For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1

લદ્દાખમાં આજે સવારે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લદ્દાખમાં આજે સવારે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલજી અનુસાર ભૂકંપના આ ઝટકા આજે સવારે 5.13 વાગે અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 નોંધવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર લેહથી 174 કિલોમીટર પૂર્વ તરફ હતુ. જો કે હજુ સુધી ભૂકંપના આ ઝટકાથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી આવ્યા. ભૂકંપના ઝટકા લાગ્યા બાદ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા.

earthquake

તમને જણાવી દઈએ કે આ પહેલા 25 અને 26 સપ્ટેમ્બરે પણ લદ્દાખમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. 25ના રોજ 3.7ની તીવ્રતા અને 26ના રોજ 5.6ની તીવ્રતાના ઝટકા અનુભવાયા હતા. એટલુ જ નહિ 8 સપ્ટેમ્બરે પણ લદ્દાખમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.4 હતી. લેહ-લદ્દાખમાં 31 ઓગસ્ટે પણ ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.

કોરોનાનો ઈલાજ કરાવી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ટ્રમ્પકોરોનાનો ઈલાજ કરાવી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ટ્રમ્પ

English summary
5.1 magnitude earthquake of Ladakh in early morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X