સુપ્રીમ કોર્ટ પહોંચ્યો વિકાસ દૂબે એનકાઉન્ટર કેસ, તપાસ માટે કરાઈ 4 અરજી

કાનપુર એનકાઉન્ટર કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં ચાર અરજીઓ કરવામાં આવી છે.

કાનપુરમાં 8 પોલિસકર્મીઓની હત્યા કરીને ભાગી ગયેલ વિકાસ દૂબેની ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ થઈ. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિકાસે જાણીજોઈને સરેન્ડર કર્યુ છે. આ દરમિયાન શુક્રવારે સવારે કાનપુર પાછા આવતી વખતે પોલિસ એનકાઉન્ટરમાં તે માર્યો ગયો. ત્યારબાદ જારી પોલિસ નિવેદન પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે. સાથે જ અમુક લોકોએ આને નકલી એનકાઉન્ટર ગણાવ્યુ છે જેથી વિકાસ સાથે જોડાયેલ વ્હાઈટ કૉલર લોકોને બચાવી શકાય. આ દરમિયાન કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં ચાર અરજીઓ કરવામાં આવી છે.

વિકાસ દૂબે એનકાઉન્ટરની તપાસ માટે કરાઈ ચાર અરજી

વિકાસ દૂબે એનકાઉન્ટરની તપાસ માટે કરાઈ ચાર અરજી

આ કેસમાં એક જનહિત અરજી વકીલ અનૂપ અવસ્થી તરફથી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં એનકાઉન્ટર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ કેસની તપાસ સીબીઆઈ, એનઆઈએ કે કોર્ટના નિરીક્ષણ હેઠળ બનેલ વિશેષ સમિતિ પાસે કરાવવાની માંગ કરવામાં આવી છે. આમાં વિકાસના સાથીઓના પણ એનકાઉન્ટરની તપાસની માંગ કરવામાં આવી છે. વળી, મુંબઈના વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે પણ શુક્રવારે આ અંગે એક અરજી દાખલ કરી છે. વિકાસ દૂબે એનકાઉન્ટરમાં ત્રીજી અરજી એક એનજીઓએ દાખલ કરી છે. તેમણે આ એનકાઉન્ટરની તપાસ માટે એસઆઈટી રચવાની માંગ કરી છે જ્યારે ચોથી અરજી અટલ બિહારી દૂબેએ નોંધાવી છે. એક નજરમાં જોઈએ તો ચારે અરજીઓમાં યુપી પોલિસની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ એનકાઉન્ટરની વિશેષ તપાસની માંગ કરવામાં આવી છે.

એનકાઉન્ટર પહેલા પણ દાખલ થઈ હતી અરજી

એનકાઉન્ટર પહેલા પણ દાખલ થઈ હતી અરજી

વાસ્તવમાં વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે એનકાઉન્ટરના એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. જેમાં વિકાસ દૂબેના એનકાઉન્ટરની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિકાસ દૂબેએ મધ્ય પ્રદેશ જઈને ખુદની ધરપકડ કરાવી જેથી એનકાઉન્ટરથી બચી શકે. યુપી પોલિસની ભૂમિકા શંકાસ્પદ છે. અરજી કેસની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી. સાથે કહેવામાં આવ્યુ કે વિકાસ દૂબેના ઘર અને ગાડીઓને નુકશાન પહોંચાડવા માટે યુપી પોલિસ પર કાર્યવાહી થવી જોઈએ.

શું કહી રહી છે યુપી પોલિસ?

શું કહી રહી છે યુપી પોલિસ?

યુપી પોલિસના જણાવ્યા મુજબ ગેંગસ્ટર વિકાસ દૂબેને લઈને કાનપુર આવી રહેલ એસટીએફના કાફલાની એક ગાડી દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ગાડીમાં વિકાસ દૂબે પણ હતો. કહેવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન વિકાસ દૂબેએ એસટીએફના પોલિસકર્મીઓની પિસ્તોલ છીનવીને ભાગવાની કોશિશ કરી ત્યારબાદ પોલિસ ટીમે વિકાસ દૂબે પર વળતુ ફાયરિંગ કર્યુ. આ અથડામણમાં ત્રણ ગોળી વિકાસને વાગી અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ત્યારબાદ હોસ્પિટલ લઈ જતી વખતે તેણે દમ તોડી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X