ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં મોદીનું નામ જોડાશે

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

"હું જન્મ થી ભારતીય નથી" :સૈયદ ગલાની

અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની આજે જમ્મુ કાશ્મીરની પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા. નોંધનીય છે કે ગિલાની આરબ દેશમાં પોતાની બિમાર પુત્રીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે. આ પ્રસંગે ગિલાની કહ્યું કે તે જન્મથી ભારતીય નથી. નોંધનીય છે કે ગિલાની પાસપોર્ટ અંગે પહેલાથી અનેક વિવાદો થઇ રહ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોદી કર્યું વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોદી કર્યું વૃક્ષારોપણ

આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નવી દિલ્હીના નિવાસ સ્થાને વૃક્ષારોપણ કર્યું. આ સમયે પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર પણ ત્યાં હાજર હતા.

ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં મોદીનું નામ જોડાશે

ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં મોદીનું નામ જોડાશે

આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે યોજનારો કાર્યક્રમ એક નવો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવા જઇ રહ્યો છે. દિલ્હીના રાજપથ વિસ્તારમાં આ દિવસે 40 હજાર લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યોગ કાર્યક્રમ કરશે. 35 મિનિટના આ કાર્યક્રમમાં વિદ્યાર્થી, લોકો, સરકારી અધિકારી, પાંચ હજાર પોલિસ કર્મીઓ ભાગ લેશે.

આંતરાષ્ટ્રિય યોગ દિવસનો મુસ્લિમો કર્યો વિરોધ

આંતરાષ્ટ્રિય યોગ દિવસનો મુસ્લિમો કર્યો વિરોધ

ભારતમાં આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે ભારત સહિત 125 દેશોમાં આની પર કાર્યક્રમો થવાના છે. જેમાં ઇરાન, સિરિયા, અફધાનિસ્તાન જેવા મુસ્લિમ દેશોનો પણ સમાવેશ થાય છે. જો કે તેમ છતાં ભારતના અમુક મુસ્લિમ સંગઠનો આ દિવસને અનિવાર્ય કરવાની ના પાડી રહ્યા છે. અને તેનો વિરોધ કરી રહ્યા છે.

મેગી વિવાદ મામલે નેસ્લે તેનો તમામ સ્ટોક પાછો લેશે

મેગી વિવાદ મામલે નેસ્લે તેનો તમામ સ્ટોક પાછો લેશે

મેગી વિવાદ મામલે નેસ્લેએ મોટો નિર્ણય લીધો છે. તેણે પ્રેસ રિલિઝ કરી જાહેરાત કરી છે કે કંપની તેનો તમામ મેગીનો સ્ટોક પરત લેશે. વધુમાં નેસ્લે સ્પષ્ટ કર્યું છે કે તે સુધારેલા આવરણ સાથે થોડા સમયમાં પરત ફરશે. વધુમાં નેસ્લે કહ્યું કે તેના મત મુજબ મેગી પ્રોડક્ટ બિલકુલ સુરક્ષિત છે. પણ તેમ છતાં કંપની તેનો સ્ટોક પરત કરી રહી છે.

મણિપુર મામલે આજે ગૃહમંત્રાલયે બોલાઇ આપાત બેઠક

મણિપુર મામલે આજે ગૃહમંત્રાલયે બોલાઇ આપાત બેઠક

ભારત મ્યાંમાર સીમા પર થયેલા અત્યાર સુધીના સૌથી ગંભીર હુમલામાં ગુરુવારે, ચાંડેલ જિલ્લામાં ઉગ્રવાદીઓએ ડોગરા રેજીમેન્ટના 18 જવાનો માર્યા, તથા 11 જવાનો ઇજાગ્રસ્ત છે. ત્યારે આજે ગૃહમંત્રાલયે આ મામલે આપાત કાલીન બેઠક બોલાવી છે. જેમાં રાજનાથ સિંહ, રક્ષા પ્રધાન મનોહર પર્રિકર અને સેના પ્રમુખ હાજર રહેશે. નોંધનીય છે કે આ હુમલાની જવાબદારી અલ્ફા અને એનએસસીએને લીધી છે.

