For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેઘાલયમાં બસ નદીમાં ખાબકતા 5 લોકોના મોત, 2 ગુમ

મેઘાલયમાં એક બસ નદીમાં ખાબકતા 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 ગુમ લોકોના ગુમ થયા સમાચાર છે. હાલ રેસ્ક્યૂ ટીમ બચાવ કામગીરી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

મેઘાલયમાં એક બસ નદીમાં ખાબકતા 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 ગુમ લોકોના ગુમ થયા સમાચાર છે. હાલ રેસ્ક્યૂ ટીમ બચાવ કામગીરી કરી રહી છે. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, મેઘાલયના પૂર્વ ગારો હિલ્સ જિલ્લામાં બુધવારની મધ્યરાત્રિએ મુસાફરોને લઈને જતી બસ નદીમાં પડી જતા પાંચ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અન્ય 16 લોકોને ઇજા પહોંચી હતી.

Bus accident

ઈસ્ટ ગારો હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે 21 મુસાફરો અને ક્રૂને લઈને મેઘાલય ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ રાજ્યના પાટનગરથી 185 કિલોમીટર દૂર નોંગચ્રામમાં રિંગડી નદીમાં પડી ગઈ હતી. બચાવ અને ફાયર અને ઇમરજન્સી સેવાઓ માહિતી મળ્યા બાદ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીએ માહિતી આપી હતી કે, પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘાયલોને વિલિયમનગર અને તુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે બે મુસાફરો ગુમ હોવાથી બચાવ પ્રયાસો ચાલુ છે. અમને આશા છે કે તેઓ જલ્દીથી મળી જશે.

પોલીસે જણાવ્યું કે, નવ મુસાફરો તુરાના હતા, જ્યારે 12 વિલિયમનગરના હતા. મુસાફરોના પરિવારના સભ્યોને વધુ માહિતી માટે પૂર્વ ગારો હિલ્સ પોલીસ કંટ્રોલ રૂમ નંબર 8794765696 પર ફોન કરવાનું જણાવવામાં આવ્યું છે.

English summary
Five people have been killed after a bus plunged into a river in Meghalaya, while two others are reported missing. The rescue team is currently conducting rescue operations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X