પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસના 3.48 લાખ નવા કેસ નોંધાયા
પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસના 3.48 લાખ નવા કેસ નોંધાયા
દેશમાં ચાલી રહેલા કોરોનાવાયરસની બીજી લહેરની વચ્ચે સતત બીજા દિવસે સંક્રમણથી સાજા થનાર દર્દીઓની સંખ્યા દૈનિક મામલાથી વધુ નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે આંકડા જાહેર કરતા જણાવ્યું કે પાછલા 24 કલાક દરમ્યાન દેશમાં કોરોનાવાયરસના 3,48,421 નવા મામલા મળ્યા છે, જ્યારે 3,55,338 દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત પહોંચ્યા છે. આ દરમ્યાન દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસને કારણે 4205 લોકોના જીવ ગયા છે.

રિકવરી રેટ વધ્યો
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ નવા દર્દીઓ મળ્યા બાદ દેશમાં કોરોનાવાયરસના કુલ કેસ વધીને 2,33,40,938 અને રિકવર થનાર લોકોની સંખ્યા 1,93,82,642 થઈ ગઈ છે. કોરોનાવાયરસના કારણે અત્યાર સુધી દેશમાં કુલ 2,54,197 લોકોના જીવ ચાલ્યા ગયા છે. જો કે રાહતની વાત એ છે કે રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધવાથી દેશમાં એક્ટિવ કેસ ઘટવા લાગ્યા છે અને હાલ વિવિધ રાજ્યોમાં કુલ 37,04,099 એક્ટિવ કેસ છે.

આ રાજ્યોમાં કોરોનાના કેસ સતત ઘટ્યા
અગાઉ મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફ્રેન્સ કરતા જણાવ્યું કે દેશના 18 રાજ્યોમાં કોરોનાવાયરસના મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંદીગઢ, દીવ અને દમણ, લદ્દાખ, લક્ષદ્વીપ અને અંદામાન નિકોબારમાં કોરોનાવાયરસના મામલા પાછલા કેટલાક દિવસો દરમ્યાન ઘટ્યા છે.

દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 21 ટકા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે હાલ દેશમાં કોરોનાવાયરસનો પોઝિટિવિટી રેટ 21 ટકા છે.
આ ઉપરાંત 13 રાજ્યોમાં કોરોનાવાયરસના એક લાખથી વધુ કેસ 6 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ સુધીના એક્ટિવ કેસ અને 17 રાજ્યોમા કોરોનાવાયરસના 50 હજારથી ઓછા કેસ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