જમ્મીમાં ભડકી હિંસા, 1 ની મોત, 6 ઇજાગ્રસ્ત

જમ્મીમાં ભડકી હિંસા, 1 ની મોત, 6 ઇજાગ્રસ્ત

ગુરુવારે, જમ્મુમાં ઓપરેશન બ્લુ સ્ટારની તિથિ પર રાખેલા કાર્યક્રમનું પોસ્ટર નીકાળવા મામલે પોલિસ અને શીખો વચ્ચે થયેલી હિંસા બાદ આજે પણ જમ્મુમાં વાતાવરણ તંગ રહ્યું. આ ધટનામાં અત્યાર સુધી 1 વ્યક્તિની મોત અને 6 લોકોને ગંભીર ઇજાઓ થઇ છે. વધુમાં માલસામાનની અનેક વસ્તુઓને ભારે નુક્શાન થયું છે.

સોપોરમાં તહરીક-એ-તાલિબાનના પોસ્ટર

સોપોરમાં તહરીક-એ-તાલિબાનના પોસ્ટર

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં નામચીન આંતકી સંગઠન તહરીક-એ-તાલિબાન પોસ્ટર લગાયેલા જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. આ પોસ્ટરમાં ગેર રાજ્યનો લોકોને આસરો ન આપવા, ઇસ્લામના નિયમોનું પાલન, સેનાને પેટ્રોલ ન આપવું તેવી વાતો લખવામાં આવી છે. સાથે જ તેનું ઉલ્લંધન કરનારને સજા ભોગવવા તૈયાર રહેવાનું કહ્યું છે. નોંધનીય છે કે આ પહેલી વાર બન્યું છે કે ધાટીમાં આ સંગઠનના પોસ્ટર લાગ્યા હોય.

મુરલી મનોહર જોશીએ ગડકરીનો મજાક ઉડાવ્યો

મુરલી મનોહર જોશીએ ગડકરીનો મજાક ઉડાવ્યો

વારાણસીમાં, વિશ્વ પર્યાવરણ દિવસ એક કાર્યક્રમમાં હાજર રહેલ કાનપુરના સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીની ઠેકડી ઉડાડતા કહ્યું કે લાગે છે કે નિતિનને ઇતિહાસ અને ભૂગોલની ઓછી જાણકારી છે માટે જ તે ગંગામાં જહાજ ચલાવાના સપના જોઇ રહ્યા છે. વધુમાં તેમણે ગંગા સફાઇ મામલે કેન્દ્રની ઝાટકણી કાઢતા કહ્યું કે ટૂકડે ટૂકડે ગંગા સાફ નહીં થાય.

જોધપુર બાળકો કહ્યું મેગી છે હાનિકારક

જોધપુર બાળકો કહ્યું મેગી છે હાનિકારક

મેગી વિવાદ પર જોધપુરના બાળકોએ પણ વિરોધ પ્રદર્શન કરી લોકોને મેગી ના ખાવા માટે અપીલ કરી.

કોલકત્તાના બાળકો કહ્યું બેન કરો મેગી

કોલકત્તાના બાળકો કહ્યું બેન કરો મેગી

તો બીજી તરફ કોલકત્તામાં પણ નાના બાળકોએ રસ્તા પર ઉતરીને મેગીને બેન કરવાની સરકારને માંગ કરી.

10 દિવસના કોમી રમખાણ બાદ લોકો ઘરે પરત ફર્યા

10 દિવસના કોમી રમખાણ બાદ લોકો ઘરે પરત ફર્યા

ફરીબાદના અટાલી ગામમાં બે કોમો વચ્ચે થયેલા કોમી વિવાદ અને હિંસક અથડામણ બાદ કડક પોલિસ બંદોવસ્ત વચ્ચે ગામનો લોકો તેમના ઘરે પરત ફરી રહ્યા છે.

જેટલી કહ્યું ઓછા વરસાદ બાદ પણ નહીં વધે મોંધવારી

જેટલી કહ્યું ઓછા વરસાદ બાદ પણ નહીં વધે મોંધવારી

બે વર્ષોથી ઓછા વરસાદ બાદ આજે જ્યાં એક બાજુ શેરબજારમાં મોટું ગાબડું જોવા મળ્યું છે ત્યાં જ કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ તમામ લોકોને ભરોસો અપાવ્યો છે કે ઓછા વરસાદ બાદ પણ તેમની સરકાર મોંધવારી નહીં વધવા દે. વધુમાં તેમણે કહ્યું કે સરકાર પાસે પુરતો ખાદ્ય સ્ટોક છે. અને સરકાર આ મામલે જરૂરી પગલા લઇ રહી છે.

