રાજસ્થાનની ધરા ધ્રૂજી, બીકાનેરમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
રાજસ્થાનની ધરા ધ્રૂજી, બીકાનેરમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
રાજસ્થાનના બીકાનેરમાં આજે ભૂકંપના તેજ ઝાટકા અનુભવાયા. જાણકારી મુજબ આજે સવારે 5:24 વાગ્યે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફૉર સિસ્મોલોજી મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ. ભૂકંપને પગલે કોઈપણ પ્રકારની નુકસાનનીના અહેવાલ સામે નથી આવ્યા. રાજસ્થાન ઉપરાંત મેઘાલયમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. રાતે 2:10 વાગ્યે મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા હતા, ત્યારે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ.

આ ઉપરાંત લદ્દાખના લેહમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. બૂકંપના આ ઝાટકા સવારે 4:57 વાગ્યે અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6ની નોંધાઈ હતી. જો કે ત્રણમાંથી એકેય જગ્યાએ જાનમાલના નુકસાનનીના અહેવાલ મળ્યા નથી.












Click it and Unblock the Notifications
