મહિલાઓએ ઉઠાવ્યો અવાજ, ‘અમને સેક્સ રેકેટથી બચાવો’

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 ફેબ્રઆરીઃ દિલ્હી ખિડકી એક્સટેંશન વિસ્તારનો મામલો શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. આ વિસ્તારમાં રહી રહેલી યુગાન્ડાની બે મહિલાઓએ દિલ્હી સરકારને દિલ્હી પોલીસ અને તેમના જ દેશના કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ મહિલાઓએ સરકાર સમક્ષ સેક્સ રેકેટથી બચાવવા માટેની અપીલ કરી છે.

યુગાન્ડાની આ યુવતીઓએ સરકારને અપીલ કરી છે અને ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું છે કે, આ તમામને દગાથી ભારત લાવવામાં આવી અને પછી ષડયંત્ર હેઠળ તેમને વેશ્યવૃત્તિના ધંધામાં ધેકલવાના પ્રયાસો કરવામાં આવ્યા. મહિલાઓની ફરિયાદ બાદ તુરંત જ દિલ્હી સરકારે વિદેશ મંત્રાલયને આ અંગેની સૂચના આપી દીધી છે.

પોતાની ફરિયાદ લઇને બન્ને વિદેશી મહિલાઓ સાઉથ દિલ્હીની ડીસી ઓફીસે પહોંચી ગઇ. ત્યાં આ મહિલાઓએ પોતાના નિવેદન નોંધાવ્યા છે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું કે, પોલીસે 15-16 જાન્યુઆરીની રાતની ઘટના બાદ ત્યાંની મહિલાઓ પર નિવેદન નોંધાવવા માટે દબાણ કર્યું હતું.

યુગાન્ડાની મહિલાઓનો સોમનાથ ભારતી પર આરોપ

યુગાન્ડાની મહિલાઓનો સોમનાથ ભારતી પર આરોપ

15 જાન્યુઆરીની રાત્રે દક્ષિણ દિલ્હીમાં કથિત સેક્સ રેકેટની છાપામારી કેસમાં સોમનાથ ભારતી પર આરોપ લાગી ચૂક્યા છે. ખિડકી એક્સટેન્શનમાં રહેતી યુગાન્ડાની બે મહિલાઓએ દિલ્હીના કાયદા મંત્રી સોમનાથ ભારતી પર આરોપ લગાવ્યો હતો કે સોમનાથની આગેવાનીમાં અનેક લોકો રાત્રે તેમના ઘરમા ઘુસ્યા હતા. એ લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. તેમને દેશ છોડી દેવાની અને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

ટીવી પર જોઇને ઓળખ્યા

ટીવી પર જોઇને ઓળખ્યા

મહિલાનો આરોપ હતો કે તેમમે ટીવીના માધ્યમતી સોમનાથ ભારતીની ઓળખ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે સોમનાથ ભારતી જ 15 જાન્યુઆરીની રાત્રે તેમના ઘરમાં આવ્યા હતા અને આગામી દિવસે ટીવી પર જોવા મળ્યા હતા. ત્યાબાદ દિલ્હી પોલીસે જ આવીને તેમને ભીડથી બચાવી હતી.

શુ છે આખો મામલો

શુ છે આખો મામલો

સોમનાથ ભારતી 15 જાન્યુઆરીની રાત્રે કેટલાક લોકો સાથે ખિડકી એક્સટેન્શન પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આફ્રિકન લોકો ડ્રગ્સ અને વેશ્યાવૃત્તિ કરી રહ્યાં છે. પોલીસને બોલાવીને તેમણે રેડ પાડવા કહ્યું, પરંતુ પોલીસે ઇન્કાર કરી દીધો અને વોરન્ટ વગર રાત્રે કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. બીજા દિવસે યુગાન્ડાની પાંચ મહિલાઓ દ્વારા સોમનાથ ભારતી અને તેમના સમર્થકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ પર એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જો આ કેસમાં સોમનાથ ભારતી દોષી પુરવાર થશે તે તેમને સાત વર્ષની સજા થઇ શકે છે.

આ કલમો એઠળ દાખલ કરવામાં આવ્યો હતો કેસ

આ કલમો એઠળ દાખલ કરવામાં આવ્યો હતો કેસ

પોલીસે આ મામલે કલમ 451(બળજબરીપુર્વક ઘરમાં ઘુસવુ), 427(બદમાશી કરવી) અને 506( ધમકી આપવી) હેઠળ મામલો દાખલ કર્યો હતો. કોર્ટના કેહવાથી ભારતી વિરુદ્ધ ગેરવર્તણૂકનો કેસ પણ ચાલી શકે છે. જો કે તે હજુ વિચારાધીન છે.

English summary
3 young Ugandan women lodged a police complaint seeking protection from traffickers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.