દેશભરનાં ટ્રાન્સપોર્ટસ ઉતર્યાં બંધ પર
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
|
આજે દેશભરનાં ટ્રાન્સપોર્ટસ ઉતર્યાં બંધ પર
આજે દેશભરના ટ્રાન્સપોર્ટ યુનિયન ઉતર્યા એક દિવસના રાષ્ટ્રવ્યાપી બંધ પર. રોડ સલામતી બિલમાં કડક સલામતી ધોરણોનો વિરોધ કરવા અને આ નિયમો હળવા કરવાની માંગ સાથે ટ્રાન્સપોટર્સએ પાળ્યો બંધ. આ બંધમાં ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન, ટેક્સી અને રીક્ષા યુનિયન, સરકારી અને પ્રાયવેટ બસો પણ આમાં જોડાઇ છે. ત્યારે ભારતની રાજધાની દિલ્હીમાં આ બંધની સવારની તસવીરો. અહીં બસો તો ચાલુ છે પણ ટેક્સી અને રીક્ષાઓએ બંધ પાળ્યો છે.
|
કોલકત્તાના બંધ પર મમતાનો વિરોધ
જો કે કોલકત્તામાં નગર નિગમની ચૂંટણીમાં થયેલી હિંસાના વિરોધ ભાજપ અને લેફ્ટ પાર્ટી દ્વારા જાહેર કરાયેલા બંધ મામલે પશ્ચિમ બંગાળની સરકારે ભાજપ અને વામપંથીઓ સામે લાલ આંખ કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તે આ બંધને વિફળ બનાવશે. તો બીજી તરફ ટ્રાન્સપોર્ટેસ યુનિયન પાળેલા બંધના કારણે અહીં સવારે દુકાનો અને રસ્તાઓ બંધ હતા.
|
તિરુવંતપુરુમમાં પણ બંધ
ટ્રાન્સપોર્ટ યુનિયનના રાષ્ટ્રવ્યાપી બંધના લીધે આજે તિરુવંતપુરુમમાં પણ ખાલી રસ્તાઓ અને બંધ દુકાનોએ આ બંધને અહીં સફળ બનાવ્યો છે.
|
રાહુલ ગાંધીએ શરૂ કરી "કિસાન પદયાત્રા"
ક્રોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના ગામ અમરાવતીમાં પહોંચ્યા. જ્યાં તેમણે તેમની "કિસાન પદયાત્રા"ની શરૂઆત કરી. આજે રાહુલ 15 કિલોમીટરની યાત્રા કરશે અને 5 ગામની મુલાકાત લેશે. આ દરમિયાન તે ત્યાંના ખેડૂતોની
મુલાકાત લઇને તેમના પ્રશ્નોને સાંભળશે.

માં-દિકરીની બસમાં છેડછાડ, બન્નેએ ચાલુ બસે પડતું મૂક્યું
પંજાબના મોગા ગામમાં ડેપ્યુટિ સીએમ બાદલ સિંહ દ્વારા ચલાવામાં આવતી ખાનગી બસમાં માં- દિકરી પર બસના કેટલાક યુવકોએ છેડછાડ કરતા અને તેમાં બસના કંડેક્ટ્રર અને ડ્રાઇવરે પણ કોઇ જ મદદ ના કરતા બન્ને માં-દિકરીએ ચાલુ બસમાંથી ઝંપલાવ્યું. જેમાં દિકરીની મોત થઇ ગઇ છે અને માં ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.
|
મોગા છેડછાડ મામલે બે લોકોની ધરપકડ
ત્યારે આ મામલની સાંસદ અને કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલે તીવ્ર શબ્દોમાં નીંદા કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ મામલે પોલિસે બે લોકોની ધરપકડ કરી છે.અને વધુ તપાસ હાથ ધરી છે.
|
મોગા છેડછાડ મામલે ક્રોંગ્રેસ બેઠી ધરણા પર
પંજાબના મોગા ગામમાં ડેપ્યુટિ સીએમ બાદલ સિંહ દ્વારા ચલાવામાં આવતી ખાનગી બસમાં માં- દિકરી પર થયેલી છેડછાડ મામલે પંજાબ ક્રોંગ્રેસના કાર્યકર્તાઓએ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના ઘર સામે ધરણા પર બેસી આ ધટનાનો વિરોધ કર્યો.
|
રાહુલ મળ્યા આત્મહત્યા કરેલ ખેડૂતના પરિવારને
મહારાષ્ટ્રના અમરાવતીમાં "કિસાન પદયાત્રા" પર નીકળેલા ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે જે ખેડૂતે કમૌસમી વરસાદના કારણ અને નુક્શાનના કારણે આત્મહત્યા કરી છે તેના પરિવારની મુલાકાત લઇને દુ:ખ વ્યક્ત કર્યું.
|
બીજેપીએ રાહુલની યાત્રાને રાજકીય સ્ટંટ કહી
ભાજપે જ્યાં રાહુલ ગાંધીની પદયાત્રાને રાજકીય સ્ટંટ કહ્યું ત્યાં જ શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે ખેડૂતોના મામલે ચર્ચા કરવી કોઇ પાર્ટ ટાઇમ જોબ નથી.
|
"આપ"એ કહ્યું રાહુલ છે "સિઝિનલ નેતા"
તો બીજી તરફ આપ પ્રવક્તા કુમાર વિશ્વાસે પણ રાહુલની પદયાત્રાની ઠેકડી ઉડાવતા કહ્યું કે રાહુલ ગાંધી એક સિઝનલ નેતા છે.
|
દિલ્હી સરકારે ક્રોંગ્રેસીઓને કર્યા પાણી પાણી
કોર્ટમાં આપના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ તોમની ફેક ડિગ્રી સાબિત થતા, ભાજપ અને ક્રોંગ્રેસી કાર્યકર્તાઓ છેલ્લા બે દિવસથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે પોલિસે
ક્રોંગ્રેસી નેતા પણ પાણીના કેનન છોડી તેમને ત્યાંથી ખદેડ્યા.