નરેન્દ્ર મોદીના નવા ફેન છે અખિલેશ યાદવ!

નરેન્દ્ર મોદીના નવા ફેન છે અખિલેશ યાદવ!

વિપક્ષ ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાને ખોટી ગણાવે પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવના મતે આ વિદેશ યાત્રા મોદીના શ્રેષ્ઠ કામોમાંથી એક છે. મોદીની પ્રશંસા કરતા કહ્યું છે કે મોદીની વિદેશ યાત્રાને દેશને ફાયદો થયો છે. અને રોકાણ પણ વધ્યું છે. ત્યારે અખિલેશની આ ટિપ્પણીથી મોદીના ફેન લિસ્ટમાં વધારો થયો છે કે કેમ તે સવાલ ઊભો થાય છે.

મોદી સામેની લડતમાં રાહુલે ગ્રીનપીસનો સહારો લીધો

મોદી સામેની લડતમાં રાહુલે ગ્રીનપીસનો સહારો લીધો

ગુરુવારે ક્રોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગ્રીનપીસની પ્રતિનિધિ પ્રિયા પિલ્લઇ સાથે મુલાકાત કરી. જે બાદ રાહુલે કહ્યું કે કાનૂની આઝાદીની જંગ લડતા લોકોનો સાથ ક્રોંગ્રેસ જરૂરથી આપશે. જે જોતા લાગી રહ્યું છે કે મોદી સામેની લડતમાં રાહુલ ગાંધી હવે સ્વૈચ્છિક સંગઠનોને પણ સામેલ કરવા ઇચ્છે છે.

શિવસેના કહ્યું કટ્ટરપંથિયોને મોદી આપ્યો કડક સંદેશ

શિવસેના કહ્યું કટ્ટરપંથિયોને મોદી આપ્યો કડક સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે ધાર્મિક ભેદભાવને તે બિલકુલ પણ ચલાવી નહીં લે. જે પર શિવસેનાએ મોદીની પીઠ થપથપાવતા કહ્યું કે આ દ્વારા વડાપ્રધાને કટ્ટરપંથીઓને કડક શબ્દોમાં સંદેશો આપ્યો છે કે તે હિંદુ વિરોધી પ્રવૃત્તિઓને નહીં શાંખી લે.

ઉગ્રવાદીઓને કરારો જવાબ આપશે સેના

ઉગ્રવાદીઓને કરારો જવાબ આપશે સેના

મણિપુર સેના પર હુમલો કરનાર આંતકી પર સરકાર લાલ આંખ કરી છે. એક તરફ જ્યાં આની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે ત્યાં જ બીજી તરફ સરકારે દોષી સંગઠનોને જડથી નીકાળવાની વાત કરી છે. વધુમાં આર્મી પ્રમુખ જનરલ દબબીર સિંહે મણિપુર પહોંચ્યા છે.

કેરળમાં ચોમાસાની એન્ટ્રી

કેરળમાં ચોમાસાની એન્ટ્રી

લાંબા સમયની રાહ જોયા બાદ આખરે કેરળમાં પહોંચી ગયું છે ચોમાસું. ચોમાસાની એન્ટ્રી થતા જ કેરળના અમુક જિલ્લામાં જોરદાર વરસાદ થયો છે.

મણિપુર હુમલામાં ટ્વિટ વિવાદમાં સપડાયા રિતિક

મણિપુર હુમલામાં ટ્વિટ વિવાદમાં સપડાયા રિતિક

ગુરુવારે, મણિપુરના આંતકી હુમલામાં માર્યા ગયેલા શહિદો પર બોલીવૂડ સ્ટાર રિતિક રોશને ટ્વિટ કર્યું. અને આ શોક વ્યક્ત કરીને શહીદોને શ્રદ્ધાજંલી પણ આપી. પણ ભૂલથી પોતાની ટ્વિટમાં આંતકીઓને રિતિકે મણીપુરી આદિવાસી કહી દીધા જે પણ વિવાદ વધતા રિતિકે ટ્વિટ કરીને સુધાર્યું કે તેમનો મતલબ મણિપુરી આંતકી હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X