Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યસભામાં સુષ્માએ કહ્યું મારી પર લાગેલા આરોપ છે ખોટા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાજ્યસભામાં સુષ્માએ કહ્યું મારી પર લાગેલા આરોપ છે ખોટા

રાજ્યસભામાં સુષ્માએ કહ્યું મારી પર લાગેલા આરોપ છે ખોટા

આટલા દિવસોથી લલિતગેટ અને વ્યાપંમ કૌભાંડને લઇને થઇ રહેલા હોબાળા બાદ આજે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું કે તેમની પર લાગેલા તમામ અપરાધો ખોટા છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે કહ્યારે પણ લલિત મોદીની મદદ નથી કરી. વળી તેમણે બ્રિટિશ સરકારને વીઝા મામલે કોઇ ભલામણ પણ નથી કરી. તેમણે કહ્યું કે ફોન પર તેમણે ખાલી આ અંગે બ્રિટીશ સરકાર જોડે વાત કરી હતી.

કામ નહીં તો વેતન નહીં મામલે ચર્ચા

કામ નહીં તો વેતન નહીં મામલે ચર્ચા

તો બીજી તરફ કેન્દ્રિય મંત્રી મહેશ શર્મામાં કામ નહી તો વેતન નહીં નિયમ લાગુ કરવાની વાત રાજ્યસભામાં કરી. જે મુજબ જે સત્રમાં કામ ન કરવામાં આવે તે સત્રનું વેતન સાંસદોનો ના મળે. જો કે આ મામલે ક્રોંગ્રેસ નેતા આનંદ શર્માએ હોહાપો કરતા કહ્યું કે આ નિયમ વર્ષ 2004થી લાગુ પાડવો જોઇએ.

સતત ત્રીજા દિવસે પણ પાકે. સીમા પર કરી સીઝ ફાયરિંગ

સતત ત્રીજા દિવસે પણ પાકે. સીમા પર કરી સીઝ ફાયરિંગ

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં આંતરાષ્ટ્રિય બોર્ડર છેલ્લા ત્રણ દિવસથી પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પુંછ વિસ્તારમાં શનિવાર રાતથી શરૂ થયેલા આ ફાયરિંગમાં ભારતીય સેનાની અનેક ચોકીઓને નિશાનો બનાવવામાં આવી રહી છે. જો કે ભારતીય સેના પણ સામે વળતો પ્રહાર કરી રહી છે.

કોલકત્તામાં ક્રૂડ બોમ્બે વિસ્ફોટમાં 1ની મોત

કોલકત્તામાં ક્રૂડ બોમ્બે વિસ્ફોટમાં 1ની મોત

કોલકત્તાના તાલા ટેન્ક વિસ્તારમાં ક્રૂડ બોમ્બ ફાટતા એક બાળકનું મોત થયું છે. જ્યારે પોલિસ અન્ય બે જીવિત ક્રૂડ બોમ્બ પણ પોલિસને બરામદ થયા છે. જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્વ્ડને બોલાવવામાં આવ્યું છે.

સંસદના ગતિરોધને રોકવા સર્વદળીય બેઠક મળી

સંસદના ગતિરોધને રોકવા સર્વદળીય બેઠક મળી

સંસદના થઇ રહેલા વિવાદ અને હંગામાને રોકવામાં માટે આજે કેન્દ્ર સરકારે એક સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠક ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને નાણાં પ્રધાન અરુણ જેટલીના નેતૃત્વ હેઠળ બોલવવામાં આવી છે.

ઘ્રૂમલ અને અનુરાગે કર્યું છે સો કરોડનું કૌભાંડ

ઘ્રૂમલ અને અનુરાગે કર્યું છે સો કરોડનું કૌભાંડ

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે બાદ ક્રોંગ્રેસ હવે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ઘૂમલ અને તેમના સાંસદ પુત્ર અનુરાગ ઠાકુર પર 100 કરોડ રૂપિયાના જમીન ફાણવણી કૌભાંડનો આરોપ લગાવ્યો છે. રવિવારે, ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પ્રેસ કોન્ફર્ન્સ યોજી આ કૌભાંડ વિષે જણાવ્યું હતું.

