લો બોલો, 4940 લોકોએ Zomato પર ખાવાની બદલે ગર્લફ્રેન્ડની કરી માગ, ફૂડ ડિલીવરી એપે આપ્યો જોરદાર જવાબ
લોકપ્રિય ફૂડ ડિલિવરી એપ Zomato સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટનાએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હૈદરાબાદમાં એક યુઝરે મજાકમાં ખાવાના બદલે 'ગર્લફ્રેન્ડ' માંગી. આ અસામાન્ય વિનંતી ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બની ગઈ, જેમાં લોકોએ ખૂબ જ મજા કરી.
વાસ્તવમાં તે માત્ર એક વ્યક્તિની વાત નથી. Zomato એ વર્ષનો ડેટા રજૂ કર્યો છે, જેમાં એ જણાવવામાં આવ્યું છે કે લોકોએ તેમની એપ પર શું સર્ચ કર્યું અને તેમણે શું માંગ્યું.

યૂઝર્સે શેર કરી પોસ્ટ
આ ડેટા અનુસાર, 4,940 લોકોએ તેમના ખોરાકની સાથે ગર્લફ્રેન્ડની શોધ કરી છે. આ વાત ભલે અજીબ લાગતી હોય, પરંતુ તે ખરેખર યુઝર્સમાં ઘણી ઉત્સુકતા પેદા કરી છે. એક યૂઝરે પોસ્ટ શેર કરતા લખ્યું કે, "ઝોમેટો પર ગર્લફ્રેન્ડ શોધવી એ એક સરસ વિચાર હતો, તેથી જો તે શક્ય હતું, તો હું ચોક્કસપણે તેને ચૂકી ગયો ન હોત, મેં તેને બુક કરાવ્યું હોત. હવે હું દુઃખી છું કારણ કે હું તેને શોધી શકતો નથી,"
ઝોમેટોએ આપી પ્રતિક્રિયા
અસામાન્ય વિનંતીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર ઉભું કર્યું. ઘણાને તે મનોરંજક લાગ્યું, જ્યારે અન્ય લોકોએ તેને ઑનલાઇન સેવાઓની બદલાતી પ્રકૃતિ વિશે ચર્ચા કરવાની તક તરીકે જોયું. આ અણધારી વિનંતી પર Zomatoનો પ્રતિસાદ ખેદજનક હતો. "આવી વિનંતીઓ પૂરી કરવી અમારા માટે શક્ય નથી. કોઈપણ અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ,"












Click it and Unblock the Notifications
