For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં ફરીથી વધ્યા કોરોનાના દર્દી, ગત 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા

દેશમાં ફરીથી વધ્યા કોરોનાના દર્દી, ગત 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા

|
Google Oneindia Gujarati News

દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસના દર્દીઓમાં વધારો થયો છે, તાજા આંકડા ભયાનક છે. દેશના કેટલાય રાજ્યોમાં લૉકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે તો ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ગત 24 કલાકમાં દેશમાં 43846 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 197 લોકોના મોત થયાં છે અને 22956 દર્દી સાજા થયા છે, જે બાદ દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,15,99,130 થઈ ગઈ છે અને મોતનો આંકડો 1,59,755 પર પહોંચી ગયો છે. દેશમાં હાલ સક્રિય મામલા 3,09,087 છે, જ્યારે 1,11,30,288 લોકો હોસ્પિટલેથી સાજા થઈ ઘરે પહોંચી ગયા છે અને ભારતમાં અત્યાર સુધી 4,46,03,841 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.

પ્રશાસનની ચિંતા વધી

પ્રશાસનની ચિંતા વધી

કોરોનાના વધતા દર્દીઓની સંખ્યાએ પ્રશાસનની ચિંતા વધારી દીધી છે. જ્યારે આ વિષય પર પીએમ મોદીએ પણ ગત બુધવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી હતી. કોરોના દર્દીની વધતી સંખ્યા પર હવે દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દેશ કોરોનાવાયરસની બીજી લહેર તરફ આગળ વધી રહ્યો છે અને લોકોની લાપરવાહી અને ઢિલાઈને કારણે ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે. આવી સૂરતમાં આપણે વેક્સીનના ડોઝ વધારવાની જરૂરત છે. એક દિવસમાં આપણે 50 લાખ ડોઝની જરૂરત છે અને લોકોને ફરીથી મહામારી પ્રત્યે જાગરૂક કરવાની જરૂરત છે.

મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક

મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક

ફરી એકવાર મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે, અહીં શનિવારે કોરોના વાયરસે ફરી એકવાર રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 27126 નવા મામલા નોંધાયા છે. જાણકારી મુજબ કોરોનાની શરૂઆત બાદથી આ આંકડા અત્યાર સુધીના સૌથી વધુ નોંધાયા છે, જો કે શનિવારે 13 હજાર 588 દર્દી રિકવર પણ થયા છે, આ જીવલેણ વાયરસથી 92 લોકોનાં મોત થયાં છે, જે બાદ મોતનો કુલ આંકડો 53 હજાર 300 થઈ ગયો છે. વધતા કોરોના મામલાને ધ્યાનમાં રાખી લૉકડાઉનની અવધી 31 માર્ચ સુધી વધારી દેવાઈ છે.

પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે કોરોના સંક્રમિત

પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે કોરોના સંક્રમિત

મહારાષ્ટ્ર સરકારમાં ટૂરિઝ્મ અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે કોરોના સંક્રમિત થઈ ગયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ શનિવારે સાંજે ટ્વીટ કરી જણાવ્યું કે કોવિડના કેટલાક લક્ષણ દેખાવા પર મેં મારો ટેસ્ટ કરાવ્યો હતો, આજે તેનો રિપોર્ટ આવ્યો છે. હું કોરોના પોઝિટિવ મળી આવ્યો છું, મારા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા અપીલ કરું છું.

Bitcoin Rate: જાણો 21 Marchના લેટેસ્ટ રેટBitcoin Rate: જાણો 21 Marchના લેટેસ્ટ રેટ

English summary
43,846 new cases of coronavirus reported in the last 24 hours. દેશમાં ફરીથી વધ્યા કોરોનાના દર્દી, ગત 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X