કેરનમાં 12માં દિવસે પણ અથડામણ જારી, 4 આતંકી ઠાર

shrinagar
શ્રીનગર, 5 ઓક્ટોબર : કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આજે 12 દિવસે પણ સેનાનું આતંકવાદીઓની ઘુસણખોરી સામે અભિયાન જારી છે. સેનાએ આજે ઘુસણખોરીના મોટા પ્રયત્નને નિષ્ફળ કરતા ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે.

એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે 'શાલભાટી ગામના લગભગ 25 કિમી દૂર પશ્ચિમમાં કેરન સેક્ટરના ફતહ ગલી વિસ્તારમાં ઘુસણખોરીની કોશિશ નિષ્ફળ કરી દેવાઇ. અભિયાનમાં 4 આતંકવાદીઓ ઠાર મરાયા.' પ્રવક્તાએ જણાવ્યું કે ઘટનાસ્થળથી છ એકે રાયફલ મળી આવી છે. વિસ્તારમાં સૈનિકો અને આતંકવાદીઓની વચ્ચે રોકાઇ રોકાઇને ગોળીબાર થતી રહી.

હથિયાર લઇને આતંકવાદીઓએ કાશ્મીરમાં 24 સપ્ટેમ્બરના રોજ કેરન સેક્ટરથી ઘુસણખોરી કરવાની કોશીશ કરી હતી પરંતુ સેનાએ તેમની આ કોશીશ નિષ્ફળ કરી દીધી હતી. આ પહેલા સેનાએ શુક્રવારના રોજ કેરન સેક્ટરમાં એલઓસીવાળા વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ નિયંત્રણ રેખાને પાર કરીને આવ્યા હતા. સુરક્ષાદળોએ ઘટનાસ્થળથી ત્રણ એકે-47, ભારે માત્રામાં દારુ-ગોળા અને વાયરલેસ સેટ જપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે નવી દિલ્હીમાં સેના પ્રમુખ જનરલ વિક્રમ સિંહે એ વાતોને રદીયો આપ્યો હતો કે જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાં કારગિલ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે, જ્યાં પાકિસ્તાની સેનાના સહયોગથી લગભગ 40 આતંકવાદી સૈનિકોથી લડી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે આતંકવાદીઓને જલદી ખદેડી દેવામાં આવશે.

જનરલ સિંહે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આતંકવાદીઓએ નિયંત્રણ રેખા પર કોઇ ભારતીય ગામ પર કબજો નથી જમાવ્યો. જ્યારે શાલા ભાટા ગામ પર આતંકીઓ અને પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો કબ્જો યથાવત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X