For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરના 3 લાખ ડૉક્ટરો આજે હડતાળ પર, માત્ર ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ

ઈન્ડિયન મેડીકલ એસોસિએશને આજે દેશભરમાં હડતાળનું એલાન કર્યુ છે. હડતાળના કારણે દેશભરના 3 લાખ ડૉક્ટરો હોસ્પિટલમાં આજે ઓપીડીની સેવાઓ નહિ આપે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન મેડીકલ એસોસિએશને આજે દેશભરમાં હડતાળનું એલાન કર્યુ છે. હડતાળના કારણે દેશભરના 3 લાખ ડૉક્ટરો હોસ્પિટલમાં આજે ઓપીડીની સેવાઓ નહિ આપે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આઈએમએ આ હડતાળ નેશનલ મેડીકલ કાઉન્સિલ બિલ 2019 ના વિરોધમાં બોલાવી છે. ડૉક્ટરોનું કહેવુ છે કે આ બિલ મેડીકલ ફીલ્ડ માટે યોગ્ય નથી આના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

hospital

ડૉક્ટરોનું કહેવુ છે કે આ બિલમાં ઘણી ખામીઓ છે. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ શાંતનુ સેનને જણાવ્યુ કે આ બિલ ના માત્ર હકીમોને વૈધતા મળશે પરંતુ લોકોના જીવને પણ જોખમ થશે. એટલા માટે અમે લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ હડતાળના કારણે મહારાષ્ટ્રના 44 હજાર ડૉક્ટર પણ આજે પોતાની સેવાઓ નહિ આપે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે આઈએમએ સ્પષ્ટ કર્યુ કે હડતાળ દરમિયાન બિનજરૂરી સેવાઓ આપવામાં નહિ આવે. જ્યારે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ હડતાળ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

તમને જણાવી દઈએ કે લોકસભાએ સોમવારે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન પંચ બિલ 2019ને મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે આ બિલને 17 જુલાઈના દિવસે મંજૂરી આપી હતી. સરકાર તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે બિલનો મુખ્ય હેતુ મેડીકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (એમસીઆઈ) ના સ્થાને એક ચિકિત્સા પંચ સ્થાપિત કરવાનો છે. ચિકિત્સા પંચ ખાનગી મેડીકલ કોલેજો અને ડીમ્ડ વિશ્વવિદ્યાલયોમાં 50 ટકા સીટો માટે બધા ટેરિફનું નિયમન કરશે.

આ પણ વાંચોઃ CCDના માલિક વીજી સિદ્ધાર્થનું શબ નેત્રાવતી નદી પાસે મળી આવ્યુઆ પણ વાંચોઃ CCDના માલિક વીજી સિદ્ધાર્થનું શબ નેત્રાવતી નદી પાસે મળી આવ્યુ

English summary
3 lakh Doctors on strike across nation against NMC bill no OPD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X