Rajsthan Earthquake: બીકાનરમાં 4.2 ની તિવ્રતાનો અનુભવાયો ભૂકંપના ઝટકા
Rajsthan Bikaner Earthquake News: રાજ્સ્થાનના બીકાનેરમાં રવિવારે 26 માર્ચે 4.2 ની તીવ્રતાનો ભૂકપ આવ્યો હતો. ભૂકંપ રાત્રે અંદાજે 2:16 વાગ્યે આવ્યો હતો. ભૂકંપની 8 કિલોમીટર ઉડાઇ પર માપવામાં આવ્યો હતો. હાલમાં મળતી જાણકારી અનુસાર ભૂકપના લીધે કોઇ જ પ્રકારની જાન માલને નુક્સાન નથી થયુ. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ. કે, રિક્ટેર સ્કેલ પર ભૂકપની તીવ્રતા 4.2 હતી. ભૂકપની અક્ષાંશ 28.40 અને લંબાઇ 68.06 ઉંડાઇ હતી.

રાજસ્થાનના બીકાનેર સિવાય 26 માર્ચે તડકે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગમાં 3.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફઓર સીસ્મોલોજીએ જણાવ્યુ હતુ કે, ભૂકંપની ઉડાઇ 78 કિલો મીટર હતી. જો કે તેમા પણ કોઇ પણ પ્રકારના નુક્સાનની કોઇ ખબર નથી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ આ પહેલા જાણકારી આપી હતી. 25 માર્ચે 4.0 તીવ્રતાનો ભૂકંપ મ્યાનામારમાં આવ્યો હતો ભૂંકપ મ્યાનમારમાં બર્માના ઉત્તરમાં 10 કિમી અને 106 ની ઉડાઇ પર આવ્યો હતો . આ સિવાય શુક્રવારે સવારે બે રાજ્યો છતીસગઢ અને મધ્યપ્રેદશમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. શુક્રવારે સવારે 10:30 વાગ્યે મધ્યપર્દેશના ગ્લાવિયર પાસે 4.0 તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો હતો.












Click it and Unblock the Notifications
