For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેર થમવા લાગ્યો, પાછલા 24 કલાકમાં 55722 નવા કેસ

કોરોનાનો કહેર થમવા લાગ્યો, પાછલા 24 કલાકમાં 55722 નવા કેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરો ઘટવા લાગ્યો છે. હવે નવા મામલા અને મૃતકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 55722 નવા મામલા સામે આવ્યા છે અને આ દરમ્યાન 579 દર્દીના મોત થયાં છે. હાલ કુલ મામલાની સંખ્યા 75,50,273 થઈ ગઈ છે. જેમાં 7,72,055 સક્રિય મામલા, 66,63,608 રિકવર મામલા અને 1,14,610 મોત સામેલ છે.

લાખોની સંખ્યામાં ટેસ્ટિંગ થયાં

લાખોની સંખ્યામાં ટેસ્ટિંગ થયાં

ભારતના સક્રિય મામલા 6 અઠવાડિયા બાદ 8 લાખથી નીચે છે. 22 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000થી ઓછા સક્રિય મામલા છે, અને માત્ર કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 50,000થી વધુ સક્રિય મામલા નોંધાયા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)નું કહેવું છે કે, 18 ઓક્ટોબર સુધી કોવિડ 19 માટે કુલ 9,50,83,976 સેમ્પલ ટેસ્ટ કરાયા છે, જેમાંથી 8,59,786 સેમ્પલ રવિવારે ટેસ્ટ કરાયા છે.

ક્યાં કેટલા મામલે

ક્યાં કેટલા મામલે

મિઝોરમમાં પોઝિટિવ મામલાની સંખ્યા 2253 થઈ ગઈ છે, જેમાં 105 સક્રિય મામલા અને 2148 ડિસ્ચાર્જ થઈ ચૂકેલા મામલા સામેલ છે. હિમાચલ પ્રદેશમાં એક દિવસમાં 170 નવા કોવિડ 19ના મામલા અને 217 રિકવરી નોંધાયેલ છે. રાજ્યમાં કુલ મામલા વધી 18,967 થઈ ગયા છે, જેમાં 263 મોત અને 16040 રિકવરી સામેલ છે. સક્રિય મામલા 2630 છે. પંજાબમાં 476 નવા મામલા, 958 ડિસ્ચાર્જ અને 13 મોત નોંધાયાં છે. કુલ મામલા 1,27,630 થઈ ગયા છે, જેમાં 1,17,883 ડિસ્ચાર્જ, 5735 સક્રિય મામલા અને 4012 મોત સામેલ છે.

આજથી આ રાજ્યોમાં ખુલશે સ્કૂલો, જાણો શું છે ગાઈડલાઈનઆજથી આ રાજ્યોમાં ખુલશે સ્કૂલો, જાણો શું છે ગાઈડલાઈન

આ રાજ્યોમાં સ્થિતિ વિકટ

આ રાજ્યોમાં સ્થિતિ વિકટ

મહારાષ્ટ્રમાં કોવિડ 19ના 9060 નવા મામલા, 11204 ડિસ્ચાર્જ અને 150ના મોત થયાં છે. અહીં કુલ મામલા 15,95,381 થઈ ગયા છે, જેમાં 13,69,810 ડિસ્ચાર્જ, 1,82,973 સક્રિય મામલા અને 42,115 મોત સામેલ છે. જમ્મૂ અને કાશ્મીરમાં 578 નવા મામલા સામે આવ્યા છે, જમ્મુ સંભાગથી 193 અને કાશ્મીર સંભાગથી 385 મામલા નોંધાયા છે. 8677 સક્રિય મામલા ્ને 77886 રિકવરી અને 1379 મોત સહિત કુલ મામલાની સંખ્યા 87942 થઈ ગઈ છે.

English summary
55,722 new coronavirus cases registered in india in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X