CBSE: 3000 કેન્દ્ર પર 1.5 કરોડ કોપીનુ ચેકિંગ શરૂ થયું, 50 દિવસમાં કામ પૂરું થઈ જશે
CBSE: 3000 કેન્દ્ર પર 1.5 કરોડ કોપીનુ ચેકિંગ શરૂ થયું, 50 દિવસમાં કામ પૂરું થઈ જશે
નવી દિલ્હીઃ CBSE દ્વારા ધોરણ 10 અને 12માના ક્લાસની પરીક્ષાઓની તિથિઓની ઘોષણા કરાયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે પેપર ચકાસવાની તૈયારી શરૂ કરાવી દીધી છે. શનિવારે માનવ સંસાધન વિકાસ મંત્રીએ કહ્યું કે દેશભરમાં 3000 સીબીએસઈ સ્કૂલોને 10મી અને 12મીના ઉત્તર પુસ્તિકાઓના મુલ્યાંકન ચિહ્નિત કરવામાં આવ્યા છે.

પોતાના નિવેદનમાં પોખરિયાલે કહ્યું કે, દેશભરમાં 3000 સીબીએસસી સ્કૂલોના મુક્યાંકન કેન્દ્રના રૂપમાં સિલેક્ટ કરવામાં આવી છે. આ કેન્દ્રો પરથી 1.5 કરોડથી વધુ જવાબવહીને ટીચર્સના ઘરે ચેકિંગ માટે મોકલવામા આવશે. આ પ્રક્રિયામાં લગભગ 50 દિવસનો સમય લાગશે.
અગાઉ શુક્રવારે માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું હતું કે સીબીએસઈ વચ્ચે થયેલ પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે આયોજિત કરવામાં આવશે.
પોખરિયાલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને પોતાની બચેલી પરીક્ષાઓની ચિંતા છે. આ કારણે 10મા અને 12માના ક્લાસની જે પરીક્ષા રહી ગઈ છે જેને 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે આયોજિત કરવામાં આવશે. સાથે જ જે સબ્જેક્ટની પરીક્ષાઓ પહેલા જ લવાઈ ચૂકી છે તેવા સબ્જેક્ટની પરીક્ષા બીજીવાર નહિ થાય.












Click it and Unblock the Notifications
