For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં પોલીસને વિઘાનસભામાં મારનારા 5 ધારાસભ્યો બરતરફ

|
Google Oneindia Gujarati News

maharashtra-assembly
મુંબઇ, 20 માર્ચ : મુંબઇના બાન્દ્રા વર્લી સી લિંક પાસે ધારાસભ્યની ગાડી રોકનારા સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સચીન સૂર્યવંશીને મહારાષ્ટ્રના પાંચ ધારાસભ્યોએ મંગળવારે ખૂબ માર માર્યો હતો. આ બનાવમાં મારપીટ કરનાર મહારાષ્ટ્રના પાંચ વિધાનસભ્યોને આ વર્ષ પૂરતા વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પાંચ વિધાનસભ્યોમાં રામ કદમ (મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટી), ક્ષિતીજ ઠાકુર (બહુજન વિકાસ આઘાડી), જયકુમાર રાવલ (ભાજપ), પ્રદીપ જયસ્વાલ (અપક્ષ) અને રાજન સાળવી (શિવસેના)નો સમાવેશ થાય છે. સૂર્યવંશીની વિધાનભવનના પ્રાંગણમાં મારપીટ કરવા બદલ આ તમામ વિધાનસભ્યો વિરુદ્ધ જોરદાર વિરોધ થયો છે. પોલીસે ક્ષિતીજ ઠાકુર અને રામદાસ કદમ સહિત 14 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સરકારી કર્મચારીની મારપીટ કરવા બદલ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના એક ધારાસભ્ય પોતાની કારમાં બેસીને જઇ રહ્યા હતા. કોઇ કારણથી પોલીસે તેમની કારને અટકાવી હતી. આટલી જ બાબતમાં કારને અટકાવનાર એક પોલીસ અધિકારીની ધારાસભ્યોએ આજે મારપીટ કરી હતી. વિફરેલા ધારાસભ્યોના જૂથની આગેવાની વસઈના વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુરે કરી હતી. આ બનાવમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચીન સૂર્યવંશી નામના તે પોલીસ અધિકારીએ સોમવારે બાન્દ્રા-વરલી સીલિન્ક પર ઠાકુરની કારને રોકી હતી. તેનો બદલો ધારાસભ્યોએ મંગળવારે લીધો હતો. ઠાકુરની આગેવાની હેઠળ ધારાસભ્યોએ વિધાનભવનની બહાર સૂર્યવંશીને પકડીને માર માર્યો હતો.

પ્રશ્નોત્તરી કાળ બાદ ઠાકુરે એમની કારને રોકનાર પોલીસ અધિકારી સામે ગૃહમાં વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરી હતી. તેમણે એ બનાવનું ગૃહમાં વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે હું વિધાનસભાની કાર્યવાહીમાં હાજરી આપવા માટે જતો હતો ત્યારે એ પોલીસ અધિકારીએ મને રોકીને મારી સાથે ગેરવર્તન કર્યું હતું. ઠાકુરની વાત સાંભળીને સભ્યો પક્ષોના મતભેદ ભૂલી જઈને ભડકી ગયા હતા અને તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. સૂર્યવંશી એ વખતે વિઝિટર્સ ગેલેરીમાં બેઠા હતા. ઠાકુરે પણ સૂર્યવંશીને ઓળખી બતાવ્યા હતા.

આ સમગ્ર બનાવમાં મનસેના વિધાનસભ્ય રામ કદમ, શિવસેનાના રાજન સાળવી, અપક્ષ સભ્ય પ્રદિપ જયસ્વાલ અને ભાજપના જયકુમાર રાવલ ગૃહની બહાર દોડી ગયા હતા અને વિધાનભવનના મકાનના પહેલા માળ પર ધસી જઈ સૂર્યવંશીને પકડી તેમની મારપીટ કરી હતી. વિધાનસભાના સ્પીકર દિલીપ વળસે પાટીલે કહ્યું કે મારપીટનો બનાવ ગૃહની બહાર બન્યો હોવાથી હું તેમાં તપાસનો આદેશ આપી ન શકું.

English summary
5 Maharashtra MLA suspended for thrashing cop inside Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X