
ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસીને યુવતીઓના અંડરગાર્મેન્ટસ સાથે કરતો આવી હરકત, પોલિસ પણ ચોંકી
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પોલિસે એક એવા યુવકની ધરપકડ કરી છે જે ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં ઘૂસીને તેમના અંડરગાર્મેન્ટ્સને બ્લેડથી કાપી દેતો હતો. આરોપી એટલા શાતિર હતો કે એટલી ચોરીછૂપે દાખલ થતો હતો કે કોઈને ખબર જ નહોતી પડતી. આરોપી વિરુદ્ધ પોલિસ પાસે 20થી વધુ ફરિયાદો પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે યુવકે ઘણી યુવતીઓ સાથે અશ્લીલ હરકતો પણ કરી છે. પોલિસનુ કહેવુ છે કે પૂછપરછમાં યુવક માનસિક વિકૃતિનો શિકાર લાગી રહ્યો છે. યુવક મોટાભાગે ગર્લ્સ હૉસ્ટેલ અને રૂમ લઈને રહેતી એકલી છોકરીઓને ટાર્ગેટ કરતો હતો.

યુવતીઓના અંડરગાર્મેન્ટસને બ્લેડથી કાપતો હતો યુવક
પોલિસ સ્ટેશન ઈન્ચાર્જ તહજીબ કાઝીએ જણાવ્યુ કે છેલ્લા એક વર્ષથી 29 વર્ષનો આ આરોપી શ્રીકાંત આવી હરકતો કરી રહ્યો હતો. આરોપી ગર્લ્સ હોસ્ટેલ કે પછી જ્યાં એકલી છોકરીઓ રહેતી હતી એ સ્થળોની પહેલા રેકી કરતો હતો. મોકો મેળવીને તે બહુ સ્ટાઈલથી બારી કે દરવાજો ખોલીને અંદર દાખલ થતો. અંદર જઈને યુવતીઓના અંડરગાર્મેન્ટને બ્લેડથી કાપી દેતો હતો. એટલુ જ નહિ તેમના અન્ય કપડા પણ તે કાપી દેતો હતો. આ કેસમાં પોલિસને ફરિયાદ મળી હતી.

એક મહિનાથી વધી ગઈ હતી હરકતો
પોલિસ સ્ટેશન ઈન્ચાર્જ અનુસાર છેલ્લા એક મહિનાથી આની હરકતો ઘણી વધી ગઈ હતી. આરોપીએ શીતલ નગર, સુમન નગર, સ્વર્ણ બાગ કૉલોની સહિત અન્ય ઘણા સ્થળોએ આ પ્રકારની હરકતો કરી હતી. પોલિસે આરોપીને પકડવા માટે પૂરી પ્લાનિંગ કરી અને તેને પકડી લીધો. પૂછપરછમાં તે માનસિક વિકૃતિનો શિકાર લાગી રહ્યો છે. મોટાભાગે ગર્લ્સ હોસ્ટેલ અને રૂમમાં એકલી રહેતી છોકરીઓને ટાર્ગેટ કરતો હતો. પહેલા તેની સામે 19 કેસ નોંધાયા હતા ત્યારબાદ વધુ બે છોકરીઓ પોલિસ સ્ટેશન પહોંચી હતી.

કેવી રીતે પકડાયો માથાફરેલ યુવક
શુક્રવારની રાતે જાગૃતિ નગર નિવાસી રવિ મેવાડાના ઘરમાં યુવક ઘૂસી ગયો અને સામાન ચોરવા લાગ્યો. જેવો મેવાડાએ તેને લલકાર્યો એટલે કિચનમાંથી કેચી ઉઠાવીને મારવાની કોશિશ કરવા લાગ્યો. એટલામાં ઘરના બધા જાગી ગયા અને બૂમાબૂમ કરી દીધી. અવાજ સાંભળીને આસપાસના લોકો પણ આવી ગયા અને યુવકને ઘરમાં બંધ કરી દીધો. ત્યારબાદ લોકોની મદદથી પકડીને પોલિસને સોંપી દીધો.
અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન વિશે સરકારે મીડિયા માટે જારી કરી એડવાઈઝરી