પાટણ અને બનાસકાંઠા બન્યું જળબંબાકાર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાટણ અને બનાસકાંઠા બન્યું જળબંબાકાર

પાટણ અને બનાસકાંઠા બન્યું જળબંબાકાર

બુધવારે, હેલિકોપ્ટર દ્વારા લેવામાં આવેલા આ એરિયલ ફોટો દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂરની ભયાવહતા નજરે પડે છે.

મોદીએ કલામના પરિવારને આપી સાંત્વના

મોદીએ કલામના પરિવારને આપી સાંત્વના

આજે તમિલનાડુના રામેશ્વરમાં સ્વર્ગીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના પાર્થિવ દેહને સુપુર્દે-એ-ખાક કરવામાં આવ્યો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની આ અંતિમ વિધિ વખતે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તેમણે કલામના મોટા ભાઇ અને તેના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પણ આપી હતી.

રાહુલ ગાંધી પણ પહોંચ્યા રામેશ્વર

રાહુલ ગાંધી પણ પહોંચ્યા રામેશ્વર

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આજે રામેશ્વરમાં ડૉ. કલામના પાર્થિવ દેહને શ્રદ્ધાજંલિ અર્પી હતી. અને તેમની અંતિમ ક્રિયા વખતે હાજર રહ્યા હતા.

ચક્રવાત કોમેનના પ્રભાવથી પશ્ચિમ બંગાળને ઓડ્ડિસામાં ભારે વરસાદ

ચક્રવાત કોમેનના પ્રભાવથી પશ્ચિમ બંગાળને ઓડ્ડિસામાં ભારે વરસાદ

ચક્રવાતી તોફાન "કોમન" આજે બપોરે બાંગ્લાદેશના તટવર્તી ક્ષેત્ર સાથે ટકરાવાનો છે. ત્યારે હવામાન વિભાગે ચક્રવાતના કારણે ઓડ્ડિસા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે.

રાષ્ટ્રપતિ કલામના સન્માનમાં લોકસભા સ્થગિત

રાષ્ટ્રપતિ કલામના સન્માનમાં લોકસભા સ્થગિત

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના અંતિમ સંસ્કાર આજે રામેશ્વરમાં કરવામાં આવ્યા. ત્યારે દિલ્હીમાં પણ લોકસભામાં ડૉ. કલામને સન્માન આપવા માટે લોકસભાની કાર્યવાહી સ્થગિત આજે એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.

પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર, ફાયરિંગમાં જવાન શહિદ

પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર, ફાયરિંગમાં જવાન શહિદ

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ભારતીય ચોકીઓ પર બુધવાર રાત્રે લગભગ 11 વાગ્યાની પાસે પાકિસ્તાની સૈન્ય તરફથી મોટા પ્રમાણમાં ફાયરિંગ કરવામાં આવતા. એક ભારતીય સૈનિક શહીદ થયો છે. જો કે ભારતીય સેના પણ જવાબી હુમલો આપ્યો હતો.

રોમન મેગ્સેસ એવોર્ડ માટે નામાંકિત કરાયેલા અધિકારીઓ

રોમન મેગ્સેસ એવોર્ડ માટે નામાંકિત કરાયેલા અધિકારીઓ

સંજીવ ચતુર્વેદી અને અનુશ ગુપ્તા આ બન્ને અધિકારી અને સમાજસેવીઓના નામ પ્રસિદ્ધ રોમન મેગ્સેસ એવોર્ડ ફાઉન્ડેશનમાં નામાંકિત કરવામાં આવ્યા છે.

અલ્હાબાદ પૂરની પરિસ્થિતિ

અલ્હાબાદ પૂરની પરિસ્થિતિ

બુધવારે, અલ્હાબાદમાં લોકો પાણી ભરેલા રોડ પર ચાલીને સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે. નોંધનીય છે કે ગંગા અને યમુના બન્ને નદીઓની જળસપાટી ભયજનક રીતે વધી ગઇ છે.

પશ્ચિમ બંગાળમાં પણ છે જળબંબાકાર

પશ્ચિમ બંગાળમાં પણ છે જળબંબાકાર

પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં લોકો સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે. નોંધનીય છે કે હવામાન ખાતાએ પણ આવનારા 48 કલાકમાં અહીં ભારે વરસાદની આગાહી કરી છે.

મારા લાડલા રાષ્ટ્રપતિને ઉમ્મા

મારા લાડલા રાષ્ટ્રપતિને ઉમ્મા

બુધવારે, ચિકમંગલૂરમાં એક નાનકડી બાળકી ડૉ. એપીજે અબ્દુલ કલામની યાદમાં યોજવામાં આવેલા શ્રદ્ધાજંલિ કાર્યક્રમમાં આ રીતે કિસ કરીને તેમને વ્હાલ કરી રહી છે.

સરકારના સામે વિરોધે ચઢ્યા જમ્મુ વાસીઓ

સરકારના સામે વિરોધે ચઢ્યા જમ્મુ વાસીઓ

બુધવારે, જમ્મુવાસીઓએ રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે મશાલ માર્ચ કરી. તેમની માંગ હતી કે જમ્મુમાં એમ્સ હોસ્પિટલ ખોલવામાં આવે નહીં કે કાશ્મીરમાં.

ચેન્નઇમાં ડૉ. કલામને કંઇક આ રીતે યાદ કરાયા

ચેન્નઇમાં ડૉ. કલામને કંઇક આ રીતે યાદ કરાયા

બુધવારે, ચેન્નઇના મરિના બીચ પર રેત પર ડૉ. એપીજે અબ્દુલ કલામની પ્રતિકૃતિ બનાવી તેને કેન્ડલ જલાવીને કંઇક આ રીતે લોકોએ શ્રદ્ધાજંલિ આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X