For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અભિનેત્રીના ઘરે મળી 3 નાબાલિક છોકરીઓ, યૌનશોષણનો આરોપ

એક બાળકીની માતાએ આંધ્રપ્રદેશના સમલકોર્ટમાં ફરિયાદ નોંધવી કે ભાનુપ્રિયાએ નોકરાણી તરીકે તેમની દીકરીને રાખી છે અને તેને પગાર નથી આપતી.

|
Google Oneindia Gujarati News

તેલુગુ તમિલ અભિનેત્રી ભાનુપ્રિયાનાં ચેન્નાઇ ઘરથી 3 નાબાલિક છોકરીઓ મળી આવી છે. એક બાળકીની માતાએ આંધ્રપ્રદેશના સમલકોર્ટમાં ફરિયાદ નોંધવી કે ભાનુપ્રિયાએ નોકરાણી તરીકે તેમની દીકરીને રાખી છે અને તેને પગાર નથી આપતી. આ ફરિયાદ પછી ચાઈલ્ડલાઇન અધિકારી ઘ્વારા રાષ્ટ્રીય આયોગ અને રાષ્ટ્ર આયોગને તેના વિશે જાણ કરવામાં આવી. ત્યારપછી અધિકાર સંરક્ષણના રાષ્ટ્રીય આયોગે ભાનુપ્રિયાનાં ઘરમાં છાપામારી કરવાની મંજૂરી આપી.

આ પણ વાંચો: શરમજનક પ્રથા, બળાત્કારથી બચાવવા છોકરીઓના સ્તન ગરમ પત્થરથી દબાવાય છે

માનવ તસ્કરીનો મામલો હોય શકે છે

માનવ તસ્કરીનો મામલો હોય શકે છે

અચ્યુતા રાવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રિપોર્ટ અનુસાર અભિનેત્રીના ઘરમાં 4 નાબાલિક છોકરીઓને રાખવામાં આવી હતી. તેવી સ્થિતિમાં જાંચ કરવી જોઈએ કે આ કોઈ માનવ તસ્કરી રેકેટ કેસ છે કે નહીં કારણકે મળી આવેલી છોકરીઓએ ભાનુપ્રિયા પર યૌનઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

ભાનુપ્રિયા છોકરીની માતાને મળવા દેતી ન હતી

ભાનુપ્રિયા છોકરીની માતાને મળવા દેતી ન હતી

બાળકીની માતાએ આરોપ લગાવ્યો કે થોડા દિવસ પહેલા તેની દીકરીનો તેના પર ફોન આવ્યો હતો. તેને બીજા કોઈના મોબાઈલથી ફોન કરીને જણાવ્યું કે તેનું યૌનશોષણ કરવામાં આવ્યું છે. પરંતુ જયારે હું તેને મળવા માટે ચેન્નાઇ ગઈ ત્યારે મને તેની સાથે મળવા દીધી નહીં.

છોકરીએ પૈસા અને ઘરેણાં ચોરી કર્યા હતા

છોકરીએ પૈસા અને ઘરેણાં ચોરી કર્યા હતા

ભાનુપ્રિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે છોકરીના પરિવાર અનુસાર તેની ઉમર 15 નહીં પરંતુ 18 વર્ષ ગણાવવામાં આવી હતી અને મેં તેની સાથે કોઈ ખોટો વર્તાવ નથી કર્યો. ભાનુપ્રિયાનો આરોપ છે કે છોકરીએ ઘરમાંથી ઘરેણાં અને ગેજેટ ચોરી કરીને માતાને આપ્યા હતા. તેના માટે તેને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ભાનુપ્રિયાએ જણાવ્યું કે જયારે તેને છોકરીની માતાને ચોરીનો સમાન પાછો આપવાનું જણાવ્યું ત્યારે તેને ફક્ત આઇપેડ, કેમેરા અને ઘડિયાળ જ પાછી આપી અને બાકીનો સમાન પાછો આપવાનું કહ્યું. પરંતુ તે તેને ફસાવવા માટે ખોટા આરોપો લગાવી રહી છે.

English summary
3 minor girls caught at tamil actress bhanupriya house, trafficking and sexual assault allegations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X