For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અને કન્નડ અભિનેતા સંચારી વિજયનું સોમવારે (14 જૂન) બેંગલોરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. 38 વર્ષીય અભિનેતા સંચારી વિજયને શનિવારે (13 જૂન) રાત્રે અકસ્માત થયો હતો.સંચારી વિજયનું મગજન

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અને કન્નડ અભિનેતા સંચારી વિજયનું સોમવારે (14 જૂન) બેંગલોરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. 38 વર્ષીય અભિનેતા સંચારી વિજયને શનિવારે (13 જૂન) રાત્રે અકસ્માત થયો હતો.સંચારી વિજયનું મગજનું લોહી નીકળતું અટકાવવા ઇમર્જન્સી સર્જરી કરાઈ હતી, પરંતુ સોમવારે તેમની સારવાર કરતા ડોકટરોએ તેમને માઇન્ડ ડેડ જાહેર કર્યા હતા. સર્જરી બાદ તે કોમામાં ગયા હતા. તેના પરિવારે તેમના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું છે. તેમના ભાઇ સિદ્ધેશે કહ્યું છે કે 'બ્રેન સ્ટેમે કામ કરવાનું બંધ કરી દીધું છે, તેથી અમે તેના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું છે. વિજય હંમેશા સમાજની સેવા કરવામાં માનતા હતા, જેને આપણે તેના અંગોનું દાન આપીને પૂર્ણ કરી રહ્યા છીએ.

Sanchari Vijay

અહેવાલો અનુસાર, અકસ્માત સમયે અભિનેતા વિજય મિત્ર સાથે બાઇક પર સવાર હતો. ભીના રસ્તા પર બાઇક લપસી પડ્યું હતું અને ઇલેક્ટ્રિક પોલમાં ટકરાયુ હતુ. વિજયને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પરિવાર સંચારી વિજયના અંગદાન કરશે
વિજયના ભાઈ સિદ્ધેશ કુમારે મીડિયાને કહ્યું હતું કે પરિવારે તેના અંગો દાન આપવાનું નક્કી કર્યું છે. અભિનેતાના ભાઈએ કહ્યું કે, "ડોક્ટરોએ અમને જાણ કરી છે કે તેનું મગજનું સ્ટેમ નિષ્ફળ ગયું છે અને તેના બચવાની સંભાવના પાતળી છે. જેમ કે તમે બધા જાણો છો કે તેમણે હંમેશાં સમાજની સુધારણા માટે કામ કર્યું હતું. તેમણે COVID-19 રોગચાળા દરમિયાન રાહત પ્રયાસો પર ચોવીસ કલાક કામ કર્યું. તેથી, અમે તેમના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું છે. અમારું માનવું છે કે આનાથી તેને શાંતિ મળશે. તેઓ તેમના મૃત્યુ પછી પણ સમાજની મદદ કરતા રહેશે. દરેકને જેમણે તેમની મદદ કરવાનો પ્રયત્ન કર્યો તેનો આભાર.
અભિનેતા સુદીપે જતાવ્યુ દુખ
અભિનેતા સુદીપે ટ્વીટ કર્યું હતું કે 'માનવુ બહુ મુશ્કેલ છેકે સંચારી વિજયે અંતિમ શ્વાસ લીધા. આ લોકડાઉનમાં તેમને બે વાર મળ્યો, તેઓ તેમની આગામી ફિલ્મ માટે ઉત્સાહિત હતા. આ ખૂબ જ દુખદ બાબત છે. તેના પરિવાર અને મિત્રો પ્રત્યે ઉંડી સંવેદના


અભિનેતા સંચારી વિજય 2015 માં આવેલી ફિલ્મ 'નાનુ અવનાલ્લા અવલું' માં પોતાના અભિનય સાથે ફેમસ થયા હતા. જેમાં તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. લોકડાઉન દરમિયાન સંચારી વિજય સામાજિક કાર્યમાં ખૂબ જ સક્રિય હતા અને કોવીડ -19 દર્દીઓ માટે ઓક્સિજન એકત્રિત કરવામાં મદદ કરી હતી. તેમણે કોરોના સંસાધનો વિશેની માહિતી તેના સોશિયલ મીડિયા પૃષ્ઠો દ્વારા ફેલાવીને જરૂરિયાતમંદોને મદદ કરી હતી.

English summary
38-year-old Kannada actor Sanchari Vijay dies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X