For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાછલા 24 કલાકમાં કોરોનાના 1035 નવા કેસ સામે આવ્યા, દેશમાં સંક્રમિતોની સંખ્યા 7447

પાછલા 24 કલાકમાં કોરોનાના 1035 નવા કેસ સામે આવ્યા, દેશમાં સંક્રમિતોની સંખ્યા 7447

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંક્રમણ દેશભરમાં વધતું જઈ રહ્યું છે. શુક્રવાર સુધી કોરોના સંક્રમિત મામલાની સંખ્યા વધીને 7447 સુધી પહોંચી ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 239 સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે કોરોનાના 6565 દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે, જ્યારે 643 લોકોનો ઈલાજ સફળતાપૂર્વક કરી દેવામાં આવ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1035 નવા મામલા સામે આવ્યા છે અને દિવસમાં 40 લોકોના મોત થયાં છે.

કોરોનાના મામલામાં ઉછાળો

કોરોનાના મામલામાં ઉછાળો

રાજધાની દિલ્હીમાં કોરોનાના મામલામાં ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે અહીં સંક્રમણના 183 નવા મામલા નોંધાયા છે. અગાઉ બુધવારે અહીં 93 મામલા સામે આવ્યા હતા. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 14 લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્ર દેશમાં કોરોના સંક્રમણનું સૌથી મોટું રાજ્ય બની ગયું છે. પ્રદેશની રાજધાની મુંબઈ કોરોનાના એક હજાર મામલા વાળું દેશનું પહેલું શહેર બની ગયું છે. શુક્રવારે મુંબઈમાં 132 નવા મામલા સામે આવ્યા.

કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સપ્લાન્ટનો એકેય મામલો નહિ

કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સપ્લાન્ટનો એકેય મામલો નહિ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે ફરી કહ્યું કે દેશમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સપ્લાન્ટના એકેય મામલા સામે આવ્યા નથી. સાથે જ લોકોને અનુરોધ કર્યો કે તેઓ લૉકડાઉનના નિયમોનું પાલન કરે તથા લોકોને મળવાનુ બંધ કરે. સ્વાસ્થ્ય મંત્રાલયે આઈસીએમઆરના એક અધ્યયન સંબંધી સવાલના જવાબમાં આ વાત કહી.

કેરળ કોરોના પર કાબૂ મેળવવામાં ઘણી હદ સુધી સફળ

કેરળ કોરોના પર કાબૂ મેળવવામાં ઘણી હદ સુધી સફળ

આ દરમિયાન કેરળે કોરોના સંક્રમણને કાબૂમાં કરવા ઘણી હદ સુધી સફળતા હાંસલ કરી છે. અહીં સંક્રમણનો ગ્રાફ નીચે પડતો જણાઈ રહ્યો છે. શુક્રવારે પ્રદેશમાં કરોનાના સંક્રમણના માત્ર 7 મામલા જ સામે આવ્ા હતા. જે બાદ પ્દેશમાં કોરોનાની સંખ્યા 364 થઈ ગઈ છે જ્યારે 30 જાન્યુઆરીએ પહેલો કેસ સામે આવ્યા બાદથી અત્યાર સુધી કેરળમાં 14 લોકો ઠીક થઈ ઘરે જઈ ચૂક્યા છે.

લૉકડાઉન લંબાશે કે ખતમ થશે? મુખ્યમંત્રીઓ સાથે આજે પીએમ મોદીની બેઠકમાં થશે નિર્ણયલૉકડાઉન લંબાશે કે ખતમ થશે? મુખ્યમંત્રીઓ સાથે આજે પીએમ મોદીની બેઠકમાં થશે નિર્ણય

English summary
40 deaths and 1035 new cases in last 24 hours, the sharpest ever increase in cases. India's total number of positive cases rises to 7447.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X