બિહારના ઔરંગાબાદમાં નક્સલી હુમલોઃ 5ના મોત

પોલીસ મહાનિરીક્ષક અમિત કુમારે જણાવ્યું કે, ગોહ પોલીસ મથક ક્ષેત્રમાં થયેલી અથડામણમાં ઇજાગ્રસ્ત થનાર જવાનોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
હથિયારો સાથે ગોહ બજાર પહોચેલા અંદાજે 50 જેટલા નક્સલીઓએ દિલારુ નદી પર સ્થિત એક પૂલને વિસ્ફોટ કરીને ઉડાડી દીધો અને ત્યાં સ્થિત ખાનગી નિર્મામ કંપની એમબીએલની ત્રણ ગાડીમાં આગ લગાવી દીધી. પોલીસ દ્વારા આખા વિસ્તારમાં નાકાબંધી કરી માઓવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ વિસ્તારમાં સમયાંતરે બન્ને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
