News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર
રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અત્રે પ્રસ્તુત છે 31 જાન્યુઆરીના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

આપનો ચૂંટણી ઢંઢેરો
આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા 2015 માટેનો પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને સાથી અધિકારીઓએ ત્રણ દિવસના યોગ શિબિરમાં ભાગ લીધો.

અધ્યક્ષ અમિત શાહનું સ્વાગત
ભાજપા ઉમેદવાર જગદીશ મુખીએ પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું ચૂંટણી પ્રચાર દરમિયાન જનક પુરીમાં સ્વાગત કર્યું હતું.

અરૂણ જેટલી પણ લાગ્યા પ્રચારમાં
કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ દિલ્હીની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. તેમણે પાર્ટીના ઉમેદવાર શુભાષ સચદેવા માટે કેમ્પેઇન કર્યું હતું.

અસમમાં અકસ્માત
અસમના જમુગુરીહટ નેશનલ હાઇવે નં 15 પર એક કાર અકસ્માત થયો હતો.

વિશાલ ઘોષ
રણજી ટ્રોફીમાં ત્રિપુરાના ખેલાડી વિશાલ ઘોષે હિમાચલ પ્રદેશ વિરુદ્ધ સદી ફટકારી હતી.

ભોપાલમાં ચૂંટણી
ભોપાલમાં સ્થાનીય ચૂંટણી દરમિયાન મહિલાઓએ વોટિંગ કર્યું હતું.

શાર્લી હેબ્દો સામે વિરોધ
મુસ્લિમ સમુદાયના સભ્યોએ ફ્રાંસના શાર્લી હેબ્દો મેગેઝીનનો જંતર મંતર પર વિરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