નેપાળથી ભારત પરત ફર્યા ભારતીયો
ભૂકંપ પીડિત નેપાળમાં ફસાયેલા ભારતીયોને સેનાના યુદ્ધ જહાર દ્વારા ભારત લાવવામાં આવ્યા. જેમાં નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર એક ઇજાગ્રસ્ત મહિલાને એક આર્મી ઓફિસર ઉતારવામાં મદદ કરી રહ્યો છે.

નીતીશ કુમાર ભૂંકપ પિડિતોને મળ્યા
બુધવારે, બિહારના રક્સૌલ વિસ્તારમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભૂકંપ પીડિત પરિવારોની મુલાકાત લીધી.

ગોવાહાટી પહોંચ્યા સંબંધીઓના શબ
નેપાળમાં ભૂંકપની ઝપેટમાં આવેલા 6 આસામીઓના શબ બુધવારે ગુવાહાટીના અંતરાષ્ટ્રિય એરપોર્ટ પર પહોંચ્યાં જ્યાં લોકોએ
આ શબોને શ્રદ્ધાજંલિ અર્પી.

ગુવાહાડી ડૂબ્યું શોકમાં
નેપાળ ભૂંકપમાં પોતાના સ્વજનોને ગુમાવનાર લોકોએ જ્યારે ગુવાહાડીના આંતરાષ્ટ્રિય હવાઇ મથક પર તેમના સ્વજનોના મૃતદેહને જોયા ત્યારે તેમની આંખો આંસુ રોકી ના શકી.

જલંધરમાં ભૂંકપ પીડિતોને શ્રદ્ધાજંલિ
જલંધરમાં નેપાળી અને ભારતીય વિદ્યાર્થીઓએ સાથે મળીને નેપાળમાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાજંલિ. વધુમાં તેમણે કેન્ડલ માર્ચ નીકાળી ભૂંકપમાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે કરી પ્રાર્થના.

હૈદરાબાદના ઐદ્યોગિક વિસ્તારમાં આગ
બુધવારે હૈદરાબાદના જેડીમેટલા ઔદ્યોગિક વિસ્તારમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી.

પોલિસએ આપી એક છોકરીને ભેટ
હૈદરાબાદમાં "વિશ્વ વિશ ડે" નિમિત્તે એક જીવલેણ રોગના દર્દીને હૈદરાબાદ પોલિસ તરફથી તેનું મનગમતું કિબોર્ડ ભેટમાં આપવામાં આવ્યું ત્યારે આ છોકરીની ખુશીનો કોઇ પાર ના રહ્યો.

તાપસી પન્નુએ ઓડિ શોરૂમનું ઉદ્ધાટન કર્યું
મદુરાઇમાં બોલિવુડ અને સાઉથની જાણીતી એક્ટ્રેસ તાપસી પન્નુ અને ઓડી ઇન્ડિયાના હેડ જોઇ કિંગે ઓડીના શો રૂમનું ઉદ્ધાટન કર્યું.

15 હાથીઓ લઇ ભગવાન સવારી પર ઉપડ્યા
થ્રિસુરના પર્મેક્કાવુ મંદિરમાં થ્રિસુર પૂરમ ઉત્સવ નિમિત્તે 15 હાથીની સવારી સાથે ભગવાન નગરયાત્રા પર નીકળ્યા. આ ઉત્સવમાં હાથીના મહાવત હાથી પર બેસી એક ખાસ નૃત્ય કરે છે જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.












Click it and Unblock the Notifications
