For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આસપાસ: સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો વિરોધ

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ઓએનજીસીના કૂવામાં લાગી આગ

ઓએનજીસીના કૂવામાં લાગી આગ

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા ઓએનજીસીના કૂવામાં ગઇકાલે આગ લાગી ગઇ હતી. જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આખુ મેદાન બળી ગયું હતું. ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો.

આનંદીબહેનના કેબિનેટ વિસ્તરણની શક્યતા

આનંદીબહેનના કેબિનેટ વિસ્તરણની શક્યતા

આનંદીબહેનના કેબિનેટ વિસ્તરણની શક્યતા, સ્થાનિક સ્વરાજ્યને લઈ વિસ્તરણની શક્યતા, વિવાદમાં રહેલા પ્રધાને પડતા પણ મુકાઇ શકે છે.

વાસણામાં લાગી આગ

વાસણામાં લાગી આગ

વાસણાના પ્રવીણનગર પાસે લાકડાના પીઠામાં લાગી આગ,ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે,આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ.

ફસાયા 167 કર્મચારી

ફસાયા 167 કર્મચારી

યુનિ. અને સરકાર વચ્ચે ફસાયા 167 કર્મચારી, 25 વર્ષથી કામ કરતા કર્મચારીઓ, કર્મચારીઓને ગુજરાત સરકાર નથી માનતી પોતાના કર્મચારી.

ઇસ્કોન મોલ ચોરી મામલો

ઇસ્કોન મોલ ચોરી મામલો

ઇસ્કોન મોલમાં લોકર તોડીને લાખોની મતા ચોરવાના મામલે આજે અચાનક લોકર માલિક સામે આવ્યો હતો. જોકે ચોરીની ફરિયાદ ઇસ્કોન મોલના સત્તાધિશોએ કરી હતી.

સ્ટેચ્યુ ઑફ યુનિટીનો વિરોધ

સ્ટેચ્યુ ઑફ યુનિટીનો વિરોધ

ધારાસભ્ય છોટુ વસાવાના રાજ્ય સરકાર પર પ્રહારો, ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનો કરાયો વિરોધ, આદિવાસીઓને પહેલા ન્યાય આપો બાદમાં ઉજવણી કરો. સ્ટેચ્યુ ઑફ યુનિટીનો વિરોધ કરાયો,નર્મદા ડેમના વિસ્થાપિતોને ન્યાય આપવા માગણી, આદિવાસી વિસ્તારમાં શિક્ષણ,રોજગારી સહિતના પ્રશ્નોને કરી માગ.

કર્ણાવતી ક્લબનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સીલ

કર્ણાવતી ક્લબનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સીલ

કર્ણાવતી ક્લબનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સીલ, મ્યુનિ, દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરાયું સીલ, જમીન વિવાદને લઈ મ્યુનિ.એ કર્યું સીલ.

સરપંચના પુત્રએ કરી હત્યા

સરપંચના પુત્રએ કરી હત્યા

બોડેલી તાલુકાના બામરોલીના મહિલા સરપંચના પુત્રએ ગામના એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. સરપંચના પુત્રને એવી શંકા હતી કે તેની પત્નીનું તે યુવાન સાથે લફરું ચાલે છે.

બીસીએ પ્રમુખ પોપ પટેલને બનાવાયા

બીસીએ પ્રમુખ પોપ પટેલને બનાવાયા

વડાદરા ક્રિકેટ એસોસિએશનની બેઠક ખૂબ જ વિવાદાસ્પદ રહી. બીસીએ પ્રમુખ સમરજીત સિંહ બેઠક છોડીને જતા રહેતા જૂથે પોપ પટેલને નવા પ્રમુખ બનાવી દીધા.

ન.પા.ની સામાન્યસભામા ભાજપના સભ્યો દ્વારા હંગામો

ન.પા.ની સામાન્યસભામા ભાજપના સભ્યો દ્વારા હંગામો

ન.પા.ની સામાન્યસભામા ભાજપના સભ્યો દ્વારા હંગામો, વિપક્ષના સભ્ય ઈકબાલ ઉસ્માનીએ પ્રશ્ન કરતા થયો હંગામો. ન.પા પ્રમુખ સ્થાનેથી થતા કામો પર પ્રશ્ન કરતા ભાજપે સામાન્યસભા અધવચ્ચેથી બરખાસ્ત કરી, વિપક્ષના સભ્ય ઈકબાલ ઉસ્માનીએ એજન્ડા ફાડ્યો.

મિલકત લે-વેચ મામલે ફાયરિંગ

મિલકત લે-વેચ મામલે ફાયરિંગ

રાધનપુરમાં નવાબની મિલકત લે-વેચ મામલે ફાયરિંગ,પૂર્વ મિલકતમાલિક કબજો લેવા આવતાં મિલકત ખરીદનાર રસિકભાઈ બાબીએ કર્યું ફાયરિંગ.

નેપાળ પ્રવાસે ગયેલા અમરેલીના 70 યાત્રીઓની પાછા ફર્યા

નેપાળ પ્રવાસે ગયેલા અમરેલીના 70 યાત્રીઓની પાછા ફર્યા

નેપાળના પ્રવાસે ગયેલા તમામ 70 યાત્રિકો સુરક્ષિત,આજે બપોરે ભારતની સીમામાં કર્યો પ્રવેશ, આગામી બે દિવસમાં અમરેલી પરત ફરશે.

શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ

શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ

શોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે મુંબઈ સેશન્સ કોર્ટે IPS અભયસિંહ ચૂડાસમાની અરજી ગ્રાહ્ય રાખી, ચૂડાસમાની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી. યશપાલસિંહ ચૂડાસમા,અજય પટેલને કેસમાંથી ડિસ્ચાર્જ કરાયા. મુંબઈ સીબીઆઈ સેશન્સ કોર્ટે કર્યા ડિસ્ચાર્જ.

ગુજરાતના મુખ્ય સમાચાર વીડિયોમાં

ગુજરાતના મુખ્ય સમાચાર વીડિયોમાં, એક નજર

English summary
29 April : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X