'એ મેરે વતન કે લોગો..'ના 51 વર્ષ પૂરા, લતા અને મોદી ફરી એક મંચ પર

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 27 જાન્યુઆરી: જાણીતું દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગો...'ની સુવર્ણ જયંતી વર્ષને યાદગાર બનાવવા માટે સોમવારે મુંબઇમાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક મંચ પર ફરી એકવાર સાથે દેખાશે. આશા સેવાઇ રહી છે કે આ અવસરે લતાતાઇ મોદીની હાજરીમાં જાણીતું દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગો' પણ ગાશે.

આજે લગભગ એક લાખ લોકો એક સાથે આ ગીતને ગાઇને આ ગીતની સુવર્ણ જયંતી મનાવશે. આ અવસરે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લતા મંગેશકરને સન્માનિત કરશે. મુંબઇના મહાલક્ષ્મી રેસકોર્સમાં આયોજિત યોજાનાર કાર્યક્રમનું આયોજન શહીદ ગૌરવ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે..

આ અવસરે લતા મંગેશકરની સાથે યુદ્ધના નાયકો અને તેમનમા પરિવારના લોકોને સન્માનિત કરવામાં આવશે. લતાએ 27 જાન્યુઆરી, 1963ના રોજ પહેલી વાર એ મેરે વતન કે લોગો... ગાવામાં આવ્યું હતું, તો દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ સહિત ઘણા લોકોની આંખો નમ થઇ ગઇ હતી.

lata
એ મેરે વતન કે લોગો એક હિન્દી દેશભક્તિ ગીત છે જેને કવિ પ્રદીપે લખ્યું હતું અને તેને સંગીત સી. રામચંદ્રએ આપ્યું હતું. આ ગીત ચીન યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા સૈનિકોન સમર્પિત કરવામાં આવ્યું હતું.

આ ગીત ત્યારે જાણીતુ બન્યુ જ્યારે લતા મંગેશકરે આને નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસરે રામલીલા મેદાનમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ઉપસ્થિતિમાં ગાવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને જુઓ વીડિયોમાં...

<iframe width="600" height="338" src="//www.youtube.com/embed/lkQoz-w7V4w" frameborder="0" allowfullscreen></iframe>

English summary
51 years of ‘Ae Mere Vatan Ke Logon’, Narendra Modi to felicitate Lata Mangeshkar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.