લોખંડ કાપવાની મશીનથી કર્યા 50 ટુકડા, પતિએ આ કારણે પત્નીની કરી હત્યા
શ્રદ્ધા વોકર હત્યાકાંડના પડધા હજૂ સમ્યા નથી, ત્યા અન્ય હત્યાએ દેશને હચ મચાવી રહ્યા છે. એક પતિએ તેની બીજી પત્નીની હત્યા કરી હતી. જે બાદ તેની લાશના 50 ટુકડા કરીને ફેંકી દીધા હતા.
ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં એક પતિએ તેની પત્નીની નિર્મમ હત્યા કરતા ચકતાર મચી ગયો છે. આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપી 17 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની ઓળખાણ રૂબિકા પહાડી નામની 22 વર્ષીય આદિવાસી મહિલા રૂપમાં થઇ છે. જ્યારે પીડિતા 12 ટુકડા બોરિયો સંથાલી વિસ્તારના આંગણવાડી કેન્દ્ર પાછળીથી મળી આવ્યા હતા.

આ ઘટના શનિવારની સાંજે પ્રકાશમાં આવી છે, જ્યારે એક વ્યક્તિએ આંગણવાડી કેન્દ્રની પાછળ એક કૂતરાને મહિલાના પગ અને છાતીના ટુકડા ખાતા જોયો હતા. પોલીસે આરોપી પતિ દિલદાર અન્સારીની ધરપકડ કરી છે. હવે આ ઘટના સામે આવ્યા બાદ પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે દિલદારે હત્યા કેમ અને કેવી રીતે હત્યા કરી એ વિશે જણાવ્યું હતું?
પોલીસે રૂબિકાની હત્યા પાછળનું કારણ જણાવ્યું
સંથાલ ડીઆઈજી સુદર્શન પ્રસાદ મંડલે જણાવ્યું હતું કે, રૂબિકા પહાડી દિલદાર અંસારીની બીજી પત્ની હતી, જેની પહેલાથી પત્ની હતી. આ તેમના અંગત વિવાદનું કારણ હતું. આ કારણે તેઓએ તેને મારી નાંખી અને તેના ટુકડા કરી નાખ્યા હતા. તપાસમાં તેના પતિની સંડોવણી સામે આવી છે.
જાણો શું છે સમગ્ર ઘટના?
સાહિબગંજના દિલદાર અન્સારી પર તેની 22 વર્ષની પત્ની રૂબિકા પહાડીના કટર વડે બાર ટુકડા કરવાનો આરોપ છે. મૃતક રૂબિકા પહાડી પ્રેમ લગ્ન બાદ તેના પતિ દિલદાર અંસારી સાથે બેલટોલા ખાતેના એક મકાનમાં રહેતી હતી. દિલદાર પર આરોપ છે કે, લગ્નના થોડા દિવસો બાદ જ તેની પત્ની સાથે ઝઘડો થવા લાગ્યો હતો. આખરે ઝઘડાથી કંટાળીને તેણે ખતરનાક પ્લાન બનાવ્યો અને પછી તેની પત્નીન હત્યા કરી અને તેના શરીરના ઈલેક્ટ્રીક કટર વડે 12 ટુકડા કરી નાખ્યા હતા. જે બાત તેને આંગણવાડી કેન્દ્રની પાછળ ફેંકી દીધી હતી.
કુતરાઓ ખાતા હતા લાશના ટૂકડા
મીડિયા અહેવાલો અનુસાર, શનિવારની સાંજે 6 કલાકે બોરિયો પોલીસ સ્ટેશન વિસ્તારના સંથાલી મોમીન ટોલા ખાતે સ્થિત એક આંગણવાડી કેન્દ્રની પાછળ મહિલાના વિકૃત મૃતદેહના 12 ટુકડાઓમાં મળી આવ્યો હતો. શરીરના વિચ્છેદ થયેલા ભાગને કૂતરાઓ ખેંચી રહ્યા હતા, ત્યારબાદ મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી. જે બાદ પોલીસની ટીમ મોટી ફોજ સાથે આવી પહોંચી હતી. આ દરમિયાન ડોગ સ્ક્વોડ પણ પોલીસ સાથે હતી.












Click it and Unblock the Notifications
