભયંક ભૂંકપ બાદ નેપાળમાં ફસાયેલા ભારતીયોને ભારતીય લશ્કરના યુદ્ધ જહાજની મદદથી મોટી સંખ્યામાં ભારત લાવવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં અંદાજે 5 હજાર લોકોને નેપાળથી ભારત લાવવામાં આવ્યા છે.

ભૂકંપના ભય હેઠળ નીકાળી રાતો

શનિવારે આવેલા ભૂકંપ બાદ યુપી અને બિહારના લોકોમાં ભૂકંપના ડર એ કદર બેસી ગયો છે કે લોકો ઘરની બહાર જ રાત પસાર કરી રહ્યા છે. વધુમાં ભૂકંપબાદના હળવા ઝાટકાના લીધે લોકો બે રાતોથી ડરના ભય હેઠળ જાગી રહ્યા છે

રસ્તા પર ઉતરી આવી હોસ્પિટલ

રસ્તા પર ઉતરી આવી હોસ્પિટલ

લખનઉમાં રવિવારે ભૂંકપ બાદ આવનાર આવતા આફ્ટર શોક કારણે લખનઉના કુત્રિમ અંગ કેન્દ્રના દર્દીઓને રસ્તા પર બેડ લગાવી સુવડાવી દેવામાં આવ્યા હતા. વારંવાર ભૂકંપના આચકાના કારણે પડતી તકલીફને રોકવા દર્દીઓના બેડ બહાર જ લગાડી દેતા આ રસ્તો જ હોસ્પિટલ બની ગયો હતો.

ભૂકંપ પછી રિપેરકામ શરૂ

ભૂકંપ પછી રિપેરકામ શરૂ

કોલકત્તામાં ભૂંકપના કારણે ફ્લાયઓવરમાં પડેલી તિરાડને વર્કરો પૂરી રહ્યા છે.

કોલકત્તાના સીટી માર્કેટમાં આગ

કોલકત્તાના સીટી માર્કેટમાં આગ

રવિવારે કોલકત્તાના સીટી માર્કેટમાં કપડાની દુકાનમાં આગ લાગતા ફાયરબ્રિગ્રેડના અધિકારીઓ ઊંચી ક્રેન દ્વારા પાણી નાંખી આગ બૂઝાવાની કોશિષ કરી રહ્યા છે.

સ્પેનના વિદેશ મંત્રી ભારતમાં

સ્પેનના વિદેશ મંત્રી ભારતમાં

સ્પેનના વિદેશ મંત્રી જોસ મૈનુઅલ ગાર્સિયા રવિવારે ભારતની મુલાકાત અંતર્ગત દિલ્હીમાં રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીના સ્મારકને પુષ્પાજંલી આપી હતી.

દિલ્હીમાં શૌર્ય ચક્ર સમારોહ

દિલ્હીમાં શૌર્ય ચક્ર સમારોહ

રવિવારે, દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સૈનિક વિક્રમની પત્ની સુશીલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે શૌર્ય ચક્ર લઇ રહી

લેફ્ટિનેંટ કર્નલ સંકલ્પ કુમારને શૌર્ય ચક્ર

લેફ્ટિનેંટ કર્નલ સંકલ્પ કુમારને શૌર્ય ચક્ર

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ સંરક્ષણ પ્રતિષ્ઠાપન સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લેફ્ટનન્ટ કર્નલ સંકલ્પ કુમારી પત્ની પ્રિયાને શૈર્ય એવોર્ડ એનાયત કર્યો ત્યારબાદ તે ત્યાંથી પસાર થઇ રહી છે.

દિલ્હી-લખનૌની ડબર ડેકર ટ્રેનનો શુભરાંભ

દિલ્હી-લખનૌની ડબર ડેકર ટ્રેનનો શુભરાંભ

રવિવારે દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશનથી દિલ્હી-લખનૌની ડબલ ડેકર ટ્રેનને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ લીલી ઝંડી આપી તેનો શુભારંભ કર્યો.

