ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત, 3 ઘાયલ
આંધ્રપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. જ્યાં પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક ઝડપે આવતી ટ્રક અકસ્માતનો શિકાર બની હતી. ટ્રક પલટી જવાને કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પશ્ચિમ ગોદાવરી : આંધ્રપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. જ્યાં પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક ઝડપે આવતી ટ્રક અકસ્માતનો શિકાર બની હતી. ટ્રક પલટી જવાને કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં ત્રણ લોકોની હાલત ગંભીર છે.

આ માર્ગ અકસ્માત 14 જાન્યુઆરીની સવારે તાડેપલ્લીગુડેમ વિસ્તારમાં થયો હતો. વિસ્તારના સર્કલ ઈન્સ્પેક્ટર રવિ કુમાર વીરાએ જણાવ્યું કે, ટ્રક માછલીઓથી ભરેલી હતી, ટ્રકે કાબૂ ગુમાવ્યો અને પલટી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
