મહિલાઓની સુરક્ષા માટે પોલીસને ગિફ્ટમાં આપ્યા 50 બાઇક્સ અને 10 સ્કુટર, જાણો
હીરો મોટોકોર્પે ગુરુગ્રામ પોલીસને 50 મોટરસાઇકલ અને 10 સ્કૂટર ભેટમાં આપ્યા છે. તેની પાછળ કંપનીનો ઉદ્દેશ્ય શહેરમાં મહિલાઓની સુરક્ષાને મજબૂત કરવાનો છે. કંપનીનું કહેવું છે કે આની મદદથી પોલીસ ઝડપથી કામ કરી શકશે અને ગુનાહિત ગત
હીરો મોટોકોર્પે ગુરુગ્રામ પોલીસને 50 બાઇક્સ અને 10 સ્કૂટર ભેટમાં આપ્યા છે. તેની પાછળ કંપનીનો ઉદ્દેશ્ય શહેરમાં મહિલાઓની સુરક્ષાને મજબૂત કરવાનો છે. કંપનીનું કહેવું છે કે આની મદદથી પોલીસ ઝડપથી કામ કરી શકશે અને ગુનાહિત ગતિવિધિઓ પર નજર રાખવામાં સરળતા રહેશે.

આ પ્રસંગે ગુરૂગ્રામના (IPS) પોલીસ કમિશ્નર કલા રામચંદ્રને જણાવ્યું હતું કે, "અમે કંપની આ સહયોગ માટે Hero MotoCorpના આભારી છીએ, જે અમારા અધિકારીઓની ગુનાખોરી સુધી પહોંચમાં સુધારો કરશે. પોલીસ તેનો ઉપયોગ તેમના અધિકારક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરવા માટે કરી શકે છે." લોકોની, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા વધારવામાં ઘણો આગળ વધશે.
Hero MotoCorp એ ઓક્ટોબર મહિનામાં 4.54 લાખ ટુ વ્હિલર વાહનોનું વેચાણ કર્યું છે અને વેચાણની સરખામણી ગયા ઓક્ટોબર સાથે કરી શકાતી નથી કારણ કે છેલ્લી તહેવારોની સિઝન ઓક્ટોબર અને નવેમ્બર બંને મહિનામાં હતી. કંપનીએ 32 દિવસની તહેવારોની સિઝનમાં પાછલા વર્ષની સરખામણીમાં 20%ની વૃદ્ધિ નોંધાવી છે અને આ રીતે છેલ્લા 5 વર્ષમાં તહેવાર પછીની સૌથી ઓછી ઇન્વેન્ટરી ધરાવે છે.
હીરોની બાઇકના વેચાણ વિશે વાત કરીએ તો, કંપનીએ ઓક્ટોબર મહિનામાં 419,568 બાઇકનું વેચાણ કર્યું છે જે ગયા વર્ષે 505,957 યુનિટ્સનું વેચાણ થયું હતું. સ્કૂટર્સની વાત કરીએ તો, કંપનીએ ઓક્ટોબર મહિનામાં સ્કૂટરના 35,014 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જ્યારે ગયા વર્ષે 42,013 યુનિટ્સ વેચાયા હતા. કંપનીને બંને સેગમેન્ટમાં વેચાણમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે.












Click it and Unblock the Notifications