તે ડર, તે ભયાવહતા ભૂલાતી નથી

તે ડર, તે ભયાવહતા ભૂલાતી નથી

દિલ્હીમાં રવિવારે નેપાળમાં ભૂકંપની ભયાવહતાને નરી આંખે જોઇને એક મહિલા તેની પુત્રી સાથે ભારતના દિલ્હી એરપોર્ટ પર સહી સલામત પરત ફરી પણ આંખોમાં તે ડર હજી પણ હતો ત્યારે તેની પુત્રી તેની માતાને હસાવાનો પ્રયાસ કરી રહી છે.

એક હોનારતે જીવનનો નજરીયો બદલી નાંખ્યો.

એક હોનારતે જીવનનો નજરીયો બદલી નાંખ્યો.

આ તસવીર નેપાળથી ભારત સહી સલામત પરત ફરેલા યાત્રીઓની છે. તેમની આંખોમાં સ્વજનોને ફરી જોવાની આશ છે. ભૂંકપ આ લોકોના જીવનનું મહત્વ બહુ કઠોર રીતે સમજાવી દીધું છે.

પ્રાર્થના માટે ઉઠ્યા હાથ

પ્રાર્થના માટે ઉઠ્યા હાથ

મુંબઇના ભારત અને નેપાળમાં આવેલા ભયાનક ભૂંકપમાં માર્યા ગયેલા લોકોને થાણેવાસીઓએ શ્રદ્ધાંજલી આપી.

ભૂકંપ બાદ અલ્હાબાદમાં કરાઇ વિશેષ

ભૂકંપ બાદ અલ્હાબાદમાં કરાઇ વિશેષ

પૂજા અલ્હાબાદમાં ભૂકંપ બાદ નેપાળ અને ભારતમાં માર્યા ગયેલા લોકોની આત્મની શાંતિ માટે ગંગા નદીના કિનારે ખાસ પૂજા કરવામાં આવી.

અન્ડર 14 ફૂટબોલ ટીમ પરત ફરી

અન્ડર 14 ફૂટબોલ ટીમ પરત ફરી

રવિવારે દિલ્હી ખાતે, નેપાળ ગયેલી અન્ડર 14 ફૂટબોલ મહિલા ટીમ, નેપાળમાં થયેલા ભૂકંપ બાદ સફળતા પૂર્વક ભારત પરત ફરી.

જમ્મુ કાશ્મીરમાં સેના ભર્તી દરમિયાન હંગામો

જમ્મુ કાશ્મીરમાં પ્રાદેશિક ભર્તી કાર્યક્રમ દરમિયાન બીજા પ્રદેના યુવકો પણ ભર્તી કાર્યક્રમમાં હાજર રહેતા બલાલ થઇ ગઇ. અને છેવટે પોલિસે લાઠી ચાર્જ કરી ભીડને ભગાડવી પડી.

તેલગુ એક્ટ્રેસની ધરપકડ

લાલ ચંદનની દાણચોરી મામલે તેલગુ અભિનેત્રી નીતુ અગ્રવાલની આજે પોલિસે ધરપકડ કરી છે. નોંધનીય છે કે તે આ મામલે પાછલા કેટલાક દિવસથી ફરાર હતી. પણ સોમવારે પોલિસને તેને પકડવામાં સફળતા મળી છે.

હાથીનું બચ્ચુ કૂવામાં પડી ગયું

કેરલના અર્નાકુલમ પાસે આવેલા ગામ કોઠામંગલમમાં એક 2 વર્ષનું હાથીનું બચ્ચુ કૂવામાં પડી જતા ગ્રામીણ લોકોએ કલાકોની મહેનત કરીને તેને બહાર હેમખેમ નીકાળ્યું.

શ્રીનગરમાં "સ્વચ્છ ભારત અભિયાન"

શ્રીનગરમાં આજે જમ્મુ કાશ્મીર NCCની ગર્લ્સ બટાલિયન અને સરકારી શાળાની વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લઇને કરી શ્રીનગરની સફાઇ. વધુમાં તેમણે લોકોને કાશ્મીર સ્વચ્છ રાખવા કર્યા જાગૃત.

પશ્ચિમ બંગાળમાં સર્હુલ ઉત્સવ

પશ્ચિમ બંગાળમાં સર્હુલ ઉત્સવ

પશ્ચિમ બંગાળના જલપાઇગુડ્ડીમાં સર્હુલ ઉત્સવ નિમિત્તે સામુહિક લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવક યુવતીઓએ ભાગ લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X