પાકિસ્તાને મુક્ત કર્યા ભારતના 163 માછીમારોને

પાકિસ્તાને મુક્ત કર્યા ભારતના 163 માછીમારોને

રશિયાના ઉફામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે થયેલી વાતચીત બાદ પાકે સદભાવના હેઠળ ભારતના 163 માછીમારોને મુક્ત કર્યા છે.

ઉજ્જૈનમાં કંવર યાત્રીઓ પહોંચ્યા મહાદેવના દ્વારે

ઉજ્જૈનમાં કંવર યાત્રીઓ પહોંચ્યા મહાદેવના દ્વારે

રવિવારે, ઉજ્જૈનમાં શ્રાવણ મહિના નિમિત્તે મોટી સંખ્યામાં કંવર યાત્રીઓ મહાકાલના મંદિરને પહોંચ્યા. નોંધનીય છે કે દર વર્ષે શિવભક્તો ક્ષિપ્રા નદીના પવિત્ર પાણી કળશમાં ભરીને મહાકાલના મંદિરમાં જળાભિષેક કરવા માટે યાત્રા કરે છે.

ગુડગાંવમાં ટ્રકે મારી પલ્ટી

ગુડગાંવમાં ટ્રકે મારી પલ્ટી

રવિવારે, ગુડગાંવના માનેસરમાં એક ઝપડી ગતિએ જતો ટ્રક ફ્લાયઓવર પરથી પડી ગયો.

નાગપુરમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉજવ્યો ફ્રેન્ડશીપ

નાગપુરમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉજવ્યો ફ્રેન્ડશીપ

રવિવારે, ફ્રેન્ડશીપ ડે હોવાના કારણે કેટલીક કોલેજની વિદ્યાર્થીનીઓએ તેમના મિત્રોને ફ્રેન્ડશીપ બ્લેટ પહેરાવીને આ દિવસની ઉજવણી કરી.

પ્લેકાર્ડ મામલે સ્પીકરે 27 સાંસદોને 5 દિવસ માટે કર્યા સસ્પેન્ડ

પ્લેકાર્ડ મામલે સ્પીકરે 27 સાંસદોને 5 દિવસ માટે કર્યા સસ્પેન્ડ

સંસદમાં ક્રોંગ્રેસ સમેત તમામ વિપક્ષી દળો દ્વારા વ્યાપંમ અને લલિતગેટ પર પ્લેકાર્ડ બતાવામાં આવતા અને હોહાપો કરવામાં આવતા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને 27 ક્રોંગ્રેસી સાંસદોને 5 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે.

ક્રોંગ્રેસનો સુમિત્રા પર આરોપ, કહ્યું વિપક્ષનો અવાજ દબાવવામાં આવ્યો છે

ક્રોંગ્રેસનો સુમિત્રા પર આરોપ, કહ્યું વિપક્ષનો અવાજ દબાવવામાં આવ્યો છે

તો બીજી તરફ ક્રોંગ્રેસે સુમિત્રાના આ નિર્ણયને અયોગ્ય જણાવતા કહ્યું છે કે આમ કરીને વિપક્ષનો અવાજ લોકસભામાં દબાવવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે તે પાંચ દિવસ સુધી આની પર પ્રદર્શન કરશે.

જમ્મુમાં એમ્સ મામલે પથરાવ

જમ્મુમાં એમ્સ મામલે પથરાવ

છેલ્લા ચાર દિવસની જમ્મુમાં એમ્સ હોસ્પિટલ ખોલવા માટે કરવામાં આવી રહેલા વિરોધ અને તેના પગલે લગાયેલા બંધ બાદ આજે પ્રદર્શનકારીઓએ પોલિસ પર પથરાવ કરી આ મામલાનો વિરોધ કર્યો.

ઇમ્ફાલમાં ફરી જોવા મળી પોલિસની બર્બરતા

ઇમ્ફાલમાં ફરી જોવા મળી પોલિસની બર્બરતા

સોમવારે, મણિપુરના ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જે બાદ પોલિસે લાઠીચાર્જ કરતા એક વિદ્યાર્થીની ચાર પોલિસ વાળા વચ્ચે ફસાઇ ગઇ. ત્યારે પોલિસ કર્મીઓએ આ વિદ્યાર્થીની જોડે જે બર્બરતા પૂર્વક વ્યવહાર કર્યો છે તે આ ફોટામાં સાફ દેખાઇ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X