બેંગ્લુરુમાંથી 48 કરોડ રૂપિયા, 1.07 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત

Written By:
Subscribe to Oneindia News

આકવેરા વિભાગે બેંગલુરુમાં બુલિયન ડીલરો અને જ્વેલર્સ પાસથી 48 કરોડ રૂપિયાની અઘોષિત આવક જપ્ત કરી છે. અન્ય એક મામલામાં આવકવેરા વિભાગ દ્વારા 1.07 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરવામાં આવી છે. આ કોઇ પહેલો કિસ્સો નથી જ્યાં આટલી મોટી રકમમાં નવી નોટો જપ્ત કરવામાં આવી હોય.

money

2.35 કરોડ રૂપિયાની નવી નોટો પકડાઇ
નોટબંધી બાદ આ ગુરૂવારે આસામમાં આવકવેરા વિભાગે મોટી માત્રમાં નવી નોટો જપ્ત કરી હતી. આકવેરા વિભાગે 2.35 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરી હતી. આસામના નાગાંવ જિલ્લામાં નાગાંવ બડાબજારમાંથી આ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ સ્થળ ગુવાહાટીથી લગભગ 110 કિલોમીટર દુર છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓને આ મોટી રકમ વિશે સૂચના મળી હતી, જેને આધારે આવકવેરાના અધિકારીઓએ છાપો મારી આ રકમ જપ્ત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જપ્ત કરવામાં આવેલી કુલ રકમમાંથી 2.29 કરોડ રૂપિયાની 2000 નવી નોટો હતી તથા લગભગ 1 લાખ રૂપિયા 500ની નવી નોટમાં હતી. આ રોકડ એક બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ માટે હતી, જેના માલિક હતા અમૂલ્ય દાસ અને તપન દાસ. જો કે, આ બંન્નેનું કહેવું છે તેમની આ રકમ ગેરકાનૂની નથી. આ બંન્ને વેપારીઓ તમાકુ અને સ્ટોશનરીના હોલસેલ વિક્રેતા છે.

પહેલાં પણ આસામમાંથી મોટી રોકડ ઝડપાઇ હતી
થોડા દિવસ પહેલા પણ આસામની પોલિસે ગુવાહાટીના ઘણા વ્યવસાયી ઘરોમાંથી લગભગ 1.5 કરોડ રૂપિયાની નવી નોટો જપ્ત કરી હતી, જેમાં રૂ.2000 અને રૂ.500ની નવી નોટો હતી. આ વેપારીનું નામ હરજિત સિંહ બેદી હતું, જેના ઘરે મોટી માત્રામાં કાળું નાણું સંતાડ્યું હોવાની સૂચના મળી હતી. સૂચના મળતાં જ પોલિસે હરજિતના ઘરે છાપો મારી આ રક જપ્ત કરી હતી. આ તમામ રોકડ રકમ બેદીના ઘરના બાથરૂમમાં બનાવવામાં આવેલા ગુપ્ત લોકરમાં સંતાડવામાં આવી હતી.

English summary
48 crore rupees undisclosed income detected in bengaluru.
Please Wait while comments are loading...