• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પડદા પાછળના 5 ચહેરા જેણે મોદીને અપાવ્યો પ્રચંડ વિજય

|

પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે જાહેરમાં ભાજપના કેમ્પેઈનને લીડ કર્યું. જો કે પક્ષમાં કેટલાક ચહેરા એવા પણ છે, જેમણે પડદા પાછળ રહીને આ પ્રચંડ વિજય મેળવવામં મહત્વની ભૂમિકા નિભાવી છે. અમે ભાજપના એવા પાંચ નેતાઓની વાત કરી રહ્યા છીએ, જેઓ કેમ્પેઈન દરમિયાન લાઈમલાઈટમાં આવ્યા વિના મોદીને ફરી અને ગત ચૂંટણી કરતા વધુ બહુમતી સાથે સત્તામાં લાવવા મહેનત કરતા રહ્યા. આ પાંચમાંથી કેટલાક ચહેરા એવા છે, જેમના વિશે સામાન્ય જનતાને કશી જાણ નથી.

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જઈ શકે છે અશોક ગેહલોતની CMની ખુરશી

સુનીલ બંસલ

સુનીલ બંસલ

સુનીલ બંસલ પાસે ઉત્તર પ્રદેશ જેવા 80 બેઠકો ધરાવતા રાજ્યની જવાબદારી છે. મૂળ RSSમાંથી આવેલા ભાજપના મહાસચિવ સુનીલ બંસલની યુપીમાં આ સતત ત્રીજી ચૂંટણી હતી. તેમણે 2014 અને 2017માં પણ યુપીમાં ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી હતી. ભાજપમાં તેમને અમિત શાહના 'નટ્સ એન્ડ બોલ્ટ્સ મેન' તરીકે ઓળકવામાં આવે છે. પાર્ટીના મહાસચિવ તરીકે જ્યારે 2014માં અમિત શાહે યુપીની જવાબદારી સંભાળી હતી, ત્યારે સુનીલ બંસલે તેમના જમણા હાથ તરીકે કામ કર્યું હતું. આ ચૂંટણીમાં બૂઆ બબુઆના ફેક્ટર છતાંય ભાજપ અને તેમના સહયોગી પક્ષોએ 64 બેઠકો પર વિજય મેળવ્યો છે, તેનો શ્રેય સુનીલ બંસલને જ જાય છે.

કૈલાશ વિજયવર્ગીય

કૈલાશ વિજયવર્ગીય

પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રણનીતિને જમીન પર ઉતારવાની મુખ્ય જવાબદારી કૈલાશ વિજયવર્ગીય પાસે હતી. જેમણે અશક્યને શક્ય બનાવી આ જવાબદારી નિભાવી. કૈલાશ વિજયવર્ગીય ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી છે અને બંગાળમાં તેમણે મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMC વિરુદ્ધ કેમ્પેઈન ચલાવવામાં મહત્વનો રોલ નિભાવ્યો છે. બંગાળમાં ભાજપ પાસે કોઈ હેવીવેટ નેતા નહોતા, તેમ છતાંય ભાજપે લોકો વચ્ચે થયેલી જૂથબંધી કંટ્રોલમાં રાખીને વિજયવર્ગીયએ મહત્વની ભૂમિકા નિભાવી અને બંગાળમાં પાર્ટીને ટાર્ગેટની નજીક પહોંચાડી. એ પણ સત્ય છે કે રાજ્યમાં ભાજપ ટીએમસીથી માત્ર 4 સાંસદ અને 3 ટકા વોટથી પાછળ રહી ગઈ.

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર

રાજસ્થાનમાં ભાજપને તમામ 25 બેઠકો જીતાડવાની જવાબદારીમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે બેકચેનલ ડીલિંગમાં મહત્વની જવાબદારી નિભાવી છે. તેમણે કેટલીક જાતિના નેતાઓને પાર્ટીના સહોયગી તરીકે જોડવાની જવાબદારી નિભાવી. જાટ અને ગુર્જર નેતાઓને પાર્ટી સાથે જોડવા માટે તેમણે પૂર્વ સીએમ વસુંધરા રાજેને પણ મનાવ્યા અને એ વાતનું ધ્યાન રાખ્યું કે સ્ટેટ યુનિટમાં જો કોઈ વાતને લઈ મતભેદ થાય તો તેનાથી પાર્ટીના પ્રદર્શન પર કોઈ અસર ન પડે. તેમની આ વ્યૂહરચના સફળ રહી અને તેના કારણે પાર્ટીએ રાજસ્થાનમાં 100 ટકા સફળતા મેળવી.

ભૂપેન્દ્ર યાદવ

ભૂપેન્દ્ર યાદવ

ભાજપના ઉપાધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ પાસે રાષ્ટ્રીય સ્તર પર પક્ષ માટે ચૂંટણી અભિયાનની મોટી જવાબદારી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત સાહ માટે રેલીની જગ્યા પસંદ કરવાનથી લઈ તેના આયોજનની તમામ જવાબદારી ભૂપેન્દ્ર યાદવે ઉઠાવી હતી. તેઓ આ મોટી રેલી માટે લોજિસ્ટિકનું કામ તો જોઈ જ રહ્યા હતા, સાથે જ મોદીની ઓફિસ સાથે પણ કો ઓર્ડિનેટ રતા હતા. આ ઉપરાંત તેમની પાસે બિહાર અને ઝારકંડ જેવા રાજ્યોની જવાબદારી પણ હતી, જ્યાં તમામ સમીકરણો છતાંય ભાજપના ઉમેદવારોને જીતવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી.

અનિલ જૈન

અનિલ જૈન

ગત વર્ષે ડિસેમ્બરમાં છત્તીસગઢમાં ભાજપને મળેલા કારમા પારજયને પાંચ મહિના બાદ જ જીતમાં બદલવામાં ભાજપના મહાસચિવ ડોક્ટર અનિલ જૈનની જ કામગીરી મહત્વની છે. તેમના કહેવાથી જ ભાજપે તમામ 10 બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપી અને 9 બેઠકો જીતવામાં સફળ થઈ. છત્તીસગઢ ઉપરાંત તેમની પાસે હરિયાણાની પણ જવાબદારી છે, અને ત્યાં પણ ભાજપને અભૂતપૂર્વ જીત મેળવવામાં તેમનું મહત્વનું યોગદાન છે. હરિયાણાં જાટ સમુદાયના વોટનો મહત્વનો હિસ્સો ભાજપના પક્ષમાં લાવવામાં અને કોંગ્રેસના તમામ સમીકરણો ધોઈને રાજ્યની તમામ 10 બેઠકો જીતવામાં મનોહરલાલ ખટ્ટરની મદદ કરી છે.

English summary
these five bjp leaders who established bjps victory second time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more