For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6

લદ્દાખમાં સોમવારે (19 ઓક્ટોબર) સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લદ્દાખમાં સોમવારે (19 ઓક્ટોબર) સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. આજે સવારે લદ્દાખમાં 4 વાગીને 44 મિનિટે ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ઑફ સિસ્મોલૉજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 રહી. જો કે કોઈ પ્રકારના નુકશાનના સમાચાર હજુ સામે આવ્યા નથી. આ પહેલા લદ્દાખના લેહમાં 6 ઓક્ટોબરે ભૂકંપ આવ્યો હતો.

earthquake

લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહમાં 6 ઓક્ટોબરની સવારે 5 વાગીને 13 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ લેહના 174 કિલોમીટર પૂર્વમાં હતુ. એ વખતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 હતી. આ ભૂકંપ બાદ હજુ કોઈ પ્રકારના જાન-માલના નુકશાનની કોઈ માહિતી આવી નથી. લદ્દાખમાં ગયા મહિને 25 સપ્ટેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી.

ભૂકંપ આવે તો શું કરવુ?

  • જો ભૂકંપ આવે અને તમે ઘરમાં હોય તો લાદી પર બેસી જાવ.
  • કોઈ મજબૂત ટેબલ કે ફર્નીચરની નીચે બેસીને હાથેથી માથા અને ચહેરાને ઢાંકી દો.
  • બહાર હોય તો કોઈ ખાલી જગ્યાએ જતા રહો.
  • ભૂકંપના ઝટકા આવવા સુધી ઘરની અંદર જ રહો.
  • સમય મળે તો તમે ઘરમાંથી બહાર નીકળીને કોઈ ખાલી જગ્યાએ પણ જઈ શકો છો.

Air Pollution: આજે પણ દિલ્હીનું હવાનું સ્તર ખરાબ, શ્વાસ લેવામાં થઈ રહી છે સમસ્યાAir Pollution: આજે પણ દિલ્હીનું હવાનું સ્તર ખરાબ, શ્વાસ લેવામાં થઈ રહી છે સમસ્યા

English summary
3.6 magnitude earthquake hit Ladakh today at 4:44 am
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X